GSTV

ચીની જાસૂસોના નિશાને ભારત : ટેલિકોમ સહિત અનેક સેક્ટરને કર્યા ટાર્ગેટ, ટેકનોલોજીના સહારે ચીનનો પીઠ પાછળ વાર

Last Updated on June 18, 2021 by Dhruv Brahmbhatt

ભારતની વિરૂદ્ધ સતત ષડયંત્ર રચનારૂ ચીન પોતાની હરકતો છોડવા તૈયાર નથી. ફરી એકવાર તેની મેલી મુરાદનો પર્દાફાશ થયો છે.
ચીનની સેનાએ ભારતી ટેલીકોમ કંપનીઓ, સરકારી એજન્સીઓ અને ઘણા રક્ષા કોન્ટ્રેક્ટર્સને નિશાન બનાવ્યા છે. એક સાઇબર થ્રેટ્સ ઇન્ટેલિજન્સ કંપનીએ આ જાણકારી આપી છે.

china

અમેરિકાના એક રિપોર્ટમાં ચીનના જાસૂસી ઓપરેશન્સના પુરાવા

અમેરિકાના એક રિપોર્ટમાં ચીનના જાસૂસી ઓપરેશન્સના પુરાવા છે. જેમાં કહેવામાં આવ્યું છે કે ચીનનું આ અભિયાન પીપલ્સ લિબ્રેશન આર્મીના એક વિશિષ્ટ એકમ સાથે જોડાયેલું હતું.

અમેરિકાના મુખ્યાલય હેઠળ આવતા રેકોર્ડેડ ફ્યુચર તરફથી તારણ રજૂ કરવામાં આવ્યું હતું. જેણે ચાલુ વર્ષની શરૂઆતમાં વીજળી અને બંદર ક્ષેત્રોમાં ભારતના મહત્વપૂર્ણ માળખાને ટાર્ગેટ કરનારા ચીની સાઇબર સંચાલનના પુરાવાની જાણકારી આપી હતી.

માર્ચમાં ઉજાગર થયેલા આ યુનિટને રેડ્ડકો કહેવામાં આવ્યો. જ્યારે નવા જૂથની ઓળખ રેડફોક્સટ્રોટ તરીકે કરવામાં આવી છે. રિકોર્ડેડ ફ્યૂચરના ઇન્સિક્ટ ગ્રુપે આ શંકાસ્પદની ચીની સરકારના પ્રાયોજીત ગ્રુપ તરીકે ઓળખ કરી છે. તેને રેડફોક્સટ્રોટ તરીકે ચિહ્નિત કરવામાં આવી રહ્યું છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

UP Assembly Election: પરફોર્મન્સ રિપોર્ટ સારો હશે તો જ લડી શકાશે ચૂંટણી, 35 ટકા ધારાસભ્યોની ટિકિટ કાપી શકે છે ભાજપ

Vishvesh Dave

કોરોના મહામારી / શહેરી અને ગ્રામ્ય બેરોજગારી દરમાં થયો વધારો, ત્રીજી લહેરની આશંકાએ લોકોમાં વધ્યો ડર

Zainul Ansari

ઉદારીકરણના 30 વર્ષ / તત્કાલિન નાણા પ્રધાન મનમોહન સિંહ સામે હતા ઘણા પ્રકારો, જાણો 1991 પછીથી કેવી રીતે બદલાઇ ગયું ભારતનું અર્થતંત્ર

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!