GSTV

ભારત સાથેની વાટાઘાટો વચ્ચે ચીને પોતાના સૈનિકો માટે હજારો ટન સામાન ભરેલી સેંકડો ટ્રકો લદ્દાખ બોર્ડર મોકલી

લદ્દાખ બોર્ડર ભારત સાથેના તણાવની વચ્ચે ચીને આકરો શિયાળામાં પણ અડિંગો જમાવી રાખવાની તૈયારી કરી લીધી હોય તેમ લાગે છે. ચીને પોતાના સૈનિકો માટે હજારો ટન સામાન ભરેલી સેંકડો ટ્રકોને લદ્દાખ બોર્ડર પર મોકલ્યા છે. ચીનના સરકારી ટીવી ચેનલે કહ્યુ હતુ કે, સેંકડોની સંખ્યામાં ટ્રકો દિવસ રાત સફર કરીને પૂર્વ લદ્દાખ પહોંચ્યા છે. જે પ્રકારના ફૂટેજ ચેનલે બતાવ્યા છે તે જોતા લાગે છે કે, ચીને શિયાળામાં પણ અહીંયા જ ભારત સામે મોરચો માંડી રાખવાની તૈયારી પૂરી કરી લીધી છે. ચેનલનુ કહેવુ છે કે, પૂરતા પૂરવઠા બાદ હવે ચીની સૈનિકોને શિયાળામાં પણ કોઈ વાંધો નહી આવે.

ચીનનો સામાન એવા રુટ પરથી લદ્દાખ પહોંચ્યો છે જ્યાં ઓક્સિજન ઓછો હોય છે અને ભેખડો ધસી પડવાનો પણ ખતરો રહેતો હોય છે. પૂર્વી લદ્દાખમાં જ્યાં ભારત અને ચીનના સૈનિકો આમને સામને છે ત્યાં શિયાળામાં તાપમાનનો પારો ગગડીને માઈનસ 30 પર જતો રહેતો હોય છે. ચીન અને ભારત વચ્ચે વાટાઘાટો પછી પણ તનાવ ઓછો કરવા માટે ઉકેલ આવતો નજરે પડતો નથી. ચીન વાતચીત તો કરી રહ્યુ છે પણ સાથે સાથે ભારત સાથે દગો કરવા માટે પણ તૈયાર હોય તેમ લાગે છે. કારણકે અક્સાઈ ચીનમાં તેણે છેલ્લા એક મહિનામાં મોટા પાયે સૈનિકોનો જમાવડો કર્યો છે. રસ્તાનુ નિર્માણ કરી રહ્યુ છે અને તેણે પેંગોગ લેક પર ફિંગર 6 થી ફિંગર 8 તરફ જતો રસ્તો પણ પહોળો કર્યો છે. જેથી ચીની સેનાને ઝડપથી મોરચા પર મોકલી શકાય.

Related posts

નવી શોધ/ કોરોના વાઈરસ ઈન્ફેક્શનથી બચવા આ વસ્તુનો થઈ શકે છે ઉપયોગ, ગુજરાતમાં પીવા પર છે પ્રતિબંધ

Ali Asgar Devjani

ખેડબ્રહ્માના કોંગી ધારાસભ્યની અટકાયત થતા રોષ, આદિવાસી સમાજે આપી હાઇવે બ્લોક કરવાની ચીમકી

Pritesh Mehta

IND vs AUS: મેચના ચોથા દિવસે જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ સિરાજ આમ મળ્યા ગળે, જાણો શું હતું કારણ…

Ali Asgar Devjani
Do NOT follow this link or you will be banned from the site!