GSTV

ચીનનો બોયકોટ પણ જાણો એક જ વર્ષમાં ભારતીયોએ આટલા કરોડના તો માત્ર ખરીદ્યા છે ચીની મોબાઈલ

મોબાઇલ

Last Updated on June 23, 2020 by Karan

એક તરફ ભારત અને ચીની વચ્ચે સંબંધ ખરાબ થઈ રહ્યા છે, તો બીજી તરફ ચીનના જે આંકડાઓ સામે આવી રહ્યા છે તે હેરાના કરી દે તેવા છે. આંકડાઓ દર્શાવે છે કે, વર્ષ 2019માં જ ચીને ભારતને લગભગ 1.4 લાખ કરોડ રૂપિયાનો ઈલેક્ટ્રોનિક્સ સામાન વચ્યો છે. હવે મોદી સરકાર કેટલીક કંપનીઓ પર લગામ કસવા માટે કેટલીક ટેરિફ લગાવવાની તૈયારીમાં છે. જે કંપનીઓ સીધી રીત કે, અપ્રત્યક્ષ રૂપથી ચીનની સરકાર સાથે લિંક છે, તેમના પર તમામ પ્રતિબંધ લગાવવાની યોજના છે. કારણ કે, કંપનીઓ રાષ્ટ્રીય સુરક્ષામાં અડચણરૂપ બની શકે છે. તો બીજી Xiaomi, Vivo, Oppo જેવી ખાનગી સ્માર્ટફોન કંપનીઓ પર હવે ખતરો મંડરાઈ રહ્યો છે.

ચીને ભારતને વેચ્યા 1.4 લાખ કરોડના ઈલેક્ટ્રોનિક સામાન

જો ચીનમાંથી ભારતમાં થતા આયાત સામાનને જોઈએ તો, જાણવા મળે છે કે, વર્ષ 2019માં ચીને ભારતને લગભગ 1.4 કરોડ રૂપિયાના ઈલેક્ટ્રેનિક્સ સામાન વેચ્યા છે. ચીનના કારણે માઈક્રોમેક્સ, લાવા, ઈંટેક્સ અને કાર્બન જેવા બ્રાંડના પ્રોડક્ટ્સને ખૂબ જ નુકસાન થયુ છે. તો બીજી તરફ દક્ષિણ કોરિયાની Samsung અને LG ની સાથા સાથે જાપાનની સોની કંપનીને પણ ચીનની માર ખાવી પડી રહી છે. આ વાતથી તમે સમજી શકો છો કે, ચીન માટે ભારત કેટલુ મોટુ બજાર છે.

સ્માર્ટફોન

માત્ર ચીનની પાસે 81 ટકા સ્માર્ટફોનનુ બજાર

ભારતમાં સ્માર્ટફોન બજારમાં ચીનની ભાગીદારી સતત વધી રહી છે. વર્ષ 2018મા ભારતના લગભગ 60 ટકા સ્માર્ટફોન માર્કેટમાં ચીની કંપનીઓનો કબ્જો હતો. જે વર્ષ 2019માં 71 ટકા થઈ ગયો હતો. જે હવે વધીને વર્ષ 2020ના પ્રથમ ત્રિમાસિકમાં 81 ટકા થઈ ગયો છે.

ટોપ-5માં 4 ચીની સ્માર્ટફોન કંપનિયો

ભારતમાં ચીનની Xiaomi કંપની પ્રથમ નંબર પર છે, જે Samsung બીજા નંબર પર છે. ટોપ-5 કંપનીઓમાં સેમસંગ સિવાય બાકી ચારેય કંપનીઓ ચીનની છે. અત્યારે ભારતમાં સ્માર્ટફોનના મામલામાં પ્રથમ નંબર પર Xiaomi, બીજા નંબર પર Samsung, ત્રીજા નંબર પર Vivo, ચોથા નંબર પર Oppo અને પાંચમા નંબર પર Realme કંપનીઓ છે.

ભારતીય કંપનીઓની શું છે હાલત ?

વર્ષ 2018માં સ્માર્ટફોન બજારમાં ભારતીય કંપનીઓની પાસે લગભગ 9 ટકા ભાગીદારી હતી, જે વર્ષ 2019માં ઘટીને 1.6 ટકા થઈ ગઈ છે. હવે 2020ના પ્રથમ ત્રિમાસિકમાં આ આંકડો વધારે ઘટી ગયો છે અને 1 ટકાની નજીક પહોંચી ગયો છે. જોકે, સ્માર્ટ ટીવીના મામલામાં ફોટો થોડો અલગ છે. વર્ષ 2018માં ભારતની પાસે લગભગ 6 ટકા સ્માર્ટ ટીવી બજારની ભાગીદારી હતી, જે વધીને 2019 સુધીમાં વધીને 9 ટકા થઈ ગઈ છે. જોકે, 2020ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં મામૂલી ઘટાડો જોવા મળ્યો હતો અને ભારતીય કંપનીઓની ભાગીદારી 8.5 ટકા છે.

READ ALSO

Related posts

દારૂબંધીની વાતો સાવ પોકળ, 28 લાખના 550 પેટી વિદેશી દારૂનો જથ્થા સાથે બે શખ્સોની પોલીસે કરી ધરપકડ

pratik shah

1800ના પે ગ્રેડ વધારા મામલે પોલીસ કોન્સ્ટેબલ ગાંધીનગરના વિધાનસભાના દાદરા પર જ ધરણા પર બેઠો, પોલીસ થઈ દોડતી

pratik shah

વિવાદાસ્પદ / આ છે પાકિસ્તાની કપ્તાનનો વાસ્તવિક ચહેરો, કુરાન પર હાથ રાખીને પ્રેમિકાએ કર્યો ખુલાસો

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!