GSTV
Home » News » વિશ્વના સૌથી મોટા રેડિયો ટેલિસ્કોપથી ચીનને મળ્યા દૂર અંતરિક્ષથી રહસ્યમય સંકેત

વિશ્વના સૌથી મોટા રેડિયો ટેલિસ્કોપથી ચીનને મળ્યા દૂર અંતરિક્ષથી રહસ્યમય સંકેત

ચીની ખગોળશાસ્ત્રીઓએ વિશ્વના સૌથી મોટા અને સૌથી સંવેદનશીલ રેડિયો ટેલિસ્કોપ પર ‘ફાસ્ટ રેડિયો બ્રસ્ટ’ (એફઆરબી) જેવા રહસ્યમય સંકેતો વારંવાર પકડ્યા છે, જેના સ્ત્રોત પૃથ્વીથી લગભગ ત્રણ અબજ વર્ષ દૂર હોઈ શકે છે. ચીનની સત્તાવાર સમાચાર એજન્સી શિન્હુઆ દ્વારા સોમવારે આ માહિતી આપવામાં આવી છે.

ચાઇનીઝ એકેડેમી ઓફ સાયન્સના નેશનલ એસ્ટ્રનોમિકલ ઓબ્ઝર્વેટરીઝના સંશોધનકારોએ જણાવ્યું હતું કે વૈજ્ઞાનિકોએ આ સંકેતોને 500 મીટર લાંબી ‘અપર્ચર સ્ફેરિકલ રેડિયો ટેલિસ્કોપ’ પરથી પકડ્યો છે અને તેનો નજીકથી અભ્યાસ કરવામાં આવી રહ્યો છે.

‘ફાસ્ટ રેડિયો બ્રસ્ટ્સ’ એ બ્રહ્માંડનો અત્યાર સુધીનો સૌથી જાણીતો ઓપ્ટિકલ પ્રકાશીય પ્રસ્ફોટ છે. શિન્હુઆના જણાવ્યા અનુસાર, ઓગસ્ટના અંતથી સપ્ટેમ્બરની શરૂઆતમાં 100 ‘બર્સ્ટ’ મળી આવ્યા હતા. પરંતુ અત્યાર સુધી જોવમાં આવેલા બર્સ્ટની સંખ્યા સર્વાધિક છે. એફઆરબી તેજસ્વી, વણઉકેલાયેલી અને મિલિયન-સેકંડ ઓપ્ટિકલ ઝલક છે જે ગેલેક્સીની બહાર થાય છે.

READ ALSO

Related posts

પતિ સાથે થયો ઝગડો તો પત્નીએ પાડોશી સાથે બનાવ્યા સંબધ, પછી થયું એવું કે…

pratik shah

જમ્મુ કાશ્મીરની સ્થિતિ અંગે કોંગ્રેસ બાદ આ પાર્ટી આવી મેદાને, કહ્યું- અહિંયા બધુ બરાબર નથી

Nilesh Jethva

પીએમ મોદીના જન્મદિવસે સરકારે આપી મોટી ભેટ, કરોડો લોકોને મળશે સીધો લાભ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!