ભારત સહિત વિશ્વના મોટાભાગના દેશોમાં ઠંડીની શરૂઆત થઇ ચૂકીછે. ઘણા દેશોમાં તાપમાન શૂન્યથી નીચે ગયું છે. જેના કારણે નદીઓ અને તળાવો પણ થીજવા લાગ્યા છે. ચીનમાં લોકો આ થીજી ગયેલા તળાવોમાં સ્વિમિંગ કરી રહ્યા છે. તેમને થીજી ગયેલા સરોવરમાં સ્વિમિંગ કરતા જોઈને કોઈપણને આશ્ચર્ય થશે.

થીજી ગયેલી નદીઓ, તળાવો અને સ્વિમિંગ પુલમાં તરવું એ ચીનમાં એક લોકપ્રિય શિયાળુ રમત છે. શેનયાંગમાં એક થીજી ગયેલા તળાવમાં લોકો સ્વિમિંગ કરતા જોવા મળ્યા હતા. આ સમયે ચીનમાં કેટલીક જગ્યાએ તાપમાન માઈનસ 8 ડિગ્રી સુધી નીચે જઈ રહ્યું છે.

ચીનમાં, થીજી ગયેલા તળાવમાં તરવાની આ રમત સપ્ટેમ્બરની આસપાસ શરૂ થાય છે અને લગભગ 6 મહિના સુધી ચાલે છે. શેનયાંગમાં આ અંગે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

ચીનના શેનયાંગમાં મોટાભાગના થીજી ગયેલા તળાવોમાં લોકો સ્વિમિંગ કરી રહ્યા છે. આ માટે, લોકો પહેલા સરોવરો, સ્વિમિંગ પુલ અને નદીઓ ઉપર થીજી ગયેલા બરફને હથોડી અને અન્ય વસ્તુઓથી તોડે છે. પછી લોકો તેમાં કૂદીને તારે છે.

ચીનમાં શિયાળા દરમિયાન બરફથી થીજી ગયેલા સરોવરો અને જળાશયોમાં તરવાનો ક્રેઝ એવો છે કે ચીનના 8 શહેરોમાં વિન્ટર સ્વિમિંગ એસોસિએશનો હાજર છે. જેમાં શેનયાંગ, ડાલિયન, ડાંગડોંગનો સમાવેશ થાય છે.

ચીનમાં બરફ થીજી ગયેલા તળાવોમાં તરવા પાછળનું મુખ્ય કારણ એ છે કે લોકો માને છે કે તેનાથી ઠંડી સામે રોગપ્રતિકારક શક્તિ વધે છે.

ચીનના મોટાભાગના શહેરોમાં આ શિયાળુ રમતનો ક્રેઝ મહિલાઓમાં પણ જોવા મળી રહ્યો છે.
READ ALSO
- ચિલીના જંગલોમાં લાગી ભીષણ આગ, આગ પર કાબુ મેળવવા 63 એરક્રાફ્ટનો કાફલો તૈનાત, 13 લોકોના મોત
- હિટલર પર વિજયની 80મી જયંતિની ઉજવણી વચ્ચે પુતિન ન્યુક્લિયર સૂટકેસ સાથે દેખાતા અનેક અટકળો
- Adani row/ વીમા પોલીસી ધારકોને ધ્રાસકો, હવે LIC પોલીસી ધારકોના રૂ.૫૫.૦૫૦ કરોડ ધોવાઇ ગયા
- Assamમાં કિશોરી સાથે પરણનારા સામે પોક્સો : 2 હજારની ધરપકડ
- જાણો આજનુ પંચાંગ તા.4-2-2023, શનિવાર