GSTV

કોરોના વાયરસ મામલે ઓસ્ટ્રેલિયા સામે ચીન આકરા પાણીએ, કડક પગલા લેવાની આપી વોર્નિંગ

Last Updated on April 28, 2020 by

ચીને હવે ઓસ્ટ્રેલિયાને ધમકી આપી છે કે જો તે કોરોના વાયરસ રોગચાળાની તપાસની માંગ કરશે તો તેને ભારે નુકસાન વેઠવું પડી શકે છે. ઓસ્ટ્રેલિયામાં ચીનના રાજદૂતે કહ્યું કે આ પગલાથી ચીની ઓસ્ટ્રેલિયન ચીજોનો બહિષ્કાર કરી શકે છે અને અહીયાની મુસાફરી કરવાનું બંધ કરી શકે છે. ખરેખર, અમેરિકા પછી, ઓસ્ટ્રેલિયાએ કહ્યું હતું કે ચીનના વુહાનથી સમગ્ર વિશ્વમાં ફેલાયેલા કોરોના વાયરસની સ્વતંત્ર તપાસ થવી જોઈએ.

ચાઇનીઝ પ્રવાસીઓ નિશ્ચિતરૂપે બે વાર વિચાર કરશે

ચીનના રાજદૂત ચેંગ જિંગાયે ચેતવણી આપી છે કે કોરોના વાયરસની ઉત્પત્તિની સ્વતંત્ર તપાસની માંગ કરવી એ ખૂબ જ જોખમી પગલું છે. ચીનના રાજદૂતે ઓસ્ટ્રેલિયન ફાઈનેશિયલ રિવ્યૂને આપેલા એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, ઓસ્ટ્રેલિયા જે કરે છે તેનાથી ચીની લોકો નારાજ અને નિરાશ છે. જો પરિસ્થિતિ વધારે ખરાબ થાશે તો લોકો વિચાર છે કે આપણે એવા દેશમાં કેમ જવું જોઈએ કે જેનું ચીન પ્રત્યેનું વલણ મૈત્રીપૂર્ણ નથી. ઓસ્ટ્રેલિયા આવતાં પહેલાં ચાઇનીઝ પ્રવાસીઓ નિશ્ચિતરૂપે બે વાર વિચાર કરશે.

આપણે ઓસ્ટ્રેલિયન વાઇન કેમ પીએ છીએ

ચેંગે કહ્યું, તે સંપૂર્ણપણે લોકો પર નિર્ભર છે. લોકો કદાચ કહેશે કે આપણે ઓસ્ટ્રેલિયન વાઇન કેમ પીએ છીએ અથવા આપણે ઓસ્ટ્રેલિયન બીફ શા માટે ખાઈએ છીએ. ચીની રાજદૂતે એવી ધમકી પણ આપી હતી કે, ઓસ્ટ્રેલિયા યુનિવર્સિટીમાં ચીની વિદ્યાર્થીઓ આવવાનું બંધ કરી દેશે જે સરકારી આવકનું એક મહત્વપૂર્ણ સ્રોત છે. તેમણે કહ્યું, ચીની વાલીઓ વિચારશે કે તેઓ તેમના બાળકોને એવી જગ્યાએ કેમ મોકલશે કે જે મિત્રતા નહી પરંતુ દુશ્મની નિભાવી રહ્યા છે, તેઓ વિચાર કરશે કે આ સ્થાન તેમના બાળકોને મોકલવા માટે શ્રેષ્ઠ છે કે કેમ?

ન અને ઓસ્ટ્રેલિયા સંબંધોમાં તણાવ વધી શકે છે

ચીનના રાજદૂતના આ નિવેદનથી ચીન અને ઓસ્ટ્રેલિયા સંબંધોમાં તણાવ વધી શકે છે. આ નિવેદન એ પણ સાબિત કરે છે કે ચીની રાજદૂત પણ તેમની સામ્યવાદી સરકારના હિતોને આગળ વધારવા માટે આક્રમક વલણ અપનાવવા તૈયાર છે. આ માટે તેઓ ચીનની આર્થિક શક્તિને હથિયાર બનાવતા પાછીપાની કરી રહ્યા નથી. વિશ્લેષકો કહે છે કે કોરોના વાયરસ રોગચાળાની સ્વતંત્ર તપાસમાં એ વાત પણ સામે આવશે કે ચિની શાસકોએ કોરોના રોગચાળા સામે શું પગલા લીધા છે. આનાથી ચીનની કમ્યુનિસ્ટ પાર્ટીની ટીકા માટેનો માર્ગ પણ ખુલી શકે છે.

યુએસની ભાષા બોલવાનો આરોપ

ચેંગે ઓસ્ટ્રેલિયા પર યુએસની ભાષા બોલવાનો આરોપ પણ લગાવ્યો હતો. ચેંગે કહ્યું, કેટલાક લોકો ચીનની સમસ્યાઓ માટે જવાબદાર હોઇ ચીનનું ધ્યાન ભટકાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ બાબતો વોશિંગ્ટન તરફથી આવેલા નિવેદનો સાથે મળી આવે છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ ચીનને ચેતવણી આપી છે કે જો કોરોના વાયરસ રોગચાળામાં ચીન જવાબદાર હશે તો તેના ગંભીર પરિણામો ભોગવવા પડશે. વિશ્વના ઘણા દેશોએ કોરોના વાયરસથી સંબંધિત માહિતી યોગ્ય સમયે ન આપવા માટે ચીનને દોષી ઠેરવ્યું છે.

READ ALSO

Related posts

મોટા સમાચાર: પંજાબ કોંગ્રેસમાં કકળાટ વધ્યો, પ્રદેશ અધ્યક્ષ પદેથી નવજોત સિંહ સિદ્ધુએ આપ્યું રાજીનામું

Pravin Makwana

દિલ્હી હાઈકોર્ટનું તારણ: દિલ્હીમાં જે હિંસા થઈ તે અચાનક નહોતી પણ પૂર્વયોજીત હતી, આરોપીના જામીન માટે થઈ સુનાવણી

Pravin Makwana

ચીનાઓ ભરાયા: પૂર્વોત્તર ભાગમાં આવ્યું વિજળીનું ભારે સંકટ, ફેક્ટરીઓ-મોલ બંધ કરાયા, લોકોને પાણી ગરમ કરવા સુધીની મનાઈ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!