GSTV

ચીનની ભારતને ખુલ્લી ધમકી, દિલ્હીને ખબર છે કે જો યુદ્ધ થશે તો હાલત 1962ના યુદ્ધ કરતાં પણ ખરાબ થશે

ચીન

Last Updated on June 23, 2020 by Arohi

લદ્દાખમાં ગાલવાન ઘાટી ખાતે થયેલી હિંસક અથડામણ બાદ ભારતે એક્ચ્યુઅલ લાઈન ઓફ કંટ્રોલ (LAC) ખાતે સુરક્ષા વધારી દીધી છે જેથી ચીન વધુ ખંધાઈ પર ઉતરી આવ્યું છે. ચીનના સરકારી સમાચાર પત્રએ ધમકીભર્યા સૂરમાં લખ્યું હતું કે, ‘ભારત જાણે છે કે ચીન સાથેનું યુદ્ધ જીતી નહીં શકાય કારણ કે દિલ્હીને ખબર છે કે જો યુદ્ધ થશે તો તેની હાલત 1962ના યુદ્ધ કરતા પણ ખરાબ થશે.’

ચીન

ભારતમાં ચીન વિરૂદ્ધ રાષ્ટ્રવાદ અને દુશ્મનાવટ ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે

સમાચાર પત્રમાં એક ચીની નિષ્ણાતના હવાલાથી લખવામાં આવ્યું હતું કે, ગાલવાન ઘાટીમાં સરહદી સંઘર્ષ બાદ ભારતમાં ચીન વિરૂદ્ધ રાષ્ટ્રવાદ અને દુશ્મનાવટ ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે. ચીની નિષ્ણાંતો ઉપરાંત ભારતમાં પણ કેટલાક લોકોએ નવી દિલ્હીએ ઘરમાં રાષ્ટ્રવાદની આગ શાંત પાડવી જોઈએ તેમ કહ્યું હતું.

ચીન

ચીનના સરકારી સમાચાર પત્રના માધ્યમથી એક ચીની નિષ્ણાંતે કહ્યું કે, જો ભારત ચીનવિરોધી લાગણીને નિયંત્રિત નહીં કરી શકે અને જો નવેસરથી યુદ્ધ થશે તો ચીન સાથેના 1962ના સરહદ વિવાદ બાદ આ વખતે ભારત વધુ અપમાનિત થશે.

પીએમ મોદીએ સશસ્ત્ર દળોને એક્શન લેવાની આપી આઝાદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની સરકારે સશસ્ત્ર દળોને તમામ આવશ્યક એક્શન લેવાની સંપૂર્ણ આઝાદી આપી છે તેમ કહ્યું હતું. જો કે સાથે જ તેઓ તણાવ ઘટાડવા માટેના પ્રયત્નો કરતા પણ જોવા મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે ગત સપ્તાહે થયેલી હિંસક અથડામણમાં 20 ભારતીય જવાનો શહીદ થયા હતા. તે સમયે ગાલવાન ઘાટીમાં વાસ્તવિક નિયંત્રણ રેખા ખાતે ચીની પક્ષના 70થી વધુ સૈનિકો ઘાયલ થયા હતા. ચીની સુપરવાઈઝર્સે જણાવ્યું કે, ‘મોદી રાષ્ટ્રવાદીઓ અને કટ્ટરપંથીઓ સાથે ચર્ચા કરવા પ્રયત્ન કરી રહ્યા છે પરંતુ તેઓ સમજે છે કે તેમનો દેશ ચીન સાથે વધુ સંઘર્ષ નહીં કરી શકે. આ કારણે તેઓ તણાવ ઘટાડવા પ્રયત્નો કરી રહ્યા છે.’

શાંઘાઈ ખાતેની ફુડન યુનિવર્સિટીના દક્ષિણ એશિયન અધ્યયન કેન્દ્રના પ્રોફેસર લિન મિનવાંગે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવેદનથી સરહદ પર તણાવ ઘટાડવા ભારે મોટી મદદ મળશે કારણ કે વડાપ્રધાન તરીકે તેમણે ચીન પર નિશાન સાધનારા કટ્ટરપંથીઓને બાજુમાં કરી દીધેલા છે.

Read Also

Related posts

વિવાદાસ્પદ રેટ્રોસ્પેક્ટિવ ટેક્સ કાયદો ખતમ કરવાનો નિર્ણય, બિલને કેબિનેટની મંજૂરી

Damini Patel

ક્યારે ઉકેલાશે ભારત-ચીન સરહદ વિવાદ? બોર્ડર પર ડ્રેગનના અવાર નવાર અટકચાળા

Zainul Ansari

ભારતીય ઓલિમ્પિક ખેલાડીના ગરીબ માતા -પિતા પણ હવે જોઈ શકશે મેચ, સરકારે ઝૂંપડામાં લગાવડાવ્યું સ્માર્ટ ટીવી

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!