GSTV

કપટી ચીનને કરારો જવાબ/ માલાબાર યુદ્ધાભ્યાસમાં અમરિકા-જાપાનની સાથે ઓસ્ટ્રેલિયા પણ થશે શામેલ, શક્તિપ્રદર્શનથી દુશ્મનોના દાંત થશે ખાટા

ભારત-ચીન સાથે લદાખમાં એલએસી પર ભારે તણાવ ચાલી રહ્યો છે ત્યારે દક્ષિણ ચીન સાગરમાં હલચલ તેજ થઇ છે. ત્યારે આ બધાની વચ્ચે ડ્રેગનને સાફ સંદેશો આપવા માટે ભારત, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલીયાની નૌસેના એક સાથે જોડાશે. ગત મહીને યોજાનાર મલબાર યુદ્ધઅભ્યાસમાં આ ચાર દેશોની હાજરી ચીનને બિલકુલ નહી ગમે. જ્યારે બીજી તરફ ડ્રેગનને અન્ય દેશો સાથે પણ તણાવ ચાલી રહ્યો છે. ત્યારે આ યુદ્ધઅભ્યાસથી ચીનને સૌથી કડક અને સખ્ત સંદેશો જશે.

યુદ્ધઅભ્યાસથી ચીનને સૌથી કડક અને સખ્ત સંદેશો જશે

ઉલ્લેખનીય છે કે તે સિવાય ચીનને મરચા ત્યારે લાગશે જ્યારે ભારત અને અમેરિકા વચ્ચે મંત્રી સત્રની ૨+૨ મીટીંગમાં ખાસ સૈન્ય કરાર થઇ જશે. નોંધપાત્ર છે કે બન્ને દેશોના રક્ષા અને વિદેશ મંત્રીઓ વચ્ચે આ બેઠક ૨૬-૨૭ ઓક્ટોબરના રોજ થનાર છે.

રક્ષા અને વિદેશ મંત્રીઓ વચ્ચે આ બેઠક ૨૬-૨૭ ઓક્ટોબરના રોજ થનાર

ભારત દ્વારા નેવી અભ્યાસમાં શામેલ થવાનો ઓસ્ટ્રેલિયાનો અનુરોધ તે સમયે સ્વીકારવામાં આવ્યો છે કે પૂર્વી લદ્દાખમાં ચીન સાથેની સરહદ ઉપર તણાવ વધી રહ્યો છે . ઉલ્લેખનીય છે કે આ મામલે સંરક્ષણ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ભારત દરિયાઇ સુરક્ષાના ક્ષેત્રમાં અન્ય દેશો સાથે સહયોગ વધારવા માંગે છે.

નોંધનીય છે કે ઓસ્ટ્રેલિયાની સંરક્ષણ ક્ષેત્રે વધતા સહકારની પૃષ્ઠભૂમિમાં માલાબાર-2020 નેવી યુદ્ધાભ્યાસમાં ઓસ્ટ્રેલિયન નેવીની ભાગીદારી જોવા મળશે. આ ચારેય દેશોની તાકાત જોઈને વિશ્વને પણ સખ્ત સંદેશો જશે.

READ ALSO

Related posts

શોલેના વીરુની જેમ પોતાની ‘બસંતી’ માટે 80 ફૂટ ઉંચા ટાવર પર ચડી ગયો પતિ, પત્નીને પિયર જતી રોકવા આખુ ગામ લીધુ માથે

Bansari

જમ્મુ-કાશ્મીરમાં બરફના તોફાનમાં ફસાઈ પ્રવાસીઓની કાર, બીઆરઓની ટીમે મોતના મુખમાંથી કાઢ્યા બહાર

Nilesh Jethva

કૃષિ કાયદાઓના વિરોધમાં ખેડૂતના આક્રમક વલણથી સરકાર બેકફૂટ પર, એક બાદ એક મંત્રી આપી રહ્યા છે સફાઈ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!