ભારત સાથેના સંબંધોમાં વચ્ચે નહીં પડવા ચીને અમેરિકાને ચેતવણી આપી હતી તેમ કહેતાં પેન્ટાગોનના અધિકારીઓએ કોંગ્રેસ સમિતિને જણાવ્યું હતું આમ છતાં અમે ભારત સાથેની એક્ચ્યુઅલ લાઇન ઓફ કંટ્રોલ (એલ.એ.સી.) ઉપરની તીવ્રતાને રાળીટાળી નાખવા પ્રયત્નો કર્યા હતા. આ અધિકારીઓએ તેમ પણ જણાવ્યું હતું કે, ચીને પછીથી યુદ્ધની તીવ્રતા એટલા માટે પણ નહીં વધારી હોય કે તેમ કરવાથી ભારત- અમેરિકા તરફ વધુ ને વધુ ઢળતું જવાની પૂરેપૂરી શકયતા હતા. આ પછી લડાખ વિસ્તારમાં પરસ્પરના દાવાઓ અંગે ‘શાંતિ મંત્રણા’ઓ ચાલી રહી હતી પરંતુ હજી સુધી તેમાં કોઈ પરિણામ આવ્યું નથી. કારણ કે બેમાંથી એક પણ નમતું જોખવા તૈયાર નથી.

મે- ૨૦૨૦થી શરૂ થયેલા આ સંઘર્ષમાં ભારત અને ચીનના દળો વચ્ચે સંઘર્ષ શરૂ થઈ ગયો હતો. તેમાં બંને દળો પથ્થરો, દંડીકાઓ અને કાંટાળા તાર બાંધેલા ધોકાઓ સામસામે રણે ચઢ્યા હતા જેમાં ચીનના દળોને થાકી પીછેહઠ કરવી પડી હતી પરંતુ તે ચીને જણાવ્યું ન હતું.
જો કે, ગલવાન વેલીની તે ઘટના છેલ્લા છેંતાલીસ વર્ષમાં બનેલી સૌથી ગંભીર ઘટના હતી. જૂન ૧૫, ૨૦૨૨ના દિને બંને દળો વચ્ચે પથ્થરબાજી થઈ હતી. સામસામા લાઠીઓ અને કાંટાળા તાર ચઢાવેલા ધોકાથી મારામારી થઈ હતી જેમાં ભારતના આશરે ૨૦ સૈનિકોના મૃત્યુ થયા સંભવ છે. અને ચીને જણાવ્યું કે તેના માત્ર ૪ સૈનિકો માર્યા ગયા છે તેમ પણ પેન્ટાગોને અમેરિકી કોંગ્રેસ સમિતિને જણાવ્યું હતું.
READ ALSO
- IPL 2023 પહેલા ધોની અને ક્રિસ ગેલ વચ્ચે મુલાકાત થઈ, શેર કરી તસવીર
- જંત્રીનો રેટ બમણો થતા બિલ્ડર્સમાં ચિંતા, ક્રેડાઈના સભ્યો સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે કરશે મુલાકાત
- વનપ્લસ પેડમાં હશે મેગ્નેટિક કીબોર્ડની સુવિધા, જાણો તેની કિંમત કેટલી છે
- ફાઈલ સેવ કર્યા વિના બંધ કરી દીધું છે MS-WORD, આ રીતે કરી શકશો રિકવર
- Food For constipation/ કબજીયાતની સમસ્યામાં દવાનુ કામ કરે છે અજમો, આ રીતે પરોઠા બનાવીને ખાઓ