GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

રોકેટ પણ ચીનના સામાન જેવું નીક્યું : 1 જ મીનિટમાં ફુસ્સ થઈ ગયું, બિલિબિલી સહિત 2 સેટેલાઈટ થઈ ગયા નષ્ટ

કોરોના વાયરસને લઈને ચીને એવું કંઈ બનાવ્યું નથી કે જે લાંબા સમય સુધી ટકી શકે. ચીને દુનિયામાં આ વાતને લઈને સૌથી વધારે બદનામ છે તેનો બનાવેલો માલ ક્યારે ફુસ્સ થઈ જાય તે કોઈ નથી જાણતું. એ માટે ચીનથી બનેલો માલ દુનિયાના દરેક દેશોમાં વહેચવામાં આવે તો છે પણ તેની કોઈ ગેરેન્ટી નથી હોતી, તેવું જ કંઈક ચીનના સેટેલાઈટ સાથે પણ થયું. જે છોડતાની સાથે ફુસ્સ થઈને જમીન ઉપર આવી પડ્યું.

નિષ્ફળ ગયું પ્રક્ષેપણ

ચીની મિડીયાના રીપોર્ટના અનુસાર આ નક્કર-બળતણ વાહક રોકેટ કુઆઈઝાઉ-11 (કેઝેડ -11) નું પ્રથમ પ્રક્ષેપણ 10 જુલાઇએ ઉત્તરપશ્ચિમ ચીનના જીક્યુવન સેટેલાઇટ લોંચ સેન્ટરમાં નિષ્ફળ ગયું. મીડિયા અહેવાલો અનુસાર, કેઝેડ -11 તેની કક્ષામાં પહોંચવામાં નિષ્ફળ ગયું. હવે ચીની વૈજ્ઞાનિકો તેની નિષ્ફળતા પાછળનાં કારણો શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે. ચાઇના એરોસ્પેસ સાઈન્સ એન્ડ ઈન્ડસ્ટ્રી કોર્પોરેશન(સીએએસઆઈસી)ની પેટાકંપની એક્સ્પેસ ટેક્નોલોજી કોર્પોરેશન દ્વારા વિકસિત રોકેટનું પ્રક્ષેપણ પહેલાથી ત્રણ વર્ષ વિલંબિત હતું. ઓછી કિંમતના સોલિડ-ફ્યુઅલ રોકેટનું વજન 70.8 ટન હતું. તેને પૃથ્વી અને સુર્યની વચ્ચે કક્ષામાં છોડનારા ઉપગ્રહને લોંચ કરવા માટે ડિઝાઈન કરવામાં આવ્યું હતું. કુઆઈઝાઉ-11 પહેલા લોંચ કરવામાં આવેલા આ જ સિરીઝના અન્ય રોકેટોથી મોટું હતું અને તેની ક્ષમતા પણ વધારે બતાવવામાં આવી રહી છે. આ 700 કિલોમીટરની ઉંચાઈ ઉપર 1.0 ટન પેલોડ ઉઠાવી શકે છે. ત્રણ ચરણનું આ રોકેટ કથિત રૂપથી ડીએફ-21 મિસાઈલ ઉપર આધારિત છે.

ડોંગફૈંગ-21 મિસાઈલમાં પણ લાગ્યું છે આ રોકેટ

કુઆઈઝાઉ-11 રોકેટ ડોંગફૈંગ-21 મિસાઈલમાં પણ લાગ્યું છે. જે હાલમાં જ ચીને દક્ષિણ ચીન સાગરમાં અમેરિકી વિમાન વાહક યુદ્ધજહાજ યુએસએ નિમિત્જ અને યુએસએ રોનાલ્ડ રીગનને રોકવાની ધમકી દેતા દેખાડી હતી. 2017માં આ રોકેટથી ઉડાન ભરવાની કલ્પના કરવામાં આવી હતી. જો આ નહીં થાય તો માનવામાં આવી રહ્યું છે કે, 2018માં તેની પહેલી ઉડાન હશે, પરંતુ તેમાં પણ વિલંબ થયો છે. કેઝેડ-11 છ ઉપગ્રહોને કક્ષાઓમાં રાખવાનો હતો પરંતુ તે કરવામાં તે નિષ્ફળ રહ્યું. આ પહેલા મેમાં ચીને સ્થાયી અંતરિક્ષ સ્ટેશન સંચાલન માટે પોતાના મહત્વાકાંક્ષી પરિક્ષણને કરવા તથા ચંદ્રમા ઉપર અંતરિક્ષ યાત્રીઓને મોકલવા માટે એક પ્રોટોટાઈપ અંતરિક્ષ યાનમાં લઈજનાર એક નવા રોકેટના સફળ પ્રક્ષેપણની જાહેરાત કરી હતી. માલવાહક રોકેટ લોન્ગ માર્ચ 5મી માનવરહિત અંતરિક્ષ યાન અને વાપસી કેપ્સુલની સાથે દક્ષિણી દ્વિપ હૈનાનના વેન્ચાંગ પ્રક્ષેપણ સ્થળ ઉપરથી લોંચ કરવામાં આવ્યું હતું.

Related posts

ભાજપમાં ભડકાના એંધાણ: વસુંધરાએ નડ્ડાને રોકડુ પરખાવી દીધું, ભાજપ સાથે છું પણ સ્વાભિમાન સાથે કોઈ સમાધાન નહીં કરૂ !

Pravin Makwana

બનાસકાંઠાના કાણોદર હાઇવે પર સીએનજી ગેસની બોટલમાં લીકેજ થતા મચી અફરા તફરી

Nilesh Jethva

રવિવારે 8.5 કરોડ લોકોના ખાતામાં આવશે 17000 કરોડ રૂપિયા, જાણો મોદી સરકારની આ યોજના વિશે

Arohi
Do NOT follow this link or you will be banned from the site!