GSTV

ચીનની ડોકલામ બાદ પીઓકેમાં અવળચંડાઈ, વિસ્તારવાદી નીતિ આવી સામે

Last Updated on March 26, 2018 by

ડોકલામ બાદ ચીનની પીઓકેમાં વિસ્તારવાદી નીતિ સામે આવી છે. ચીને પીઓકેમાં આવેલા સૈન્ય ઠેકાણાઓ પાસે સકડનું નિર્માણ શરૂ કર્યું છે.

આ સડક ભારતીય સીમા પાસે બનાવવામાં આવી રહી છે. આમ કરવાથી ચીનની સેના ભારતની સરહદ પર કોઈપણ સમયે પહોંચી શકે છે. આ સડક પીઓકેની શક્સગમ ઘાટી પાસે બનાવવામાં આવી રહી છે. આ વિસ્તાર સિયાચિન પાસે આવેલો છે.

આ વિસ્તારને પાકિસ્તાને ચીનને ભેટમાં આપ્યો છે. જે બાદ ચીને અહીં સડકનું નિર્માણ શરૂ કર્યું છે.  મીડિયા અહેવાલ મુજબ ચીન 35 કિલોમીટરની સડક બનાવી રહ્યુ છે. જેમાથી 21 કિલોમીટરની સડકનું નિર્માણ કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું છે. જ્યારે બાકીની 14 કિલોમીટરની સડકનું નિર્માણ શરૂ છે. ચીનની આ ગતિવિધિ ગુગલ મેપ દ્વારા ધ્યાનમાં આવી છે.

મહત્વનું છે કે ડોકલામ બાદ ચીન પીઓકેમાં અવળચંડાઈ કરી રહ્યું છે. ચીન ડોકલામમાં સડક નિર્માણનું કાર્ય કરી રહ્યું છે. જેનો ભારત સતત વિરોધ કરી રહ્યુ છે. રવિવારે સંરક્ષણ પ્રધાન નિર્મલા સિતારમણે કહ્યું હતું કે, ભારતની સેના ડોકલામમાં ચીનના કોઈપણ પ્રકારના પડકારને પહોંચી વળવા સક્ષમ છે.

Related posts

Corona Effect/ કોરોના પછી બદલાઈ ગયો માતાના દૂધનો કલર, પરિવર્તન જોઈ ચોકી ગઈ મહિલા

Damini Patel

શું તમે અમદાવાદ એરપોર્ટથી મુસાફરી કરવાના છો તો તમારે રાખવું પડશે ખાસ ધ્યાન, એરપોર્ટ 31 મે સુધી દરરોજના 9 કલાક રહેશે બંધ

pratik shah

ચેતવણી/હજુ પહેલા કરતા વધુ ખતરનાક બનશે કોરોના ! એક્સપર્ટનો દાવો- ઓમિક્રોન પછી પણ આવશે નવો વેરિએન્ટ

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!