GSTV

ચીને તાઈવાનને ડરાવવા મોકલ્યા 18 ફાયર ફાયટર, અમેરિકાને ખુલ્લેઆમ ધમકી આપી કે….

ચીને તાઇવાનમાં પોતાના લડાયક વિમાનો મોકલ્યા હતા અને તાઇવાનને ટેકો આપી રહેલા અમેરિકાને ગંભીર પરિણામોની ધમકી આપી હતી. પોતાની ધમકીના અનુસંધાનમાં તાઇવાન સ્ટ્રેટ (ખાડી વિસ્તાર)માં ચીન યુદ્ધ વિષયક કવાયત યોજી રહ્યું હતું. ગ્લોબલ ટાઈમ્સે અમેરિકાને ઘમકી આપી છે કે દર વખતે અમેરિકાના વરિષ્ઠ અધિકારીઓ તાઇવાનની મુલાકાતે આવે છે. આ ચીનની વન ચાઇના પોલિસીની વિરુદ્ધ છે. અખબારે અમેરિકાને ચેતવણી આપી હતી કે તેણે આગથી રમવાનું બંધ કરી દેવું જોઈએ.

વિમાનો મોકલીને શક્તિ પ્રદર્શન કર્યું

ડેઇલી મેલના એક અહેવાલ મુજબ એક અમેરિકી રાજદૂત કીથ ક્રેચ હાલ તાઇવાનમાં છે એવા સમયે તાઇવાન અને અમેરિકાને ડારો દેવા ચીને તાઇવાનની આસમાની હદમાં પોતાના લડાયક વિમાનો મોકલીને શક્તિ પ્રદર્શન કર્યું હતું. આયલેન્ડ્સના સંરક્ષણ ખાતાએ કહ્યું હતું કે ચાઇના ઇસ્ટર્ન થિયેટર કમાન્ડના 16 ફાઇટર જેટ અને બે બોમ્બર વિમાનો તાઇવાનની હદમાં શુક્રવારે દેખાયાં હતાં. તાઇવાનના લશ્કરી વિમાનોએ આ વિમાનોને પોતાની હદમાંથી બહાર જવાની ફરજ પાડી હતી અને જરા પર ડર્યા ગભરાયા વિના છેક પોતાની સરહદ સુધી આ વિમાનોનો પીછો કર્યો હતો.

સબમરીન વિમાનો મોકલ્યા હતાં

છેલ્લા થોડા મહિનાથી ચીન સતત પોતાના પાડોશીઓને પોતાના અટકચાળા દ્વારા હેરાન કરી રહ્યું હતું. ખાસ કરીને કોરોના વાઇરસના મુદ્દે ચીન બદનામ થયા પછી જાણે ભૂરાયું થયું હતું. બુધવારે પણ ચીને પોતાના અન્ય એક પાડોશી રાષ્ટ્રની હદમાં પોતાના એન્ટી સબમરીન વિમાનો મોકલ્યા હતાં. જો કે આ પાડોશીએ ડર્યા વિના ચીનને પડકાર્યું ત્યારે ચીનના વિમાનોએ પીછેહટ કરવી પડી હતી. આ નાનકડો પાડોશી દેશ એટલે તાઇવાન. તાઇવાનના હવાઇ દળે તરત ચીની વિમાનોને આકરા શબ્દોમાં ચેતવણી આપી હતી. ચીની વિમાનો તત્કાળ પાછાં ફરી ગયાં હતાં.

આંતરરાષ્ટ્રીય ફોરમમાં ફરિયાદ પણ કરી

ચીન છેલ્લા થોડા સમયથી સતત તાઇવાનની હવાઇ અને જળ સીમામાં ઘુસણ ખોરી કરી રહ્યું હતું. તાઇવાને આ મુદ્દે આંતરરાષ્ટ્રીય ફોરમમાં ફરિયાદ પણ કરી હતી. ગયા અઠવાડિયે બંને દેશોએ ચીન અને તાઇવાને પોતપોતાની દરિયાઇ સીમામાં લશ્કરી કવાયત કરી હતી.

READ ALSO

Related posts

આઇપીએલમાં ટ્વીસ્ટ: બોલર્સના પ્રતાપે બેંગ્લોરને પછાડી સનરાઇઝર્સ હૈદરાબાદે જીતી લીધી મેચ

pratik shah

IPL 2020: જસપ્રિત બુમરાહે જીતી લીધી પર્પલ કેપ, ઓરેન્જ કેપમાં લોકેશ રાહુલ મોખરે

pratik shah

લાહોરની ગલીઓમાં લાગ્યા અભિનંદન અને મોદીના પોસ્ટર, પાક.ગૃહમંત્રીએ આ નેતાને ભારત મોકલી આપવાની શિખામણ આપી

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!