GSTV
Gujarat Government Advertisement

હળાહળ કળિયુગ/ ગર્લફ્રેન્ડ સાથે ફરવા માટે પૈસા નહોતા , 2 વર્ષના દિકરાને વેચી દેશમાં મજા કરવા નીકળી પડ્યો

Last Updated on May 3, 2021 by Harshad Patel

પૈસો માણસને શું નથી કરાવતો. એમાંય જ્યારે પર સ્ત્રી સાથે સંગ થાયએટલે તો કહેવું જ શું. પૈસા ના હોય તોય ગર્લફ્રેન્ડને ફેરવવા માટે એક બાપે પોતાના દિકરાને વેચી દીધો. વાંચીને ચોંકી જશો. પરંતુ આ સત્યઘટના ચીનમાં બની છે. આ ઘટનાનો ભાંડો ત્યારે ફૂટ્યો જ્યારે તેણે ઘરના સભ્યોના ફોનઉપાડવાનું બંધ કર્યું. ચીનના એક કળિયુગી પિતાએ પોતાના બે વર્ષના બાળકને વેચી દીધો અને પછી તે પૈસાથી તે આખા દેશના પ્રવાસે ફરવા નીકળી પડ્યો. આ વ્યક્તિએ પોતાની પત્ની સાથે છૂટા છેડા થઈ ગયા હતા. અને તે પોતાના બાળકને ઉછેરવામાં નાકામ રહ્યો તો તેણે આ ચોંકાવનારો નિર્ણય લીધો.

હંમેશા તેની પત્ની સાથે ઝઘડો થયા કરતો હતો

જેજિયાંગના એક રિપોર્ટ મુજબ આ વ્યક્તિની સરનેમ શી છે. તેનો હંમેશા તેની પત્ની સાથે ઝઘડો થયા કરતો હતો. અને જેને પગલે તે બંનેએ છૂટાછેડા લીધા હતા. આ કપલને બે બાળકો હતા. મહિલાએ પોતાની દિકરીની કસ્ટડી લીધી હતી. તો આ વ્યક્તિએ પોતાના દિકરાની કસ્ટડી લીધી હતી.

બે વર્ષના દિકરાને સાચવી શકતો નહોતો

આ શખ્સ બીજા શહેરમાં નોકરીએ જતો હોઈ પોતાના બે વર્ષના દિકરાને સાચવી શકતો નહોતો. એટલા માટે તે પોતાના દીકરાને પોતાના ભાઈઅને તેના ફેમિલી પાસે હુજોઉ સીટીમાં છોડી દીધો હતો. જો કે ગત મહિને તે આ શહેરમાં આવ્યો હતો અને પોતાના દિકરાને લઈ ગયો હતો. તેણે કહ્યું કે આ છોકરાની મા તેને જોવા માગે છે. એટલા માટે તે પોતાની સાથે લઈ જઈ રહ્યો છે.

એવા કપલને વેચી દીધો જેને કોઈ સંતાન નહોતું

આ ઘટનામાં પોલિસનું કહેવું છે કે શી એ પોતાના દિકરાને ચાંગ્સુ શહેરમાં એક એવા કપલને વેચી દીધો જેને કોઈ સંતાન નહોતું. આ સખ્સે પોતાના બાળકને 24 હજાર ડોલર અર્થાત 17 લાખ રૂપિયામાં વેચી દીધો. આ વ્યક્તિ પર આરોપ છે કે એ પછી તે પોતાની ગર્લફ્રેન્ડ સાથે દેશમાં પ્રવાસે નીકળી ગયો હતો.

અગાઉ બે છોકરીઓને કોઈ બીજી ફેમિલીને વેચી ચૂક્યા

જો કે કેટલાય દિવસો છતાં બાળક પાછો ન આવ્યો અને શી એ પોતાના ભાઈઓના ફોન ઉઠાવવાના બંધ કરી દીધા ત્યારે તેઓએ પોલિસને જાણ કરી. એ પછીથી પોલિસે એક્શન લેતાં શી ની ધરપકડ કરી. આ વ્યક્તિ પર એ પણ આરોપ છે કે આ પહેલા તે પોતાની પત્નીની સાથે મળીને બે છોકરીઓને કોઈ બીજી ફેમિલીને વેચી ચૂક્યા છે. પોલિસ આ બાબતમાં તપાસ કરી રહી છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને  કેસ ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

પાંચ રાજ્યોમાં વાવાઝોડાની અસરનો ખતરો, ગુજરાત અને કેરળ માટે ઓરેન્જ અને રેડ એલર્ટ

pratik shah

રાહુલ ગાંધીનો આકરો પ્રહાર/ સમસ્યાનો વધારો કરી રહી છે ભારત સરકારની રસીકરણની નીતિ, જે ભારત સહન કરી શકે તેમ નથી

pratik shah

સાવધાન! શું તમને પણ આવ્યો છે વેક્સિન રજીસ્ટ્રેશનનો આ મેસેજ? તો ભૂલીને પણ ક્લિક ન કરતા, થઇ શકે છે મોટું નુકશાન

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!