GSTV

રશિયામાં 5 મુદ્દાની સંમતિ પર અમલ કરો અથવા યુદ્ધ માટે રહો તૈયાર, ચીને ભારત સામે વ્યક્ત કરી બળતરા

પૂર્વી લદ્દાખ સરહદે ચીની નેતાઓ શાંતિની વાત કરી રહ્યા છે ત્યારે તેના અધિકારીઓ અખબારો મારફતે યુદ્ધની ધમકી આપી રહ્યાં છે. ચીની સૈન્ય ભારતીય ટેંકોને તોડી પાડવાની પ્રેક્ટિસ કરી રહી છે. જો ભારત મોસ્કોમાં વિદેશ પ્રધાનો વચ્ચેના પાંચ મુદ્દાના કરારને લાગુ નહીં કરે તો ચીની સૈન્ય ભારતને યોગ્ય જવાબ આપવા તૈયાર છે.

અધિકારીઓ અને નિષ્ણાંતોના નામે છાપામાં સમાચારો છાપીને ભારતને ધમકી

રાજનાથે સંસદમાં જવાબ આપ્યો ત્યારથી ચીન ધુંઆપુંઆ થઈ ગયું છે. તેના અધિકારીઓ અને નિષ્ણાંતોના નામે છાપામાં સમાચારો છાપીને ભારતને ધમકી આપે છે.

રાજનાથ સિંહના નિવેદન પછી ચીન ગુસ્સામાં

સંસદમાં સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહના નિવેદન પછી ચીન ગુસ્સામાં છે. પીએલએ પેંગોંગ તળાવ નજીક ભારત-ચીન સરહદ પર નિર્ણાયક કાર્યવાહી માટે લશ્કર વધારી રહ્યું છે. ચીની સેનાએ શિયાળાની ઋતુ સુધી તૈયાર રહશે. આમ ચીનનો પ્રચાર મીડિયા ભારતને ધમકાવવા અને માનસિક દબાણ બનાવવા માટે રોકાયેલ છે. હાલની પરિસ્થિતિ 1962 ના વર્ષ જેવી જ છે. ભારત તેના હિતો માટે આંતરરાષ્ટ્રીય સમુદાયની મદદથી ચીન પર દબાણ લાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. ભારતની મોદી સરકાર પણ નહેરુની વ્યૂહરચના પર કામ કરી રહી છે. ચીન-યુએસ તણાવનો લાભ લેવા માંગે છે.

READ ALSO

Related posts

કૉન્ટ્રાક્ટ પર નોકરી કરવાથી હવે વધારે થશે ફાયદો, નવા લેબર કોડમાં કરાઈ છે આ વ્યવસ્થા

Mansi Patel

IPLની પાર્ટીઓમાં પણ થાય છે ડ્રગ્સનો ભરપૂર ઉપયોગ: ક્રિકેટરોની પત્નીઓને મેં રૂબરૂ જોઈ છે, શર્લિન ચોપડાએ મચાવ્યો ખળભળાટ

Mansi Patel

ખુશખબર/ 2 લાખ વિદ્યાર્થીઓ માટે સુપ્રીમે આપ્યો મોટો ચૂકાદો, શૈક્ષણિક વર્ષ નહીં થાય બરબાદ

Karan
Do NOT follow this link or you will be banned from the site!