GSTV
Home » News » કાશ્મીર અમારો મામલો, અમેરિકા-ચીન પોતાનું કામ સંભાળે : મહેબૂબા મુફ્તિ

કાશ્મીર અમારો મામલો, અમેરિકા-ચીન પોતાનું કામ સંભાળે : મહેબૂબા મુફ્તિ

જમ્મુ-કાશ્મીરના મુખ્યપ્રધાન મહબૂબા મુફ્તિએ નેશનલ કોન્ફરન્સના પ્રમુખ ફારુક અબ્દુલ્લાના કાશ્મીર મુદ્દે મધ્યસ્થતાને લઈને આપવામાં આવેલા નિવેદનની આકરી ઝાટકણી કાઢી છે.

મહબૂબા મુફ્તિએ કહ્યું છે કે ચીન અને અમેરિકા કાશ્મીરમાં હસ્તક્ષેપ કરશે, તો કાશ્મીરની સ્થિતિ સીરિયા અને અફઘાનિસ્તાન જેવી થઈ જશે. તેમણે કહ્યું છે કે ચીન અને અમેરિકા પોતાનું કામ કરે. તેમને ખબર છે કે અમેરિકા દ્વારા હસ્તક્ષેપ કરાયો હોય તેવા દેશોની શું હાલત થઈ છે.

તેમણે કહ્યું કે અફઘાનિસ્તાન, સીરિયા અથવા ઈરાકની હાલત આપણી સામે છે. મહબૂબા મુફ્તિએ કહ્યું છે કે માત્ર ભારત અને પાકિસ્તાન વચ્ચેની દ્વિપક્ષીય વાટાઘાટોથી જ કાશ્મીર મુદ્દાનો ઉકેલ આવી શકે તેમ છે.

મહબૂબા મુફ્તિએ સવાલ કર્યો હતો કે શું ફારુક અબ્દુલ્લાને ખબર નથી કે સીરિયા અને અફઘાનિસ્તાનમાં શું થયું છે? મહત્વપૂર્ણ છે કે જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન ફારુક અબ્દુલ્લાએ તાજેતરમાં ટીપ્પણી કરી હતી કે અમેરિકા અને ચીને કાશ્મીર મુદ્દાના સમાધાનમાં મદદ લેવી જોઈએ.

Related posts

મોદી-ટ્રમ્પ બાદ રાજનાથ સિંહે US રક્ષામંત્રી સાથે કરી વાત: કહ્યું- કાશ્મીર આંતરિક મામલો

Riyaz Parmar

ઓટો ઉદ્યોગ બાદ ટેકસટાઇલ ઉદ્યોગ પર મંદીનું સંકટ,વૈશ્વિક બજારમાં ભારતીય કોટન યાર્નને ફટકો

Path Shah

પી. ચિદમ્બરમના નિવાસસ્થાન પર પહોંચી સીબીઆઈ, થઈ શકે છે ધરપકડ

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!