ચીન 31 જાન્યુઆરી સુધીમાં કોરોના રસીના પાંચ લાખ ડોઝ પાકિસ્તાનને આપશે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરેશીએ અત્રે આમ જણાવીને, ચીની વિદેશમંત્રી વાન્ગ યી સાથેના ફોન પછી પાઠવેલા વિડિયો મેસેજમાં ઉમેર્યું કે બીજિંગે રસી લેવા માટે વિમાન મોકલવા પાકિસ્તાનને જણાવ્યું છે.

રસીનો પ્રથમ જથ્થો પાકિસ્તાનને નિ:શુલ્ક અપાશે, જે ચીનની પાકિસ્તાન પ્રત્યેની શુભેચ્છા અને મૈત્રીના પ્રતીકરૂપ હશે. ચીન દ્વારા મોકલાનારી આ સાઇનોફાર્મ રસીને પાકિસ્તાનની ડ્રગ રેગ્યુલેટરી ઓથોરિટીએ માન્ય કરી છે. પાકિસ્તાનને 11 લાખ ડોઝની જરૂર પડશે, જે ચીન ફેબુ્રઆરીના અંત સુધીમાં પૂરા પાડશે.

કેન્સિનો બાયોલોજિક્સ નામની પાકિસ્તાની કંપની દ્વારા બનાવાઇ રહેલી રસીની ટ્રાયલ ચીનના સહકાર સાથે પાકિસ્તાનમાં થઇ રહી છે. પાકિસ્તાને ઇમરજન્સીમાં ઉપયોગ માટે ઓક્સફર્ડ અસ્ગાઝેનેકા રસીને પણ માન્ય કરી છે. જો કે એ ક્યારે મળી રહેશે એ ખબર નથી. પાકિસ્તાનમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 2363 કેસ, જ્યારે 54 મોત નોંધાયા છે, એમ પાકિસ્તાન સરકારના નેશનલ હેલ્થ સર્વિસીસ મંત્રાલયે કહ્યું.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- રાજકોટ પોલીસે ઉકેલ્યો હત્યાનો ભેદ, બાતમી આપ્યાની શંકાએ 2 ઈસમોએ આચર્યું હતું કૃત્ય
- વરવી વાસ્તવિકતા: મહિલા સુરક્ષાની વાતો પોકળ, 6 વર્ષના આંકડા જોઈ શરમથી ઝૂકી જશે માથું
- સ્વાસ્થ્ય/ આદુની છાલને ક્યારેય નકામી સમજીને ફેંકી ના દેતા, ફાયદા જાણી તમે પણ ચોંકી જશો
- વધતા આત્મહત્યાના કેસ સામે તંત્રનો નવતર પ્રયોગ, સાબરમતીના કિનારે લગાવ્યા અનોખા પોસ્ટર્સ
- રાજ્યમાં કોરોના 555 વિસ્કોટ: 24 કલાકમાં નોંધાયા 500થી વધુ નવા કેસ, કુલ 3212 એક્ટીવ કેસ