GSTV

મેગલેવ/ 2.30 કલાકમાં 2500 કિલોમીટર : આ દેશે પ્લેન કરતાં પણ દોડાવી દુનિયાની સૌથી ઝડપી ટ્રેન, 600 કિલોમીટર હતી સ્પિડ

Last Updated on July 22, 2021 by Zainul Ansari

ચીને વિશ્વની સૌથી ઝડપી દોડતી ટ્રેન શરુ કરી છે જે કલાકના ૬૦૦ કિમીની સ્પીડ ધરાવે છે. આમ તો જાપાનની ટ્રેનો પ્રતિ કલાક મહતમ સ્પીડ માટે જાણીતી હતી પરંતુ ચીને હવે જાપાનને પણ પાછળ રાખી દીધું છે. દરિયાકાંઠે વસેલા કિંગદાઓ શહેરીની એક ફેકટરીમાં તૈયાર કરવામાં આવેલી આ ટ્રેન આ સાથે જ દુનિયાનું સૌથી ઝડપી ચાલતું વાહન બની છે.

આ ટ્રેનમાં ઇલેકટ્રો મેગ્નેટિક ફોર્શનો ઉપયોગ કરવામાં આવે છે.ચુંબકિય શકિતના કારણે ટ્રેન ટ્રેકથી કેટલાક ઇંચ હવામાં ચાલે છે. મતબલ કે ટ્રેનના પૈડા અને પાટા વચ્ચે કોઇ જ સંપર્ક જોવા મળતો નથી.જો કે આ ટેકનિક કોઇ નવી નથી. ચીનની વાત કરીએ તો તે વર્ષોથી તેનો મર્યાદિત ઉપયોગ કરતું રહયું છે. શાંઘાઇ પાસે એક કસ્બામાં મેગલેવ લાઇન છે.

જયાં આ ટેકનિકથી ચાલતી ટ્રેનોના પ્રયોગ થાય છે. ચીનના શહેરો કે અન્ય પ્રાંતો વચ્ચે પણ કોઇ મેગલેવ લાઇન નથી.તેમ છતાં તેજ ગતિ ધરાવતી ટ્રેનો બાબતે ચીને ઘણી પ્રગતિ કરી છે. હવે મેગલેવ ટ્રેનો લાંબા અંતર સુધી ઉપયોગમાં લેવાય તે દિશામાં કામ શરુ થયું છે. શંઘાઇ અને ચેંગ્દૂ જેવા શહેરો આ પ્રોજેકટમાં સમાવાયા છે. એ પછી બેઇજીંગથી શાંઘાઇ વચ્ચેનું એક હજાર કિમીનું અંતર કાપવામાં અઢી કલાક જેટલો સમય લાગશે. નવાઇની વાત તો એ છે કે વિમાનમાં આ સફર સાડા ત્રણ કલાકની થાય છે.

ચીનની રફતારવાળી ટ્રેનોનો દાખલો લઇને ઘણા દેશોએ પોતાને ત્યાં ઇન્ફ્રાસ્ટ્રકચર સુધારવા પ્રયાસ કર્યો છે. જાપાન ઉપરાંત જર્મની પણ મેગલેવ નેટવર્ક તૈયાર કરવાનું વિચારી રહયું છે. જો કે મેગલેવ યોજના અત્યંત ખર્ચાળ છે આથી આ ટેકનિકને પૂર્ણ કરવી એ દરેક દેશ માટે પડકાર સમાન છે. ભારતમાં પણ જાપાનના સહયોગથી બુલેટ ટ્રેનનો પ્રોજેકટ છે. અમદાવાદ થી મુંબઇ વચ્ચે બુલેટ ટ્રેન દોડાવાની યોજના આજકાલ ઘોંચમાં છે.

Read Also

Related posts

Tokyo Olympics 2020/ ફિર દિલ દો હોકી કો… ગેરંટી છે, આ વિડીયો જોઈ દરેક ભારતીયોને થશે ગર્વ

Damini Patel

Video: સાપને છંછેડવો આ શખ્સને પડ્યું ભારે! સાપે એવો બદલો લીધો કે ધોળા દિવસે દેખાઇ ગયા તારા

Bansari

સ્માર્ટ સેવિંગ / પર્સનલ લોન પર આ રીતે ઓછો કરશે વ્યાજનો દર, લોન લેતા પહેલાં જાણી લો આ 4 ટિપ્સ

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!