GSTV
News World ટોપ સ્ટોરી

પેલોસીની યાત્રા પછી ચીનનો તાઈવાન પર વધ્યો આક્રોશ, સ્વતંત્રતા સમર્થક સાત તાઇવાની નેતાઓ પર મૂક્યો પ્રતિબંધ

અનેક દેશોના રાજદ્વારીઓ દ્વારા તાઇવાનની યાત્રા કરવાને ધ્યાનમાં રાખીને ચીને મંગળવારે  સ્વતંત્રતા સમર્થક સાત તાઇવાની નેતાઓ અને અધિકારીઓ પર પ્રતિબંધ મૂકી દીધો છે. તેમાં વોશિંગ્ટન સ્થિત તાઇવાનના પ્રતિનિધિ સામેલ છે.

ઉલ્લેખનીય છે કે ઓગસ્ટની શરૂઆતમાં અમેરિકાની પ્રતિનિધિ સભાના અધ્યક્ષ નેન્સી પેલોસીએ તાઇવાનની યાત્રા કરી હતી. ગત સપ્તાહમાં યુરોપિયન યુનિયનના સભ્ય લિથુઆનિયાના  ડેપ્યુટી ટ્રાન્સપોર્ટ અને કોમ્યુનિકેશન પ્રધાન એગ્ને વેસીયુકેવિશિએટ પણ તાઇવાનના પ્રવાસે ગયા હતાં.

ચીને અગાઉ જ પેલોસી અને એગ્ને પણ પ્રતિબંધ મૂકી દીધો છે. ચીનને ભય છે કે પેલોસી પછી અમેરિકાના અન્ય ઉચ્ચ અધિકારીઓ પણ તાઇવાનના પ્રવાસે જશે. ચીને એક નિવેદનમાં જણાવ્યું છે કે તાઇવનના સાત નેતાઓ અને અધિકારીઓ પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે કારણકે તેમણે તાઇવાનના સ્વતંત્રતા સમર્થક એજન્ડાને વેગ આપવાનું કાર્ય કર્યુ છે.

ચીનની કોમ્યુનિકસ્ટ પાર્ટીના તાઇવાન બાબતોની ઓફિસે મંગળવારે જણાવ્યું હતું કે જે નેતાઓ અને અધિકારીઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તે અને તેમના પરિવારના સભ્યો ચીનની મુખ્ય જમીન, હોંગકોંગ, મકાઉમાં પ્રવેશ કરી શકશે નહીં. તેઓ ચીનની મુખ્ય જમીન પર વ્યવસાય પણ કરી શકશે નહીં.

READ ALSO

Related posts

મુંબઇમાં રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલને ઉડાવી દેવાની ધમકી, લેન્ડલાઈન નંબર પર આવ્યો કોલ

Hemal Vegda

તેલંગાણા સીએમ કેસીઆરે તેલંગાણા રાષ્ટ્ર સમિતિને બનાવી દીધી ભારત રાષ્ટ્ર સમિતિ, રાષ્ટ્રીય રાજનીતિમાં પ્રવેશનો તખ્તો તૈયાર

HARSHAD PATEL

PM મોદીના શાંતિ આહ્વાન બાદ ઝેલેન્સકી પુતિન સાથે વાતચીત નહીં કરે, શાંતિ પ્રયાસોમાં યોગદાન આપવા માટે ભારતની તૈયારી

pratikshah
GSTV