GSTV

નાટકબાજ ડ્રેગન! સીમા વિવાદ પર ઉખડ્યું : યુદ્ધ કરવું હોય તો કરી લો, ચીનનુ ક્ષેત્ર ચીનનુ જ રહેશે.. ભારત સાન ઠેકાણે લાવે!

Last Updated on October 13, 2021 by Zainul Ansari

હાલ ભારત અને ચીન વચ્ચેના સંબંધોમાં વધારે પડતી કડવાશ આવી ગઈ હોય તેવુ લાગી રહ્યું છે. અવારનવાર બંને દેશો એકબીજાને સરહદી બાબતોને લઈને મીડિયામા નિશાનો બનાવતા જોવા મળી રહ્યા છે. ભારત અને ચીન વચ્ચે સરહદી બાબતોને લઈને અનેકવાર બેઠકો થઇ અને ચર્ચા પણ થઇ પરંતુ, હજુ સુધી તેનુ કોઈ નિરાકરણ આવ્યુ નથી.

ગયા વર્ષે જૂનમાં લદ્દાખની ગલવાન ખીણમાં એલએસી પર થયેલી હિંસક અથડામણ બાદથી જ ભારત-ચીનના સંબંધો તણાવપૂર્ણ બન્યા છે. તાજેતરમાં જ આ સરહદ વિવાદને લઈને 13મા પ્રકારની સીનિયર સૈન્ય કમાન્ડર સ્તરની ચર્ચા પણ પરિણામ વિનાની રહી હતી. આ વાતચીત બાદ બંને દેશની સેનાઓએ નિવેદન જારી કર્યુ હતુ. ભારતની સેનાએ કહ્યુ હતુ કે ચીનને સલાહ આપવામાં આવી છે પરંતુ તેઓ માનવા તૈયાર નથી. ત્યાં ચીને આ મુદ્દે કહ્યુ છે કે ભારત સ્થિતિનુ ખોટુ આકલન કરી રહ્યુ છે અને અનુચિત માગ કરી રહ્યુ છે.

ચીનના પ્રમુખ અખબારમાં જણાવ્યા અનુસાર ભારતની સાથે ખરાબ થતા સંબંધો વચ્ચે ચીને સૈન્ય સંઘર્ષ માટે તૈયાર રહેવુ જોઈએ. ભારતે એક બાબત સારી રીતે સમજી લેવી જોઈએ. ભારતને બોર્ડર તે રીતે નહીં મળે, જે રીતે તે ઈચ્છે છે. જો ભારત યુદ્ધ શરૂ કરવા ઈચ્છે છે તો તેણે નિશ્ચિત રીતે આ યુદ્ધમાં હાર મળશે. કોઈ પણ પ્રકારની રાજકીય પેંતરેબાજી કે દબાણને ચીન નજરઅંદાજ કરશે.

ભારતની સાથે સરહદ વિવાદને સંભાળવા માટે ચીન માટે પણ બાબત ઘણી મહત્વપૂર્ણ છે. ચીને એ સિદ્ધાંત પર ટક્યા રહેવુ જોઈએ કે ભારત ભલે ગમે તેટલી મુસીબત કેમ ઉભી ના કરે, ચીનનુ ક્ષેત્ર ચીનનુ જ રહેશે અને અમે આને કોઈને સોંપીશુ નહીં. ભારત હવે સીમા વિવાદ પર સૂઈ રહ્યો છે અને અમે તેમના જાગવાની રાહ જોઈ રહ્યા છીએ.

ચીનના લોકો માને છે કે ભારત અને ચીન બંને શક્તિશાળી દેશ છે જેમની પાસે બોર્ડર પર લાંબા સમય સુધી સંઘર્ષ કરવા માટે પર્યાપ્ત તાકાત અને સાધન છે. ભારત અને ચીનની વચ્ચે આ પ્રકારની ટક્કર ઘણી ખેદપૂર્ણ હશે પરંતુ જો ભારત આવુ કરવા માટે તૈયાર છે તો ચીન પણ અંત સુધી પાછળ હટશે નહીં. ગલવાન ખીણમાં થયેલો સંઘર્ષ એ સાબિત કરે છે કે ચીન, ભારત-ચીન સંબંધોની શ્રેષ્ઠતા માટે પોતાની ક્ષેત્રીય સંપ્રભુતાની રક્ષાની સાથે કરાર ક્યારેય કરશે નહીં.

Related posts

મોંઘવારી ક્યાં અટકશે? વાવાઝોડા, અતિવૃષ્ટિના કુદરતી થપાટ બાદ આર્થિક માર, રાસાયણિક ખાતરના ભાવ વધારાથી ખેડૂતો લાલઘૂમ!

pratik shah

કેરલમાં ભારે વરસાદથી તબાહી/ 18 લોકોના મોત, 22 ગુમ, NDRFની 11 ટીમો સહિત સશસ્ત્રદળોની મદદ લેવાઈ

Pravin Makwana

છત્તીસગઢ: રાયપુરમાં ટ્રેનમાં થયો વિસ્ફોટ, CRPFના છ જવાન ઘાયલ, હાલ સારવાર હેઠળ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!