GSTV

ક્વાડ પર અકળાયું ચીન, કહ્યું: સમયની વિરુદ્ધમાં છે આવા સમૂહોનું ગઠન, તેમને નહિ મળે સમર્થન

Last Updated on September 24, 2021 by Pritesh Mehta

અમેરિકામાં થનાર ક્વાડ સમિટને લઈને ચીને નિશાન સાધ્યું છે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઝાઓ લિજિયાને શુક્રવારે કહ્યું છે કે આ પ્રકારના વિશેષ ચુસ્ત ગઠબંધનની સ્થાપના વર્તમાન સમયના વલણની વિરુદ્ધમાં છે અને તેને ક્યાંયથી પણ સમર્થન નહીં મળે.

ક્વાડ

જણાવી દઈએ કે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડેનના આમંત્રણ પર ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસન અને જાપાનના પ્રધાનમંત્રી યોશીહિદે સુગા પ્રથમ વખત વોશિંગટનમાં સામ-સામે બેસીને ક્વાડ સમિટમાં ભાગ લેશે.

એક પ્રેસ કોન્ફરન્સમાં, જ્યારે ઝાઓ લિજિયનને ક્વાડ સમિટના ઉદ્દેશ્યને લઈને પ્રશ્ન કરવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું કે ક્વાડ સમૂહ કોઈ ત્રીજા દેશ અને તેના હિતોને નિશાન બનાવવું જોઈએ નહીં. ઝાઓએ કહ્યું, “અમારું માનવું છે કે કે પ્રાદેશિક સહયોગ વ્યવસ્થામાં કોઈ ત્રીજા પક્ષ અને તેના હિતોને નિશાન ન બનાવવું જોઈએ.”

દક્ષિણ ચીન સાગરમાં ચીનના દાવાઓનો બચાવ કરતાં ઝાઓએ કહ્યું, “ચીન વિશ્વ શાંતિને પ્રોત્સાહન આપતો દેશ છે. અમે વૈશ્વિક વિકાસ અને અનુશાસનમાં ભાગીદારી આપનાર દેશોમાં છીએ. ચીનના વિકાસનો અર્થ સમગ્ર વિશ્વમાં શાંતિ અને સ્થાયિત્વ નો વિકાસ છે. એટલે એશિયા-પ્રશાંત વિસ્તારમાં શાંતિ, સ્થિરતા અને વિકાસમાં ચીનના યોગદાનને જોવું જોઈએ.”

ઉલ્લેખનીય છે કે અમેરિકા, ઓસ્ટ્રેલિયા, ભારત અને જાપાનના નેતાઓ વચ્ચેની પ્રથમ એક-એક બેઠકમાં ચીનનું આક્રમક વલણ મોટો મુદ્દો બનવા જઈ રહ્યું છે. ખાસ કરીને લદ્દાખમાં એલએસીમાં ભારત સાથેના તેના ઘર્ષણ અને દક્ષિણ ચીન સાગરમાં તેની આક્રમકતાને લઈને ચાર દેશોની નારાજગી પછી.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચાર મેળવવા માટે અમારી Android App ડાઉનલોડ કરો…

MUST READ:

Related posts

ચિંતાનો વિષય / કેમ પડી પૃથ્વીની પરિભ્રમણની ગતિ ધીમી? શું આ બદલાવ છે કોઈ ખતરાનો સંકેત કે પછી…?

Zainul Ansari

શું ભારતની રસી ઇમરજન્સીના ઉપયોગ માટે મંજૂર કરવામાં આવશે? WHO આગામી 24 કલાકમાં લેશે મહત્વનો નિર્ણય

Vishvesh Dave

અલર્ટ / કોરોના વાઈરસના AY.4.2 વેરિએન્ટને લઇ ભારત સતર્ક, આરોગ્ય મંત્રીએ કહ્યું- ચાલી રહી છે તપાસ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!