GSTV

ચાઇના તાઈવાન વિવાદ / 1683થી દેશો વચ્ચે ચાલી રહ્યો છે સંઘર્ષ, જાપાનના શાસન બાદ વધુ વકર્યો હતો સત્તાનો મુદ્દો

Last Updated on October 3, 2021 by Pritesh Mehta

ચીન અને તાઈવાન વચ્ચે સૌથી મોટો વિવાદ પોતાની ઓળખને લઈને છે. ચીન તાઈવાનને પોતાનું અભિન્ન અંગ માને છે. તો તેનો વિરોધ હમેશા તાઈવાન કરતું આવ્યુ છે. ત્યારે તાઈવાન અને ચીન વચ્ચે વિવાદ ક્યારે ચાલુ થયો તે અંગે જોઈએ જીએસટીવીનો વિશેષ અહેવાલ.

તાઈવાન

તાઈવાન 1642થી 1661 સુધી નેધરલેન્ડની કોલોની હતું. જે બાદ ચિંગ રાજવંશે 1683થી 1896 સુધી તાઈવાન પર શાસન કર્યુ હતુ. 1985માં ચીનને મળેલી હાર બાદ તાઈવાન જાપાનના ભાગે ગયું હતુ. બીજા વિશ્વ યુદ્ઘ બાદ જાપાને મળેલી હાર બાદ અમેરિકા અને બ્રિટને તાઈવાનને ચીનને સોંપી દેવાનું નક્કી કર્યુ. આ સમયે ચીનમાં મિલિટ્રી કમાન્ડર ચૈંગ કાઈ શેકનું નિયંત્રણ હતુ. જોકે, ચૈંગને કોમ્યુનિસ્ટોની મજબૂત પકડ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. જે બાદ ચૈંગ અને તેના સહયોગી ચીનમાંથી ભાગી તાઈવાન ગયા હતા. અને ઘણાં વર્ષો સુધી તાઈવાન પર ચૈંગનું પ્રભુત્વ રહ્યુ હતુ. ઘણાં વર્ષો સુધી ચીન અને તાઈવાન વચ્ચેના સંબંધમાં કડવાશ આવ્યા બાદ 1980માં બન્ને દેશ વચ્ચે મધુર સંબંધની શરૂઆત થઈ હતી.

ચીને વન કન્ટ્રી ટૂ સિસ્ટમ હેઠળ તાઈવાન સામે ચીનનો હિસ્સો બનવાનો પ્રસ્તાવ મુક્યો. પરંતુ 2000માં ચેન શવાય બિયાન તાઈવાનના રાષ્ટ્રપતિ બનતા ચીનના પેટમાં તેલ રેડાયું હતુ. ચેન શવાય બિયાને જાહેરમાં તાઈવાનની સ્વતંત્રતાનું સમર્થન કર્યુ. અને આ વાત ચીનને ન ગમી.  જે બાદ ચીન અને તાઈવાનના સંબંધ ફરીવાર નેવે મુકાઈ ગયા. અમેરિકાને તાઈવાનનું નજીકનું સાથી માનવામાં આવે છે.  1979 બાદથી અમેરિકા અને તાઈવાન વચ્ચેના સંબંધ ઘનિષ્ઠ રહ્યા છે. અમેરિકન કોંગ્રેસે તાઈવાન રિલેશન એક્ટ પાસ કરી અમેરિકાએ તાઈવાનને સૈન્ય હથિયાર આપવાનું નક્કી કર્યુ.  તાઈવાન રિલેશન એક્ટ હેઠળ ચીન તાઇવાન પર હુમલો કરે તો અમેરિકા તાઈવાન સાથે મજબૂતાઈ સાથે ઊભું રહેશે.

ચીન અને તાઈવાન વચ્ચે સૌથી મોટો વિવાદ પોતાની ઓળખને લઈને છે. ચીન તાઈવાનને પોતાનું અભિન્ન અંગ માને છે. તો તેનો વિરોધ હમેશા તાઈવાન કરતું આવ્યુ છે. 2012માં ચીનની સત્તામાં પરિવર્તન આવ્યુ. જે બાદ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે હોંગકોંગ, તિબ્બત, શિનજિયાંગ અને તાઈવાન સહિતના વિસ્તારમાં કડક રાષ્ટ્રવાદી વલણ અપનાવ્યું. 2016માં તાઈવાનના રાષ્ટ્રપતિ તરીકે  સાઈ ઈંગ-વેન ચૂંટાયા અને ફરીવાર ચીન અને તાઈવાનના સંબંધમાં તિરાડ પડી હતી. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે 1992ની સમજૂતી માટે સાઈ ઈંગ-વેન પર દબાણ વધારવાની કોશિશ કરી હતી. જોકે, તાઈવાને 1992ની સમજૂતીને માનવા ઇનકાર કર્યો. તાઈવાનના નિર્ણય બાદ ચીને તાઈવાન પર કેટલાક પ્રતિબંધ લાગુ કર્યા.  ચીને તાઈવાન સાથે જોડાયેલી તમામ ફ્લાઈટ પણ બંધ કરી હતી. ચીને તાઈવાન પર દબાણ વધારવા માટે કુટનિતિનો ઉપયોગ કર્યો. તેમ છતાં તાઈવાને દુનિયાના અનેક દેશો સાથે પોતાના રાજનીતિક સંબંધોને વધારે મજબૂત કર્યા છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચાર મેળવવા માટે અમારી Android App ડાઉનલોડ કરો…

MUST READ:

Related posts

Home Remedies/ તમને પણ થાય છે જમ્યા પછી પેટ ફૂલવાનું સમસ્યા ? અપનાઓ આ ઘરેલુ નુસ્ખા

Damini Patel

અરબ સાગરના ખજાના પર ચીન અને પાકિસ્તાનની મેલી નજર, શોધ કરતા કરતા ગુજરાતના તટ સુધી આવી ગયા, સર્વે શરૂ કર્યો

Pravin Makwana

GST Collection: નવેમ્બરની તુલનામાં તો GST કલેક્શને ઓક્ટોબરનો તોડ્યો રેકોર્ડ, 1.31 લાખ કરોડ રૂપિયાને પાર: મોદી સરકારની તિજોરી તો છલકાઈ…

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!