GSTV
News Trending World

ચીને નોતરી અવકાશી આફત : પૃથ્વી ૫ર ૫ડશે ભારેખમ સ્પેશસ્ટેશન

ચીન વિશ્વના શક્તિશાળી, સંપન્ન અને અવકાશ સુધી પહોંચ ધરાવતા દેશોમાં સામેલ છે. જોકે આજે અવકાશ ક્ષેત્રે સંપન્ન ચીન ગણથરીના દિવસેમાં પૃથ્વી પર અવકાશી આફત લઈને આવશે. તેવી વિશ્વના વૈજ્ઞાનિકોએ ચેતવણી ઉચ્ચારી છે. ત્યારે શું છે ચીનની અવકાશી આફત જોઈએ આ અહેવાલ.

ડ્રેગન દેશ ચીનનું સ્પેસ સ્ટેશન આગામી દિવસોમાં પૃથ્વીના ચોક્કસ વિસ્તાર પર ભારે નુકશાન નોતરે તેવી સંભાવના જોવામાં આવી રહી છે..વર્ષ 2011 માં ચીન દ્વારા તિયાનગોન્ગ -૧ નામનું આ સ્પેસ સ્ટેશન અવકાશમાં મોકલવામાં આવ્યુ હતુ.જે બેકાબુ બનતા આ સપ્તાહમાં તૂટી પડે તેવી સંભાવના વ્યક્ત કરી છે.

એવી પણ ચર્ચાઓ છેકે તેમ ટાઈટેનિયમથી બનેલી ફ્લૂઅલ ટેન્ક હોય તો જેમાં ઝેરીલુ રસાયણ હશે..આથી તે જે સ્થળે તૂટી પડશે ત્યાં ભારે નુકશાન નોતરશે. આ  સ્પેસ સ્ટેશન વર્ષ 2016માં એક ઓરબિટ સાથે અથડાયુ અને બાદમાં તેણે સ્પેસ એજન્સી સાથે સંપર્ક ગુમાવી દીધો..જે 18 હજાર માઈલ પ્રતિ કલાકની ઝડપે પૃથ્વી તરફ આવી રહ્યુ છે.

આ સ્પેસ સ્ટેશનને લઈને માહિતી શેર કરતુ ન હોવાનો પણ ચીન પર આરોપ લાગ્યો છે. આ સ્પેસ સ્ટેશનનો ૬૦ થી ૭૦ ટકા ભાગ પૃથ્વીના વાતાવરણના ઘર્ષણબળના કારણે બળીને ખાખ થઇ જશે. તેમ છતાં ૧૦ થી માંડીને ૩૦ ટકા જેટલો ભાગ પૃથ્વી પર પડે તેવી શકયતા પણ છે. ત્યારે આ સ્પેસ શટલ પૃથ્વી પર કયા સ્થળે તૂટી પડે છે..અને નુકશાન નોતરે છે. તે જોવુ રહ્યું.

Related posts

જે ઉંમરે બાળકો રમે છે, મારું બાળક ઈન્જેક્શન ગણતું હતું, કેન્સરના દર્દીની હાલત સાંભળીને અમિતાભ થઈ ગયા ભાવુક

Kaushal Pancholi

ભારત જાતીય સમાનતાના મામલમાં પાછળ, યુએનની રિપોર્ટમાં થયો આ ખુલાસો

Akib Chhipa

કતારની ટીકા યુરોપિયન દેશોની બેવડી નીતિ, ખાડી દેશના લોકોએ કર્યો બચાવ

Akib Chhipa
GSTV