GSTV

કોરોના વાયરસે ચીનની કમરતોડી, એક જ દિવસમાં 420 અબજ ડોલર ધોવાયા, 4 વર્ષમાં સૌથી મોટો કડાકો

Last Updated on February 3, 2020 by Karan

કોરોના વાયરસને કારણે વૈશ્વિક અર્થતંત્ર મંદુ પડવાની આશંકા ચોતરફ સેવાઈ રહી છે. જોકે કોરોનોના સૌથી વધુ આર્થિક, રાજકીય અને સામાજિક નુકશાનનો ભોગ ચીન બની રહ્યું છે. ચીનના શેરમાર્કેટમાં આજે 8%નો મસમોટો કડાકો જોવા મળ્યો છે. લુનર ન્યૂ યર બાદ આજે ખુલેલા શેરમાર્કેટમાં ભૂકંપ આવ્યો છે. ચીનનું શેરબજાર 2015 બાદ સૌથી વધુ ઈન્ટ્રાડે ઘટાડા 7.7% સાથે 2746.6 પર બંધ આવ્યું છે. સવારના સત્રમાં ઈન્ડેકસમાં 9%નું મસમોટું ગાબડું જોવા મળ્યું હતુ.

બેંકે આપ્યું બૂસ્ટર ડોઝ

ચાર વર્ષના સૌથી મોટા કડાકાને કારણે એક જ દિવસમાં રોકાણાકારોના 420 અબજ ડોલર ઘોવાયા છે. આ સાથે ચીનનું ચલણ યુઆન ડોલરની સામે 7ના સાયકોલોજિકલ લેવલને પાર નીકળ્યું છે. શાંઘાઈના માર્કેટમાં પામ ઓઈલથી લઈને કોપરમાં ઈન્ટ્રાડેની મહત્તમ લોઅર સર્કિટ લાગી છે. ઈન્ટ્રાડેમાં 2500થી વધુ શેરમાં 10%ની દિવસની મહત્તમ લોઅર સર્કિટ લાગી છે. સેન્ટ્રલ શેરબજારમાં ભારે કડાકાના અંદેશાને કારણે ચીનની મધ્યસ્થ બેંકે અગાઉથી જ આગમચેતીના પગલા લીધા હતા. સેન્ટ્રલ બેંક ઓફ ચાઈનાએ ફાઈનાન્શિયલ સિસ્ટમમાં 2004 બાદનું સૌથી વધુ રોકડ મૂડી ઉમેરણ કર્યું છે.

હુવઈ શહેરમાં 24 કલાકમાં 56 લોકોના મોત

ચીનના ઓફિશિયલ સૂત્રો દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે હુવઈ શહેરમાં 24 કલાકમાં 56 લોકોના મોત થયા છે, જ્યારે 2,103 કોરોના વાઈરસના કેસ નોંધાયા છે. તેમાં 9,618 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જેમાં 478 લોકોની સ્થિતિ ગંભીર છે. અમેરિકામાં અત્યાર સુધી 9 ઈન્ફેક્શનના કેસ સામે આવ્યા છે. કેલિફોર્નિયામાં ચાર, ઈલિનોએસ અને મૈસાચુસેટ્સમાં 2-2, વોશિંગ્ટન અને ઓરિજોનામાં 1-1 કેસ નોંધાયા છે.

2 હજાર 103 નવા કેસ દાખલ

ચીનના કોરોના વાયરસનો કેર અટકવાનું નામ લેતો નથી. અને માત્ર ચીનમાં અત્યાર સુધી મૃત્યુઆંક 361 થયો છે. જ્યારે 17 હજારથી વધુના કેસની પુષ્ટી થઈ છે. કેટલાક દેશોએ પોતાના નાગરિકોને ચીન ન જવાની સલાહ આપી છે. જ્યારે કેટલાક દેશોએ ચીન માટેની પોતાની ઉડાન જ રદ કરી દીધી છે. ચીનમાં કોરોનાના કેસની સંખ્યા 17 હજાર 205 ઈ છે. જેમાં 2 હજાર 103 નવા કેસ દાખલ છે.

ચીનનો હુબેઈ પ્રાંતનું વુહાન શહેર કોરોના વાયરસનું કેન્દ્ર બની ગયુ છે. અને માત્ર રવિવારે જ હુબેઈ પ્રાંતમાં 56 લોકોના મોત થયા છે. રવિવારે માત્ર 5 હજાર 173 નવા શંકાસ્પદ કેસ સામે આવ્યા છે. 186 દર્દીઓની હાલત ચિંતાજનક છે.જ્યારે 187 લોકોને હોસ્પિટલમાંથી રજા આપી દેવાઈ છે. સ્વાસ્થ્ય સંગઠનના મતે દુનિયાના 18થી વધુ દેશોમાં કોરોના વાયરસની અસર જોવા મળી છે. આ દેશોમાં કુલ 82થી વધુ કેસ નોંધાયા છે. જેમાં અમેરિકા, જાપાન અને વિયતનામ પણ સામેલ છે.હોંગકોંગમાં 17 કેસ દાખલ છે.

Related posts

GST Collection: નવેમ્બરની તુલનામાં તો GST કલેક્શને ઓક્ટોબરનો તોડ્યો રેકોર્ડ, 1.31 લાખ કરોડ રૂપિયાને પાર: મોદી સરકારની તિજોરી તો છલકાઈ…

pratik shah

સિટીજનશિપ/ દરરોજ લગભગ 300 લોકો છોડી રહ્યા છે ભારતીય નાગરિકતા, છેલ્લા 5 વર્ષમાં 6 લાખ કરતા પણ વધારે ભારતીયોએ પોતાની નાગરિકતા છોડી દીધી

Pravin Makwana

ભર શિયાળે આવ્યું ચોમાસું: મહારાષ્ટ્ર માટે આગમી 5 દિવસ અત્યંત ભારે, યલો એલર્ટ જાહેર…

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!