GSTV
World

Cases
4597471
Active
5744883
Recoverd
521164
Death
INDIA

Cases
227439
Active
379892
Recoverd
18213
Death

ચીને ફરી તાઈવાન પર આપી હુમલાની ધમકી, કહ્યુ-બળજબરીથી કરી લઈશું કબ્જો

કોરોના કાળમાં પણ ચીનની અવળચંડાઈઓ ચાલુ જ છે. ભારત સાથેની સરહદ પર ઘૂસણખોરી કરનાર ચીને હવે તાઈવાનને ધમકી આપીને કહ્યુ છે કે, તાઈવાન પર બળજબરીથી કબ્જો કરી લઈશું. ચીની સેનાના એક વરિષ્ઠ અધિકારી જનરલ લી જુઓચેંગે કહ્યુ છે કે, તાઈવાન પર લશ્કરી કાર્યવાહી માટે ચીને તૈયાર રહેવુ પડશે. આ સિવાય બીજો કોઈ રસ્તો નથી જેનાથી તાઈવાનને સ્વતંત્ર થતુ રોકી શકાય.

ચીન હંમેશા આ દેશોને ધમકાવે છે

ચીન તાઈવાનને પોતાનો હિસ્સો માને છે જ્યારે તાઈવાન પોતે સ્વતંત્ર દેશ હોવાનો દાવો કરે છે. જ્યાં જ્યાં કોઈ દેશ તાઈવાનને સમર્થન આપે છે તે દેશને ચીન હંમેશા ધમકાવતુ રહે છે. આ અધિકારીએ વધુમાં કહ્યુ હતુ કે, જો શાંતિપૂર્ણ રીતે તાઈવાનને ચીનમાં ભેળવવાની શક્યતાઓ ખતમ થઈ જતી હોય તો સૈન્ય કાર્યવાહી જ એકમાત્ર વિકલ્પ છે અને તાઈવાનની જનતા પણ ચીનનો સાથ આપશે. ચીનમાં અલગાવવાદ  માટે કોઈ જગ્યા નથી.

1949થી ચાલું છે ગજગ્રાહ

ચીન અને તાઈવાન વચ્ચેનો ગજગ્રાહ 1949થી ચાલ્યો આવે છે.જ્યારે માઓત્સે તુંગના નેતૃત્વમાં કોમ્યુનિસ્ટ પાર્ટીએ તે સમયના ચીનના શાસક ચિયાંગ કાઈ શેકની સરકારને ઉથલાવી દીધી હતી અને એ પછી કાઈ શેકે તાઈવાન ટાપુ પર નવી સરકાર બનાવી હતી. તે સમયે કોમ્યુનિસ્ટ પાર્ટી પાસે એટલી મજબૂત નૌ સેના નહોતી. એટલે માઓએ ટાપુ પર અધિકાર જમાવવાનુ જોખમ લીધુ નહોતુ. જોકે ત્યારથી તાઈવાન પોતાને અલગ દેશ ગણાવે છે પણ ચીને તેને પોતાનો જ હિસ્સો માને છે.

READ ALSO

Related posts

કોરોના દર્દીઓ માટે કેન્દ્રની ગાઇડલાઇન જાહેર, આવા દર્દીઓને નહીં મળે હોમ આઇસોલેશનની મંજૂરી

Bansari

ચીની ઘુસણખોરી પર લદ્દાખના લોકો સરકારને કરી રહ્યા છે એલર્ટ! નજર અંદાજ કરવું પડી શકે છે ભારે: રાહુલ ગાંધી

Arohi

ગુજરાતમાં એકસાથે 34 PI અને 50થી વધુ PSIની બદલીના આદેશ, પોલીસ વડા શિવાનંદ ઝાના મોટા નિર્ણયથી પોલીસબેડામાં ખળભળાટ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!