GSTV
World

Cases
7066882
Active
12271724
Recoverd
735674
Death
INDIA

Cases
639929
Active
1583489
Recoverd
45257
Death

હિંદ મહાસાગરમાંથી હાંકી કઢાયેલાં જહાજ મામલે ચીને કરી સ્પષ્ટતા, પાણીનો ઉતાર-ચડાવ માપી રહ્યા હતા

કેટલાક દિવસો પહેલા ભારતની દરિયાઇ સરહદમાં આવેલા જહાજ મુદ્દે હવે ચીને સ્પષ્ટતા કરી છે. ચીને જણાવ્યું છે કે તેમનું રિસર્ચ શિપ ભારતના એક્સક્લુઝીવ ઈકોમોમિક ઝોન અંદામાન નિકોબાર નજીકથી ગત સપ્ટેમ્બર મહિનામાં પસાર થયું હતું. પરંતુ જહાજે આ ક્ષેત્રમાં કોઈ જ સંશોધન કર્યું ન હતું. અમારા જહાજનો ઉદ્દેશ ફક્ત પાણીની વધ-ઘટને માપવાનો હતો.

આ પહેલા મંગળવારે નૌકાદળના વડા એડમિરલ કરમબીર સિંહે જણાવ્યું હતું કે ચીનના નૌકાદળનું જહાજ અંદામાન સમુદ્રમાં આવેલા એક્સક્લુઝીવ ઈકોનોમિક ઝોનમાંથી હાંકી કાઢવામાં આવ્યું હતું. તેમણે કહ્યું હતું કે આ પ્રકારની ઘટનાઓને લઈ કડક કાર્યવાહી કરવામાં આવશે. ચીનનું રિસર્ચ શીપ યાન-1 સપ્ટેમ્બર મહિનામાં ભારતીય જળ સરહદમાં નૌકાદળની પરવાનગી વગર દાખલ થયું હતું.

આ જહાજ જાસૂસીમાં સામેલ હોવાની આશંકા બાદ તેને પરત ફરવા મજબૂર કરવામાં આવ્યું હતું. જે બાદ હવે ચીને સ્પષ્ટતા કરી છે કે રિસર્ચ શિપનો હેતુ હિન્દ મહાસાગરના ખુલ્લા ક્ષેત્રમાં નિર્માણ પામતા ધ્વનિ તરંગોની તપાસ કરવાનો અને પાણીના સ્તરમાં થતી વધઘટને માપવાનો હતો. તેણે સંપૂર્ણ પ્રક્રિયા સમયે ભારતીય ક્ષેત્રમાં કોઈ જ સંશોધન કર્યા ન હતા. તે ફક્ત ત્યાંથી પસાર થયું હતું.

READ ALSO

Related posts

સુશાંત આપઘાત કેસમાં રિયાની અરજી પર 13મી ઓગષ્ટે થશે સુનાવણી, સુપ્રીમનો ચુકાદો અનામત

Mansi Patel

અંતરીક્ષમાં જીવનની સંભાવના દેખાઈ, લઘુગ્રહ સેરસ ઉપર પાણીનો ભંડાર હોવાનો નાસાએ કર્યો દાવો

Mansi Patel

પંજાબમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ બાજવાની સુરક્ષા દૂર કરાતા વિવાદ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!