GSTV

ચીન શસ્ત્રો મુદ્દે અમેરિકા સાથે ઉતર્યું સ્પર્ધામાં, આ આધુનિક ફાઈટર વિમાન કરી રહ્યું છે તૈયાર

ચીન શસ્ત્રોના મામલે અમેરિકા સાથે સ્પર્ધામાં ઉતર્યું છે અને માટે છઠ્ઠી પેઢીનું અતિ આધુનિક ફાઈટર વિમાન તૈયાર કરી રહ્યું છે. જો કે વિમાન વિકસાવવાની બાબતમાં ચીન અમેરિકા કરતાં તો પાછળ જ છે. જગતના મોટા ભાગના દેશો અત્યારે ચોથી અને પાંચમી પેઢીના ફાઈટર વિમાનો વાપરે છે. ભારતે ખરિદ્યાં એ રફાલ ૪.૫ જનરેશનના વિમાનો ગણાય છે. જનરેશનનો અર્થ આધુનિક ટેકનોલોજી એવો થાય છે. નવી નવી ટેકનોલોજી સાથે પેઢી બદલાતી રહે છે.

અમેરિકા પાસે છે દુનિયાનું સૌથી શક્તિશાળી હથિયાર

અમેરિકામાં ટ્રમ્પે કહ્યું હતું કે અમેરિકા પાસે એક એવું હથિયાર છે, જે જગતના ગમે તેવા યુદ્ધનો પળવારમાં અંત લાવી શકે એમ છે. એ જગતનું સૌથી શક્તિશાળી હથિયાર છે અને તેની દુનિયાને કોઈ ખબર નથી. ટ્રમ્પે કહ્યું હતું કે એ હથિયાર વાપરવાનો વખત ન આવે એવી મને આશા છે. જોકે હથિયાર શું છે અને કેવા પ્રકારનું છે, તેની કોઈ જાણકારી ટ્રમ્પે આપી ન હતી.

સોમવારે ભારત-ચીનના લશ્કરી કમાન્ડરોની ચાલી હતી લાંબી બેઠક

ભારત-ચીન વચ્ચે સંઘર્ષ વચ્ચે બન્ને દેશોએ સંયુક્ત રીતે કહ્યું હતું કે અમે સરહદે સૈન્ય સંખ્યા વધારીશું નહીં. સોમવારે ભારત-ચીનના લશ્કરી કમાન્ડરો વચ્ચેની બેઠક પછી બન્ને દેશો આ તબક્કે પહોંચ્યા હતા. જોકે ચીને અગાઉ પણ આવા નિવેદનો કર્યા છે, માટે એ નિવેદનને કેટલું વળગી રહેશે એ અત્યારથી કહી શકાતું નથી. બીજી તરફ ચીનના નિવેદનથી સરહદ પરની ગ્રાઉન્ડ રિયાલિટીમાં કશો ફરક પડવાનો નથી. જે સૈન્ય ખડકાયેલું છે એ રહેશે જ.

અમેરિકા પાસે છે આ આધુનિક વિમાનો

અમેરિકા પાસે સૌથી આધુનિક કહી શકાય એવા પાંચમી પેઢીના બે વિમાનો છે, એફ-૨૨ અને એફ-૩૫. એ પછી અમેરિકા ૬ઠ્ઠી પેઢીનું વિમાન તૈયાર કરી રહ્યું છે અને તેમાં ઘણે અંશે સફળતા મેળવી લીધી છે. ચીન એ બાબતમાં અમેરિકાની પાછળ છે. અમેરિકાની માફક ચીન પણ પોતાના વિમાનવાહક યુદ્ધજહાજોની સંખ્યા વધારીને છ કરવા માંગે છે. અત્યારે ચીન પાસે કાર્યરત હોય એવું એરક્રાફ્ટ કેરિયર એક જ છે.

Related posts

આઇપીએલમાં ટ્વીસ્ટ: બોલર્સના પ્રતાપે બેંગ્લોરને પછાડી સનરાઇઝર્સ હૈદરાબાદે જીતી લીધી મેચ

pratik shah

IPL 2020: જસપ્રિત બુમરાહે જીતી લીધી પર્પલ કેપ, ઓરેન્જ કેપમાં લોકેશ રાહુલ મોખરે

pratik shah

લાહોરની ગલીઓમાં લાગ્યા અભિનંદન અને મોદીના પોસ્ટર, પાક.ગૃહમંત્રીએ આ નેતાને ભારત મોકલી આપવાની શિખામણ આપી

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!