GSTV

ફીજીમાં ચીને તાઈવાનના રાજદૂત પર હુમલો કરતાં થયા જખ્મી, ચીનની દાદાગીરીથી તણાવ ચરમસીમાએ પહોંચ્યો

તાઇવાન અને ચીનના રાજદૂત વચ્ચે થયેલી અથડામણને પગલે બંને દેશો વચ્ચે તણાવ વધુ વધી ગયો છે. તાઇવાનનો આરોપ છે કે બંને રાજદૂત ફીજીમાં તેમના ‘રાષ્ટ્રીય દિવસ’ કાર્યક્રમની ઈવેન્ટમાં લડાઈ થઈ હતી. જેમાં તેમના રાજદૂતને ભારે ઈજાઓ પહોંચી હતી. તાઇવાન વતી કહેવામાં આવ્યું છે કે ચીની રાજદૂત તેમના રાષ્ટ્રીય દિવસના કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનોની તસવીરો લઈ રહ્યા હતા. ચીને ભારતીય મીડિયાને પણ ધમકી આપી હતી કે તે તાઇવાનના રાષ્ટ્રીય દિવસને સેલિબ્રેટ ના કરે. તાઈવાન વન નેશન, ટુ સ્ટેટ હેઠળ ચીનનો એક ભાગ છે.

ચીન વારંવાર તાઇવાનને લશ્કરી રીતે પોતાનામાં મર્જ કરવાની ધમકી

ચીને એવો પણ દાવો કર્યો છે કે આ અથડામણમાં તેના અધિકારીને પણ ઇજાઓ પહોંચી છે અને ફીજી પોલીસને પણ આ મામલાની તપાસ કરવા જણાવ્યું છે. ચીન તાઇવાનને તેનો એક પ્રાંત માને છે, જ્યારે તાઇવાનના નેતાઓ તેને સાર્વભૌમત્વ ગણાવે છે. તાઇવાન અને ચીનના સંબંધો પહેલાથી જ તણાવયુક્ત રહ્યા છે. ચીન વારંવાર તાઇવાનને લશ્કરી રીતે પોતાનામાં મર્જ કરવાની ધમકી આપે છે. બીજી તરફ અમેરિકા તાઇવાનને નૈતિક ટેકો આપે છે, જો કે અમેરિકાએ હજી સુધી સૈન્ય સમર્થન આપવાની તેની નીતિ સ્પષ્ટ કરી નથી.

રાજદૂતને માથામાં ઈજા થઈ હતી અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા

આ નવો વિવાદ 8 ઓક્ટોબરનો છે જેમાં ફીજીમાં તાઇવાનના કમર્શિયલ ઓફિસે ગ્રાન્ડ પેસિફિક હોટેલમાં 100 મહેમાનોને એક કાર્યક્રમમાં આમંત્રિત કર્યા હતા. તાઇવાનના વિદેશ મંત્રાલયે દાવો કર્યો છે કે ચીની અધિકારીએ આ કાર્યક્રમમાં ફોટોગ્રાફ્સ લેવાનું શરૂ કર્યું હતું અને આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનો વિશેની માહિતી એકઠી કરવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે તાઇવાનના રાજદૂતે ચીની અધિકારીને વિદાય લેવાનું કહ્યું ત્યારે અથડામણ- હાથાપાઈ શરૂ થઈ. તાઇવાનના વિદેશ મંત્રાલય દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે રાજદૂતને માથામાં ઈજા થઈ હતી અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

ફીજીમાં ચીની દૂતાવાસની કાર્યવાહીની સખત નિંદા કરીએ છીએ

તાઇવાન વિદેશ મંત્રાલયના પ્રવક્તા જોન ઓઉ એ કહ્યું, અમે ફીજીમાં ચીની દૂતાવાસની કાર્યવાહીની સખત નિંદા કરીએ છીએ. ચીની દૂતાવાસે નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું અને સામાન્ય આચારસંહિતાનું પણ પાલન કર્યું ન હતું.

કાર્યક્રમ સ્થળની બહારના જાહેર વિસ્તારમાં ઓફિશ્યલ ડ્યુટી કરી રહ્યા હતા

તે જ સમયે, ચીને સમગ્ર ઘટનાક્રમનું અલગ જ વિવરણ કર્યું છે. ફીજીમાં ચીની દૂતાવાસે કહ્યું કે તેના અધિકારીઓ કાર્યક્રમ સ્થળની બહારના જાહેર વિસ્તારમાં ઓફિશ્યલ ડ્યુટી કરી રહ્યા હતા. ચીને તાઇવાન અધિકારીઓ પર ઉશ્કેરણીજનક કાર્યવાહીનો આરોપ લગાવ્યો છે અને કહ્યું છે કે આ અથડામણમાં એક ચીની રાજદૂત ઘાયલ થયો છે.

કેક પર તાઇવાનનો ધ્વજ બનાવવામાં આવ્યો હતો

ચીનના વિદેશ મંત્રાલયે સોમવારે એક બ્રીફિંગમાં કહ્યું હતું કે તેમના અધિકારીઓને તે સ્થળની અંદર શું થઈ રહ્યું છે તે ખબર નથી. ખરેખર, તાઇવાનના રાષ્ટ્રીય દિવસની ઉજવણી માટે હોટલની અંદર કેક કાપવામાં આવી રહ્યો હતો. કેક પર તાઇવાનનો ધ્વજ બનાવવામાં આવ્યો હતો. ચીન તાઇવાનના ધ્વજને માન્યતા આપતું નથી કારણ કે તે તાઇવાનને દેશ માનતો નથી. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઝાઓ લિજિયાને જણાવ્યું હતું કે, ઘટના સ્થળે બનાવટી ધ્વજ બતાવવામાં આવી રહ્યો હતો, આ બનાવટી ધ્વજ પણ કેક પર કોતરવામાં આવ્યો હતો. જોકે, ફીજીની પોલીસે હજુ સુધી આ કેસની તપાસ અંગે કોઈ ટિપ્પણી કરી નથી.

તાઇવાનને સત્તાવાર રીતે ફક્ત કેટલાક દેશો દ્વારા માન્યતા આપવામાં આવી

ચીન તાઇવાનને ઘણા વૈશ્વિક જૂથોમાં જોડાવા અથવા આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ પ્રવૃત્તિમાં ભાગ લેતા અટકાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. પેસિફિક વિસ્તારમાં પણ બંને સર્વોચ્ચતાની લડાઈ લડતા રહે છે. તાઇવાનને સત્તાવાર રીતે ફક્ત કેટલાક દેશો દ્વારા માન્યતા આપવામાં આવી છે, પરંતુ તેની લોકશાહી સરકાર ઘણા દેશો સાથે મજબૂત વ્યાપારી અને બિનસત્તાવાર સંબંધો ધરાવે છે. ચીનને હંમેશાં આ ડર રહે છે કે તાઇવાન તેના હાથમાંથી નીકળી જશે.

READ ALSO

Related posts

સોનાક્ષી સિંહાએ સમૂદ્રમાં ડાઇવ લગાવી અને માછલીઓ સાથે તરવા લાગી

Pravin Makwana

દક્ષિણ ગુજરાતમાં ગુજસીટોક હેઠળ પ્રથમ કેસ આસીફ ટામેટા ગેંગ સામે સુરત ક્રાઇમ બ્રાન્ચમાં નોંધાયો

Nilesh Jethva

પીએમની મુલાકાત બાદ સીરમ ઈન્સ્ટીટ્યૂટના સીઈઓનું મોટુ નિવેદન, કોવિશીલ્ડના ઇમરજન્સી ઉપયોગ માટે વહેલી તકે શરૂ થશે પ્રક્રિયા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!