GSTV
Home » News » ચંચૂપાતી ચીને આતંકવાદ હોવાની વાત માની લીધી, મુંબઈમાં થયેલા હુમલાને આતંકી હુમલો ગણાવ્યો

ચંચૂપાતી ચીને આતંકવાદ હોવાની વાત માની લીધી, મુંબઈમાં થયેલા હુમલાને આતંકી હુમલો ગણાવ્યો

યુએનસીમાં જૈશના વડા મસૂદ અઝહરને ગ્લોબલ આતંકવાદી જાહેર કરવાનો વિરોધ કરી રહેલા ચીને માન્યું કે, મુંબઈમાં થયેલો હુમલો સૌથી કુખ્યાત આતંકવાદી હુમલો હતો. આ પ્રકારની માહિતી ચીનને અશાંત શિનજિયાંગ પ્રાંતમાં આતંકવાદ વિરૂદ્ધ કરવામા આવેલી કાર્યવાહી બાદ જાહેર કરેલા શ્વેત પત્રમાં આપી છે.

જેમા જણાવવામાં આવ્યું છે કે, છેલ્લા ઘણા વર્ષોથી દુનિયાના દેશો આતંકવાદથી પીડાઈ રહ્યા છે. માનવાધિકાર સંરક્ષણ શીર્ષકના નામથી જાહેર કરવામાં આવેલો આ શ્વેત પત્ર ત્યારે સામે આવ્યો જ્યારે પાકિસ્તાનના વિદેશ પ્રધાન શાહ મહમૂદ કુરેશી ચીનના પ્રવાસે છે.

જ્યાં તેમણે મસૂદને ગ્લોબલ આતંકવાદી જાહેર કરવાની યાદીનો વિરોધ પણ કર્યો છે. મહત્વપૂર્ણ છે કે, શાહ મહમૂદ કુરેશીના આ પ્રકારના વલણના કારણે ફરીવાર પાકિસ્તાનનો આતંકવાદ પ્રેમ ઉજાગર થયો છે.

READ ALSO

Related posts

ટાઈગર શ્રોફ સંજય દત્તની એ સુપરહિટ ફિલ્મમાં કામ કરવા જઈ રહ્યો છે જેણે સંજય દત્તને સુપરસ્ટાર બનાવ્યો હતો

Arohi

અમેરિકા પહોંચેલા પ્રધાનમંત્રી મોદીએ વિવિધ સમુદાયો સાથે કરી મુલાકાત, કાશ્મીરી પંડિતોએ ગાયા શ્લોક

Mayur

કબીર સિંહ હિટ જતા શાહીદ કપૂરે પોતાની ફીમાં ધરખમ વધારો કર્યો

Arohi
Do NOT follow this link or you will be banned from the site!