GSTV

1800 લોકોના મોત: દુનિયા પર મંડરાઈ રહ્યું છે કોરોનાથી પણ વધુ ખતરનાક બિમારીનું જોખમ, ચીને આપી ચેતવણી

ચીને કજાકિસ્તાનમાં રહેતા પોતાના નાગરિકોને એક સ્થાનિક અજાણ્યા નિમોનિયાને લઈ ચેતવણી આપી છે. ચીને આ બાબતે જણાવ્યુ હતું કે, આ નિમોનિયા કોરોના વાયરસ કરતા પણ વધારે ખતરનાક છે. આ વાયરસ કરતા પણ વધારે જીવલેણ હોય શકે છે. જો કે, કઝાકિસ્તાને ચીનની આ ચેતવણીને ફક્ત એક કોરી અફવા હોવાનું જણાવ્યુ છે.

ચીને આપી ચેતવણી, પોતાના નાગરિકોને લઈ ચિંતા વ્યક્ત કરી

કઝાકિસ્તાનમાં ચીની રાજદૂત તરફથી આપેલા ગુરૂવારના રોજ નિવેદનમાં કહ્યુ હતું કે, કઝાકિસ્તાનમાં અજાણ્યા નિમોનિયાના કારણે આ વર્ષે શરુઆતમાં 6 મહિનામાં 1772 લોકોના મોત થઈ ગયા છે. જેમાં 628 લોકોના મોત તો ફક્ત જૂનમાં જ થયા છે. નિવેદનમાં કહેવાયુ છે કે, મરનારા લોકોમાં ચીની નાગરિકો પણ સામેલ છે. ચીની સરકારી મીડિયાના હવાલાથી જણાવ્યા મુજબ આ બિમારી કોરોના કરતા પણ વધારે ખતરનાક છે. જો કે, કઝાકિસ્તાને આ ચેતવણીને રદિયા આપી અફવા જણાવી છે.

કઝાકિસ્તાને અફવા ગણાવી

ચીની રાજદૂતના નિવેદનમાં જણાવ્યા અનુસાર કઝાકિસ્તાનના સ્વાસ્થ્ય વિભાગની સાથે સાથે અનેક સંગઠનો આ નિમોનિયા વાયરસ પર સંશોધન કરી રહ્યા છે. જો કે, હાલમાં પણ તેનો કોઈ સંકેત મળ્ય નથી કે, આ બિમારી કોવિડ સંબિધિત છે કે નહીં. નિષ્ણાંતો તેના ફેલાવાને લઈ પ્રતિક્રિયા આપી રહ્યા છે. જો કે, કઝાકિસ્તાનના સ્વાસ્થ્ય વિભાગે તેને અફવા ગણાવી છે.

READ ALSO

Related posts

નવા વર્ષની શરૂઆતમાં સોનાના ભાવ ઘટીને થઇ શકે છે રૂપિયા 42000, જાણો સૌથી મોટું કારણ

pratik shah

રશિયાએ દુનિયાની સૌથી તેજ હાઇપરસોનિક એન્ટીશિપ મિસાઇલ જિરકાનનું કર્યું પરિક્ષણ

Nilesh Jethva

પાળતુ કૂતરા સાથે મસ્તી કરવી જો બાઈડનને પડી ભારે, ઈજાગ્રસ્ત થતા ડોનાલ્ડ ટ્રમ્પે આપ્યું આ નિવેદન

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!