GSTV
Gujarat Government Advertisement

બોયકોટ ચાઈના વચ્ચે ભારતથી ચીનમાં થતી આયાતમાં નથી પડ્યો ફરક, આ માસમાં આયાતમાં થયો વધારો

Last Updated on September 24, 2020 by Mansi Patel

નાણા મંત્રાલયના આંકડા પ્રમાણે એપ્રિલથી જુલાઈના ગાળામાં ભારતમાં ચીનથી આયાતનું પ્રમાણ વધ્યું છે. એપ્રિલથી જુલાઈ ૨૦૨૦ દરમિયાન ભારતે કરેલી કુલ આયાતમાં ચીનથી થયેલી આયાતનું પ્રમાણ ૧૯ ટકા હતું. એટલે કે આખા વિશ્વમાંથી ભારતે કરેલી આયાતમાં ચીનથી થયેલી આયાતનો આ હિસ્સો હતો. પરંતુ ૨૦૧૯ના આ સમયગાળા દરમિયાન ભારતની કુલ આયાતમાં ચીની આયાતનું પ્રમાણ ૧૪ ટકા જ હતું. એટલે બોયકોટ ચાઈના વચ્ચેય ભારતની ચીનથી થનારી આયાતમાં ફરક પડયો નથી.

લોકડાઉન હળવું થયા પછી આયાતમાં થયો 5 ટકાનો વધારો

લોકડાઉન હળવું થયા પછી જુલાઈ મહિનામાં પણ આયાતમાં ૫ ટકા જેવો વધારો નોંધાયો હતો. એટલે કે ભારતના વેપારી-ઉદ્યોગપતિ-ખરીદદારોએ ચીની સામગ્રી મંગાવવાની પ્રવૃત્તિ ચાલુ જ રાખી છે. ભારતની કુલ પરદેશી આયાત જોકે ઘટી છે. એપ્રિલથી જુલાઈ દરમિયાન ગયા વર્ષની સરખામણીમાં ભારતની આયાત ૪૮ ટકા સુધી ઘટી છે. જોકે વેપાર જાણકારોનું કહેવું છે કે જૂના ઓર્ડરને કારણે આયાતમાં વધારો નોંધાયો છે.

ભારતથી ચીનમાં થતી નિકાસમાં પણ થયો વધારો

ભારતથી ચીનમાં થતી નિકાસ ૨૦૧૯માં એપ્રિલ-જુલાઈ દરમિયાન ૪.૫ ટકા હતી જે વધીને ૯.૭ ટકા થઈ છે. ભારતે ચીનમાં નિકાસ કરેલી સામગ્રીનું કુલ મુલ્ય ૭.૩ અબજ ડૉલર થાય છે. ભારતે ચીનથી કરેલી આયાતમાં મુખ્યત્વે ઓર્ગેનિક કેમિકલ્સ, ઈલેક્ટ્રિકલ મશીનરી-સાધનો, ફાર્માસ્યુટિકલ પ્રોડક્ટ, મેડિકલ ઈક્વિપમેન્ટનો સમાવેશ થાય છે.

કોરોનાકાળમાં ચીનની ઈકોનોમી નોંધાવી રહી છે વિકાસ

ફાર્માસ્યુટિકલ ક્ષેત્રના જાણકારો કહે છે કે ભારતનો આ ઉદ્યોગ મહદઅંશે ચીન પર આધારિત છે. ચીનથી આયાત બંધ થાય તો ભારતના ફાર્મા ઉદ્યોગને મુશ્કેલી પડી શકે. કોરોનાકાળમાં વિશ્વના મોટા દેશોના અર્થતંત્રો પાછીપાની કરી રહ્યા છે, ત્યારે ચીન એક જ એવો મોટો દેશ છે, જેની ઈકોનોમી વિકાસ નોંધાવી રહી છે.

Gujarat Government Advertisement

Related posts

મોટા સમાચાર: ફેસબુક મેસેન્જર પર ટૂંક સમયમાં વોટ્સએપ ચેટ્સ જોવા મળશે, શું તો પણ મેસેજ એન્ક્રિપ્ટ રહેશે?

Pravin Makwana

નિયમોની ઐસીતેસી કરવી ભારે પડી / AMCની ટીમ એક્શનમાં, 50 ટકાથી વધુ સ્ટાફ સાથે કામ કરતી ઓફિસો સીલ

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!