GSTV
Gujarat Government Advertisement

નપાવટ ચીનનું વધુ એક કારસ્તાન, લદ્દાખ સરહદે એવું કર્યું કે ભારતને હવે ચીનના લશ્કરની મુવમેન્ટ ખબર નહીં પડે

ચીન

Last Updated on October 24, 2020 by Bansari

ચીને લદ્દાખ સરહદે 60 કિલોમીટર વિસ્તારમાં કાઉન્ટ સ્પેસ જામર ગોઠવવાની શરૂઆત કરી દીધી છે. આ જામરને કારણે ઉપગ્રહો એ વિસ્તારમાં સિગ્નલો પકડી શકતા નથી અને ત્યાં શું ચાલે છે, તેની તસવીરો લઈ શકતા નથી.ચીને આ ગોઠવણી દ્વારા પોતાનો યુદ્ધખોર ઇરાદો વધુ એક વાર સ્પષ્ટ કરી દીધો છે. ચીન સરહદે સતત નવા નવા બાંધકામો અને લશ્કરી ખડકલા કરી રહ્યું છે, એ સ્થિતિ વચ્ચે ચીનની આ નવી ચાલ સામે આવી હતી.

દરમિયાન ઈન્ડિયન આર્મીએ આજે જાહેર કર્યું હતું કે થોડા દિવસ પહેલા ભારતમાં આવી ચડેલા ચીની સૈનિક પાસે શું શું સામગ્રી હતી. ભારતમાં આવી ચડેલા ચીની કોર્પોરલ પાસે સ્લિપિંગ બેગ, મોબાઈલ, ચાર્જર, લશ્કરી આઈકાર્ડ અને સ્ટોરેજ ડિવાઈસ જેવી સામગ્રી હતી. લશ્કરી દૃષ્ટિએ સંવેદનશિલ કહી શકાય કે વાંધાજનક કહેવાય એવું કશું મળ્યું ન હતું. ચીનને પરત સોંપતા પહેલા આર્મીએ તેની પૂરતી તપાસ કરી હતી.

સરહદ પાર લગભગ 3 લાખ ચોરસ કિલોમીટર વિસ્તારમાં લશ્કરી બાંધકામ કરી રહ્યું છે ચીન

આર્મીના સુત્રોએ જણાવ્યુ હતું કે ચીન એકસાઈ ચીન તથા ગલવાન વિસ્તારમાં સરહદ પાર લગભગ 3 લાખ ચોરસ કિલોમીટર વિસ્તારમાં લશ્કરી બાંધકામ કરી રહ્યું છે.

સરહદથી આ બાંધકામ લગભગ દસેક કિલોમીટર ચીનની સાઈડમાં છે. આ બાંધકામમાં લશ્કર માટે બેરેક, શસ્ત્ર-સરંજામના ડેપો, મિસાઈલ લોન્ચર વગેરેનો સમાવેશ થાય છે. ઉપરાંત કેમુફ્લાઝિંગ નેટ એટલે કે ઉપરથી ન દેખાઈ શકે એવી જાળી નીચે લશ્કરી વાહનો ચીને ગોઠવી રાખ્યા છે.

ચીન આતંકવાદ અટકાવવા માટે જરા પણ કટિબદ્ધ નથી. ઉલટાનું ચીન પાકિસ્તાન પ્રેરિત આતંકવાદને ટેકો આપી રહ્યું છે. અમેરિકન નિષ્ણાત માઈકલ રૂબેને કહ્યું હતું કે પાકિસ્તાની આતંકીઓ ભારતની સરહદો અને કાશ્મીર સળગતું રાખે એ માટે ચીન બળતણ પુરૂં પાડતું રહે છે.

ચીન

પાકિસ્તાનનો ચીન હથિયાર તરીકે ઉપયોગ કરી રહ્યું છે. એક તરફ પાકિસ્તાન સરહદે ભારત આતંકીઓ અને પાકિસ્તાની સેના સામે વ્યસ્ત રહે એવો ચીનનો ઈરાદો છે. દરમિયાન હવે સ્પેસ જામિંગની નવી ટેકનોલોજી ચીને દાખલ કરી સરહદી સ્થિતિ વધારે ગંભીર બનાવી દીધી છે.

પરમવીર ચક્ર વિજેતા જોગિન્દરસિંહનું સ્મારક

ચીન સરહદે બુમ લા ઘાટ પર પરમવીર ચક્ર વિજેતા જોગિન્દરસિંહનું આજે સ્મારક ખુલ્લું મુકાયું હતું. જોગિન્દરસિંહે 1962ના યુદ્ધમાં અસાધારણ પરાક્રમ દર્શાવ્યું હતું. જ્યાં તેઓ ચીન સામે લડતા શહીદ થયા હતા એ સ્થળે જ તેમનું સ્મારક બન્યું છે. શહિદ થયા ત્યારે તેઓ સુબેદાર હતા. આ વિસ્તાર ચીન સરહદ (મેકમોહન લાઈન)ની નજીક તવાંગમાં આવેલો છે. જોગિન્દરસિંહના દીકરી કુલવંત કૌરે આ સ્મારકને ખુલ્લું મુક્યું હતું. પરમવીર ચક્ર એ ભારતીય સંરક્ષણમાં અપાતું સર્વોચ્ચ સન્માન છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

સોના-ચાંદીના ભાવ: 10,000 રૂપિયે સસ્તુ મળી રહ્યુ છે હાલમાં સોનું, જાણો અલગ અલગ શહેરમાં શું ચાલી રહ્યા છે રેટ

Pravin Makwana

હવે તમે ભારતમાં હોવ કે પછી વિદેશમાં, તમારા પાસપોર્ટ સાથે જોડાયેલ આ કામ થઇ જશે એક દમ સરળ

Damini Patel

શું ચૂંટણી પહેલા ખતમ થશે કોંગ્રેસનો આંતરિક ખટરાગ? આજે પંજાબના ધારાસભ્યો સાથે રાહુલ ગાંધી કરશે મુલાકાત

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!