GSTV
Home » News » ચીનમાં SCO શિખર બેઠકમાં વડાપ્રધાન મોદી ભાગ લેવા રવાના

ચીનમાં SCO શિખર બેઠકમાં વડાપ્રધાન મોદી ભાગ લેવા રવાના

ચીનમાં આજથી બે દિવસીય શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન શિખર સંમેલનની શરૂઆત થઈ રહી છે. પૂર્ણ સદસ્યતા મળ્યા બાદ પહેલી વખત ભારત એસસીઓ સમિટમાં સામેલ થઈ રહ્યું છે. એસસીઓ સમિટમાં ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરી રહ્યા છે. શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશનના શિખર સંમેલનમાં ભાગ લેવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સવારે રાજધાની નવી દિલ્હીથી ચીન જવા માટે રવાના થયા છે.

તેમણે ક્હ્યુ છે કે ભારતના પૂર્ણ સદસ્ય તરીકે એસસીઓની પહેલી બેઠકમાં તેઓ ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરવાને લઈને રોમાંચિત છે. મોદી આજે ચિંગદાઓમાં એસસીઓ શિખર સંમેલનથી ઈતર ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે દ્વિપક્ષીય બેઠક પણ કરવાના છે. આ બેઠકમાં બંને નેતાઓ લગભગ એક માસ પહેલા વુહાન ખાતે યોજાયેલા બે દિવસીય અનૌપચારીક બેઠકમાં લેવામાં આવેલા નિર્ણયોના અમલીકરણની સમીક્ષા કરશે.

વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરીને જણાવ્યુ છે કે નવમી અને દશમી જૂને એસસીઓ શિખર બેઠકમાં ભાગ લેવા માટે તેઓ ચીનના ચિંગદાઓમાં રહેશે. એક પૂર્ણ સદસ્ય તરીકે ભારત માટે આ પહેલું એસસીઓ શિખર સંમેલન હશે. એસસીઓ દેશના નેતાઓ સાથે વાતચીત થશે અને તેમની સાથે વિભિન્ન મુદ્દાઓ પર ચર્ચા પણ થશે. એસસીઓની શિખર બેઠકમાં વિભિન્ન મુદ્દાઓ પર ચર્ચા થશે. જેમાં આતંકવાદનો મુકાબલો કરવો, ભાગલાવાદ અને કટ્ટરવાદને લઈને સંપર્કમાં સહયોગ વધારવો, વાણિજ્ય, સીમા શુલ્ક, ન્યાયિક, આરોગ્ય અને કૃષિ, પર્યાવરણ સંરક્ષણ, આફતનું જોખમ ઓછું કરવું અને લોકોની વચ્ચે સંબંધને મજબૂતાઈ પ્રદાન કરવા જેવી બાબતોને સામેલ કરવામાં આવશે.

મોદીએ કહ્યુ છે કે એસસીઓના પૂર્ણ સદસ્ય બન્યા બાદ ગત એક વર્ષમાં આ ક્ષેત્રોમાં સંગઠન અને તેના સદસ્યોની સાથે તેમનો સંવાદ ખાસો વધ્યો છે. તેમનું માનવું છે કે ચિંગદાઓ શિખર સંમેલન એસસીઓના એજન્ડાને વધુ સમૃદ્ધ કરશે અને એસસીઓ સાથે ભારતના સંપર્કની એક નવી શરૂઆત હશે. મહત્વપૂર્ણ છે કે, 2001માં સ્થાપિત એસસીઓમાં હાલમાં આઠ સદસ્યો છે. જેમાં ભારત, કજાકિસ્તાન, ચીન, કિર્ગિસ્તાન, પાકિસ્તાન, રશિયા, તાજિકીસ્તાન અને ઉજબેકિસ્તાન સામેલ છે.

2017માં ભારત અને પાકિસ્તાન એમ બંને પાડોશી દેશોને એસસીઓના પૂર્ણ સદસ્ય તરીકે સંગઠનમાં સામેલ કરવામાં આવ્યા હતા. 2018ની એસસીઓની શિખર બેઠક ઈરાન પણ પર્યવેક્ષક દેશ તરીકે સામેલ થઈ રહ્યું છે અને તે એક સૂચક બાબત છે. મોદીએ કહ્યુ છે કે ભારતના એસસીઓ સદસ્ય દેશોની સાથે ઘનિષ્ઠ મિત્રતા અને બહુકોણીય સંબંધો છે. એસસીઓ શિખર સંમેલનથી ઈતર મોદી અન્ય ઘણાં શીર્ષસ્થ નેતાઓ સાથે મુલાકાત કરીને વિચારોનું આદાન-પ્રદાન પણ કરશે.

Related posts

30 વર્ષ સુધી મિસ્ત્ર પર શાસન કરનારા રાષ્ટ્રપતિનું નિધન, વર્ષો સુધી જેલમાં જીવન ગુજાર્યુ

Pravin Makwana

ખંભાતમાં અશાંતધારો લાગુ કરાયો : સીએમ રૂપાણીએ આપી આ ચીમકી, રાજ્ય પોલીસવડા પહોંચ્યા

Nilesh Jethva

દિલ્હીમાં પોલીસ બની લાચાર : 10 લોકોનાં મોત, 156 લોકો ઘાયલ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!