નેપાળ સરકારની પરવાનગી નહી મળવાને કારણે રવિવારે દલાઈલામાનો જન્મોત્સવ કાર્યક્રમ રદ્દ કરવો પડ્યો હતો. તેને ચીનનો પાડોશી દેશ ઉપર પડી રહેલો પ્રભાવ માનવામાં આવી રહ્યો છે.

નેપાળ સરકારે આની પાછળ શાંતિ વ્યવસ્થા બગડવાની સંભાવનાનું કારણ જણાવ્યુ હતુ. નેપાળમાં લગભગ 20,000 દેશનિકાલ કરેલાં તિબેટીયનો રહે છે. પરંતુ ચીનના દબાણમાં હાલની ડાબેરી સરકાર તિબેટીયનોની ગતિવિધિઓ પર સખત નજર રાખી રહી છે.

નેપાળનાં એક વરિષ્ઠ અધિકારી કૃષ્ણ બહાદુર કટુવાલે જણાવ્યુ હતુકે, કાર્યક્રમની પરવાનગી એટલા માટે આપવામાં આવી નથી. કારણકે, ત્યાં શાંતિ વ્યવસ્થાની સમસ્યા ઉભી થઈ શકે તેમ છે. હાલમાં પાછલા દિવસોમાં નેપાળનાં શૈક્ષણિક સંસ્થાઓમાં ચાઈનીઝ ભાષાને અનિવાર્ય કરી દીધી હતી.
READ ALSO
- મદ્રાસ હાઈકોર્ટે ‘નો કાસ્ટ, નો રિલિજિયન’ પ્રમાણપત્ર આપવાનો આદેશ આપ્યો, શાળામાં પ્રવેશ ન મળવા માટે કરાઈ હતી અરજી
- પૂરની સ્થિતિ/ નર્મદા નદીમાં પાણી છોડાતા ચાંદોદમાં રાત્રે વાગ્યુ સાયરન, ફફડીને લોકો પથારીમાંથી ઉભા થઇ ગયા
- મહારાષ્ટ્રના ગોંદિયામાં પેસેન્જર ટ્રેનની માલગાડી સાથે ટક્કર થતાં થયો રેલ અકસ્માત, 50થી વધારે યાત્રી થયાં ઘાયલ
- રાજકોટમાં આજથી મોજ- મસ્તીના મૂકામ જેવો પાંચ દિવસીય લોકમેળો, 15 લાખથી વધુ લોકો ઉમટી પડવાનો અંદાજ
- ખાદ્ય ચીજો પર GST જેવી બાબતો પરથી લોકોનું ધ્યાન ભટકાવવા બોયકોટની ગેમ રમવામાં આવી રહી છેઃ અનુરાગ કશ્યપ