GSTV

ચીને ટેસ્ટિંગ માટે એક નવા અત્યાધુનિક સેટેલાઈટને કર્યો લોન્ચ, સ્પેસ સેક્ટરમાં બનવા માંગે છે નંબર વન? આખરે શું છે ઈરાદો?

Last Updated on November 25, 2021 by pratik shah

ચીને (China) ગુરુવારે પરીક્ષણ માટે એક નવા સેટેલાઈટને સફળતાપૂર્વક લોન્ચ કર્યો. ચીનના સરકારી મીડિયાના અનુસાર, ‘શિયાન-11’ સેટેલાઈટને અંદરના મંગોલિયાના ગોબી રણમાં આવેલા જિયુક્વાન ‘સેટેલાઇટ લૉન્ચ સેન્ટર’, કુઆઇઝોઉ-1એ કેરિયર રોકેટKuaizhou-1A carrier rocket) થી લોન્ચ કરવામાં આવ્યો હતો. હાલના ટૂંકાગાળામાં ચીને અવકાશ ક્ષેત્રમાં નંબર વન બનવા માટે ઘણું સારું લોન્ચ કર્યું છે. આમાં સૌથી મહત્વપૂર્ણ ચીની સ્પેસ સ્ટેશનના નિર્માણ માટેનું લોન્ચિંગ છે.

(China)ચાઇના ગ્લોબલ ટેલિવિઝન નેટવર્ક (CGTN)ના સમાચાર અનુસાર, સેટેલાઈટ તેની પૂર્વનિર્ધારિત ભ્રમણકક્ષામાં પ્રવેશી ગયો છે. ‘શિયાન-11’ને પરીક્ષણ માટે બનાવવામાં આવ્યું છે, પરંતુ સેટેલાઇટના નવીનતમ મિશનના હેતુ અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટ માહિતી આપવામાં આવી નથી. શિજિઆન (Shijian) નામના ચીની સેટેલાઈટની બીજી શ્રેણી છે, જેનો ઉપયોગ ટેક્નોલોજી વેરિફિકેશન માટે થાય છે. આ પહેલા ઓક્ટોબરમાં ‘Shijian-21’ લોન્ચ કરવામાં આવી હતી. Kuaizhou-1A કેરિયર રોકેટનો ઉપયોગ ઉપગ્રહોને ઉચ્ચ ઝડપે અવકાશમાં લોન્ચ કરવા માટે કરી શકાય છે.

READ ALSO

Related posts

ઈતિહાસ / 1885થી અત્યાર સુધી 64 એવી ઘટના બની જ્યારે કોંગ્રેસમાંથી અલગ થઈ નેતાઓએ બનાવ્યો પોતાનો અલગ પક્ષ, ઈન્દિરા ગાંધીએ પણ બે વખત છોડ્યો ‘હાથ’

Zainul Ansari

ગીર સોમનાથ / સફેદ માખીના રોગ સામે મળશે રક્ષણ: સુત્રપાડાના ખેડૂતે શોધ્યો રામબાણ ઈલાજ, નાળિયેરના ઉત્પાદનમાં પણ થશે વધારો

Zainul Ansari

ભારતીય રિઝર્વ બેન્કની નાણાકીય નીતિ સમિતિની બેઠકમાં દરોમાં થશે ફેરફાર? શું સામાન્ય નાગરીકોને થશે લાભ!

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!