GSTV

આજે ચીને બે નેવિગેશન સેટેલાઇટ કર્યા લોન્ચ, અમેરિકાની GPS સીસ્ટમ સામે ટક્કર લેવા

Last Updated on November 7, 2017 by

આજે ચીને બે નેવિગેશન સેટેલાઇટ લોન્ચ કર્યા છે. આ સેટેલાઇટ બેઇડુ-૩ સેટેલાઇટ લોંગ લોંચ-૩બી કેરીયર પરથી છોડાયા હતા. જેમાં કુલ ૩૦ સેટેલાઇટનો સમાવેશ થતો હતો.

આ સીસ્ટમ બેલ્ટ અને રોડ ઇનિશિએટીવમાં સંકળાયેલા દેશોને સેવા પુરી પાડશે અને વર્ષ ૨૦૨૦ સુધીમાં સંપૂર્ણ ગ્લોબલ સેટેલાઇટ નેવિગેશન સીસ્ટમ બનાવી લેશે જેમાં ૩૦ સેટેલાઇટ જોડવાની ચીનની યોજના છે.

અમેરિકાની સામે GPS સીસ્ટમના ટક્કરના જવાબમાં ચીને એક અન્ય પગલું લઇ આજે સફળતાપૂર્વક પોતાના બે નેવિગેશનલ સેટેલાઇટ લોંચ કર્યા હતા. જેમાં કુલ ૩૦ સેટેલાઇટનો સમાવેશ થતો હતો.

અગાઉની પેઢીના સેટેલાઇટની સરખામણીમાં બેઇડુ-૩ એવા સિગ્નલો મોકલી શકે છે જે અન્ય સેટેલાઇટ નેવિગેશન સીસ્ટમ સાથે હરિફાઇ કરી શકે અને સેટેલાઇટ આધારિત વિસ્તૃત પધ્ધતી આપશે તેમજ આંતરાષ્ટ્રીય ધોરણ અનુસાર, શોધ અને બચાવ સેવાઓ પમ પુરી પાડશે.

દક્ષિણપશ્ચિમ પ્રાંત સિચુઆનમાં શિંચાગ સેટેલાઇટ લોચિંગ સેન્ટરમાંથી ગઇ કાલે રાત્રે બેઇડૂ-૩ સેટેલાઇટ લોંગ લોંચ-૩બી કેરીયર પરથી છોડયું હતું. અવકાશમાં તરતા મૂકેલા બે નવા બેઇડુ-૩ નેવિગેશનલ સીસ્ટમ સેટેલાઇટ ચીનની ત્રીજી પેઢીના સેટેલાઇટનું પ્રતિનીધીત્વ કરે છે.

અમેરિકા અને રશિયા પછી ચીન GPS સીસ્ટમના ક્ષેત્રે સ્થાન મેળવનાર ત્રીજું દેશ બનશે. હળ માટેના ચીની શબ્દ ઉપર રાખવામાં આવેલા નામ વાળા સેટેલાઇટમાં બેઇડુ-૩ પ્રોજેક્ટની શરૂઆત ૧૯૯૪માં કરવામાં આવી હતી.

ચીનને વર્ષ ૨૦૦૦માં આ સેવાઓ મળવાની શરૂઆત થઇ હતી અને એશિયા-પેસિફિક ક્ષેત્રને ૨૦૧૨થી મળવાની શરૂઆત થઇ હતી.

 

Related posts

BIG BREAKING : ગુજરાતના 8 મહાનગરોમાં સરકારે જાહેર કરી છૂટછાટો : હોટલ અને રાત્રિ કરફ્યુંમાં મળી રાહત, ગણેશોત્સવને લીલીઝંડી

pratik shah

BIG NEWS/ અમરનાથ ગુફા પાસે ફાટ્યું વાદળ, અચાનક વધ્યું સિંધ નદીનું જળસ્તર: BSF, CRPF, જમ્મુ પોલીસના કેમ્પ તબાહ

pratik shah

પેગાસસનું ભૂત ધણધણ્યું: સરકાર જાસૂસી કાંડ મુદ્દે ચર્ચા કરવા નથી ઈચ્છતી, વિપક્ષના અવાજને સંસદમાં દબાવવામાં આવ્યો!

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!