GSTV
World

Cases
4973887
Active
6735818
Recoverd
554835
Death
INDIA

Cases
276685
Active
495513
Recoverd
21604
Death

તાકાતનો ઘમંડ દેખાડી રહેલા ચીનના આ શાપિત ગામના લોકોને જોઈને કહેશો ઓહ માય ગોડ, અહીં અજમાવે જોર

દુનિયાભરમાં ચીન દાદાગીરી કરે છે. પણ ચીનના એક ગામ વિશે જાણીને તમારા મોંમાથી ચોક્કસ આ શબ્દો સરી પડશેઃ Oh My God! સદીઓથી આ ગામમાં ફક્ત વામન વ્યક્તિઓ જ પેદા થાય છે. લોકવાયકા પ્રમાણે આ ગામને શાપિત છે. એટલે આ ગામને ‘બાંઠિયાબાદ’ કે ‘વામનનગર’ પણ કહેવાય છે. ચીનનાં આ બાંઠિયાબાદનું સાચું નામ યાંગ્સી છે, જે શિચુઆન પ્રાંતમાં છે. આ ગામમાં પેદા થતા બાળકની ઊંચાઈ 5થી 7 વર્ષ સુધી વધે છે, પણ પછી વિકાસ અટકી જાય છે. એટલે અહીના વ્યક્તિઓની ઊંચાઈ 2 ફીટ 1 ઇંચથી લઈને 3 ફીટ 10 ઇંચ વચ્ચે જ રહે છે.

છ દાયકાથી રહસ્ય

ચીનના બાંઠિયાબાદમાં છ દાયકાથી 60 વર્ષથી આવું જ ચાલ્યું આવે છે. આ ગામમાં ઘણી વાર સંશોધનો પણ હાથ ધરવામાં આવ્યાં છે. હજુ સુધી અહીં બાંઠિયાઓ જ કેમ પેદા થાય છે એનો તાગ મળી શક્યો નથી. અત્યારે ટેકનોલોજીમાં દુનિયામાં પોતાનો ડંકો વગાડતા ચીનના વૈજ્ઞાનિકો હજુ સુધી એ રહસ્ય પરથી પડદો ઊંચકી શક્યા નથી કે અહીં પેદા થતી વ્યક્તિ વામન જ કેમ રહે છે.

વૈજ્ઞાનિકોનું અનુમાન અને લોકવાયકા

યાંગ્સી ગામને લઈને વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, આ ગામની માટીમાં પારો વધારે છે. આ કારણે લોકો વામન હોઈ શકે છે. જોકે લોકમાન્યતા એવી છે કે, દાયકાઓ અગાઉ લોકોએ એમના પૂર્વજોને યોગ્ય રીતે દફનાવ્યા નહોતા. એટલે લોકો બાંઠિયા થઈ ગયા છે.

ઇરાનનું માખુનિક ગામ પણ બાંઠિયાબાદ

ચીનના યાંગ્સી જેવી જ સમસ્યા ઇરાનના માખુનિક ગામની છે. અહીં તો લગભગ 400 વર્ષથી બાંઠિયા જ પેદા થાય છે. કહેવાય છે કે, આ ઇરાનનું અતિ અંતરિયાળ ગામ છે, જ્યાં લોકોને ખાવાપીવાનું પૂરતું મળતું નહોતું. એટલે લોકો કુપોષણનો શિકાર બન્યાં હતાં અને અહીંના લોકોની સરેરાશ ઊંચાઈ ઓછી થઈ ગઈ છે.

READ ALSO

Related posts

દેશમાં મહામારી બની કાબૂ બહાર, ફક્ત 4 દિવસમાં નવા 1 લાખ પોઝીટીવ કેસ સાથે 8 લાખને પાર

Harshad Patel

વિકાસનું એન્કાઉંટર રહસ્યમય: પોલીસના કાફલામાં ઘણી ગાડીઓ હતી, એક્સિડન્ટ માત્ર તે ગાડી જ થયો જેમાં વિકાસ હતો

Pravin Makwana

PM મોદીને ધમકી દેનારી આ ગાયીકા છોડવા માંગે છે પાકિસ્તાન, કહ્યું ભારત વધારે સારૂ છે

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!