GSTV
World

Cases
4597471
Active
5744883
Recoverd
521164
Death
INDIA

Cases
227439
Active
379892
Recoverd
18213
Death

ચીને ગુમાવ્યું સ્પેસ લેબ પરથી નિયંત્રણ, માર્ચમાં થશે પૃથ્વી પર ક્રેશ લેન્ડિંગ

ચીની સ્પેસ લેબ Tiangong-1, જેને વર્ષ 2011માં લોન્ચ કરવામાં આવ્યો હતો. જે આ વર્ષે માર્ચમાં પૃથ્વી પર ક્રેશ લેન્ડ કરી શકે છે. સીએનએનની રિપોર્ટ મુજબ આ લેબ પર ચીની વૈજ્ઞાનિકોનું કોઇ નિયંત્રણ રહ્યું નથી તથા નિશ્ચિતપણે એમ પણ કહી શકાય તેમ નથી કે આ લેબ ક્યાં ટૂટી પડશે. આ સ્પેસ લેબની ક્રેશ લેન્ડિંગના સાથે જ ચીનના એ દાવા પર સવાલ ઉઠ્યા છે, જેમાં ચીન ખુદને સ્પેસ સુપર પાવર બતાવે છે.

સ્પેસ એક્સપર્ટ્સના મુજબ આ સ્પેસ લેબના કાટમાળને કોઇ માનવ  પર પડવાની સંભાવના ખુબજ નહીવત છે. તથા આ કોઇ જોખમી બાબત નથી. જુના ઉપગ્રહો અને અન્ય સ્પેસ જંક માટે આ સામાન્ય બાબત છે કે તે પૃથ્વી પર પરત લેન્ડિંગ કરે. આ માટે દરેક વર્ષે સેંકડો ટુકડાઓ સ્પેસમાંથી આવતા હોય છે. તોપણ સ્પેસ લેબ જેવો મોટો ઓબજેક્ટ્સને પૃથ્વી પર અનિયંત્રિત રીતે પડવો જોઇએ નહી.

જ્યાં સુધી સંભવ છે ત્યાં સુધી પૃથ્વીના વાયુમંડળમાં પ્રવેશ કરતા જ સ્પેસ લેબ સળગી ઉઠશે અને તેના મોટો ભાગ સમુદ્રમાં ડૂબી જશે. વૈજ્ઞાનિક જોનેથન મેકડ્વેલના મુજબ સૌથી ખરાબ સ્થિતિ ત્યારે હશે જ્યારે Tiangong-1ની ક્રેશ લેન્ડિગ કોઇ રહેણાક વિસ્તારમાં થાય. જેનાથી થોડું નુંકશા થઇ શકે છે. જોકે ગત 60 વર્ષોમાં સ્પેસ કાટમાળનો આ રીતે પૃથ્વીના વાયુમંડળમાં પ્રવેશ નથી થયો.

Tiangong-1 અથવા સ્વર્ગીય મહલને સપ્ટેમ્બર 2011માં લોન્ચ કરવામાં આવ્યો હતો. 16 માર્ચ 2016ને Tiangong-1ને કામ કરવાનું બંધ કરી દીધું હતું. તેના ઓફલાઇન થયા બાદ 6 મહિના બાદ Tiangong-2 ને કક્ષામાં સ્થાપિત કરવામાં આવ્યો હતો. ચીનનો હેતું વર્ષ 2022 સુધીમાં સ્પેસમાં 20 ટનનું સ્પેસ સ્ટેશન સ્થાપિત કરવાનું છે.

Related posts

NEET-JEE પરીક્ષાઓ મોકૂફ રાખતા GUJCET પર પણ પ્રશ્નાર્થ, હાલ નહિ લેવાય પરીક્ષા?

Bansari

કોરોનાની સારવારને લઈને સરકારે જાહેર કરી નવી ગાઇડલાઇન, ઘટાડ્યો આ દવાનો ડોઝ

Bansari

આરટીઆઇમાં થયો ચોંકાવનારો ખુલાસો, છેલ્લા 6 વર્ષમાં એફસીઆઈના સરકારી ગોડાઉનોમાં સડી ગયું હજારો મેટ્રિક ટન અનાજ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!