GSTV

ડ્રેગને ભૂટાનના જંગલની જમીન પર ઠોક્યો દાવો કપટી ચીને વન્યપ્રાણી અભ્યારણ્ય પર કબજો જમાવવા આપ્યું આ નિવેદન

Last Updated on June 30, 2020 by pratik shah

દક્ષિણ ચીન સમુદ્રથી લદ્દાખ સુધી જમીન અને દરિયામાં પોતાનો દાવો કરનારા ચીને હવે ભૂતાનની નવી જમીનનો દાવો કર્યો છે. ગ્લોબલ એન્વાયર્નમેન્ટ ફેસિલિટી કાઉન્સિલની 58 મી બેઠકમાં ચીને ભૂતાનના સકાટેંગ વન્યપ્રાણી અભ્યારણ્યની જમીનને વિવાદિત ગણાવી હતી. આ પ્રોજેક્ટના ભંડોળનો ‘વિરોધ’ કરવાનો પ્રયાસ પણ કર્યો. ભુતાને ચીનના આ પગલાનો સખત વિરોધ કર્યો હતો અને જમીનને ભૂતાનના અભિન્ન અંગ તરીકે વર્ણવી હતી.

વન્યપ્રાણી અભ્યારણ્ય આમારૂં છે

ચીનના દાવાની વિરુદ્ધ, વાસ્તવિકતા એ છે કે પાછલા સતકો સુધીના વર્ષોમાં અભયારણ્યની જમીન અંગે ક્યારેય વિવાદ થયો ન હતો. જોકે, ભૂટાન અને ચીન વચ્ચે કોઈ સરહદ નથી. ભુતાને ચીનના આ નકારાત્મક પગલાનો જોરદાર વિરોધ કર્યો. ચીનના આ દાવા પર ભુતાને વાંધો ઉઠાવતા કહ્યું, “સકાટેંગ વન્યપ્રાણી અભ્યારણ્ય ભૂટાનનો અભિન્ન અને સાર્વભૌમ ભાગ છે.”
વન્યપ્રાણી અભયારણ્ય એ કોઈ વૈશ્વિક ભંડોળનો ભાગ નથી.

આ સમગ્ર વિવાદમાં રસપ્રદ વાત એ હતી કે આ વન્યપ્રાણી અભયારણ્ય ક્યારેય વૈશ્વિક ભંડોળનો ભાગ બની શક્યું નથી. જ્યારે આ અભયારણ્યને પહેલીવાર પૈસા આપવાની વાત આવી ત્યારે ચીને આ તક ઝડપી લીધી અને જમીન પર પોતાનો દાવો કર્યો. ચીનના વિરોધ પછી પણ કાઉન્સિલે આ પ્રોજેક્ટને મંજૂરી આપી દીધી હતી.

કપટી ચીને હવે ભૂટાનની આ જમીન પર કર્યો દાવો

જ્યારે કાઉન્સિલમાં ચીનનું પ્રતિનિધિત્વ છે, ભૂટાનનનું કોઈ સીધું પ્રતિનિધિ નથી. ભૂટાનનું પ્રતિનિધિત્વ ભારતના વરિષ્ઠ આઈએએસ અધિકારી અપર્ણા સુબ્રમણિ, જે બાંગ્લાદેશ, ભુતાન, ભારત, માલદીવ, નેપાળ અને વિશ્વ બેંકમાં શ્રીલંકાના પ્રભારી છે. અગાઉ 2 જૂને, જ્યારે દરેક પ્રોજેક્ટની ચર્ચા થઈ રહી હતી, ત્યારે ચીની કાઉન્સિલના સભ્ય ઝોંગજિંગ વાંગે તેના પર વાંધો ઉઠાવ્યો હતો. તેણે આ વાંધા નોંધાવવાનું કહ્યું હતું.

READ ALSO

Related posts

વિશ્વનો સૌપ્રથમ યુનિસેક્સ કોન્ડોમ વિકસિત, મહિલાઓ અને પુરુષો બંને કરી શકે છે ઉપયોગ

Vishvesh Dave

પોલીસ ગ્રેડ-પેના આંદોલનનું બાળ મૃત્યુ, સરકરે રચેલી સમિતિ એટલે કે ક્યારેય પૂર્ણ ન થનારી લોલીપોપ

Zainul Ansari

મોટી રાહત/ સરકારનો નિર્ણય- હવે તમે રાશનની દુકાનોમાંથી ખરીદી શકશો LPG સિલિન્ડર, જાણો તેના વિશે બધું

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!