GSTV
Gujarat Government Advertisement

Corona મહામારી: ટ્રમ્પે ઝાટકણી કાઢ્યા બાદ ચીને બદલ્યો મોતનો આંકડો, મૃત્યુઆંક સીધો 50 ટકા વધી ગયો

વાઇરસ

Last Updated on April 17, 2020 by Bansari

કિલર Corona વાયરસથી મોતનો આંકડો છુપાવવા બાબતે અમેરિકા સહિત દુનિયાભરમાં આલોચનાઓમાં ઘેરાયેલા ચીને વુહાનમાં મોતના આંકડામાં આશરે 50 ટકા જેટલો વધારો કરી દીધો છે. ચીનના સરકારી સમાચાર પત્ર ગ્લોબલ ટાઇમ્સે જણાવ્યું કે Corona વાયરસથી વુહાનમાં અત્યાર સુધી 3,869 લોકોના મોત થયાં છે. ચીને સંશોધિત આંકડામાં 1290 લોકોના નામ ઉમેર્યા છે.

ચીને તેમ પણ જણાવ્યું કે વુહાન શહેરમાં મોતની ટકાવારી 7.7 રહી જે પહેલાં ઘોષિત કરવામાં આવવામાં આવેલા 5.8 ટકા કરતા વધુ છે. વુહાન શહેરથી Corona વાયરસની શરૂઆત થઇ હતી અને હવે તે દુનિયાના 195થી વધુ દેશોમાં ફેલાયો છે. માનવામાં આવી રહ્યું છે કે વુહાન શહેરમાં એટલા સંક્રમિતો થઇ ગયાં છે કે હોસ્પિટલો ઉભરાઇ રહ્યાં છે અને ઘણાં દર્દીઓ ત્યાં જઇ નથી શકતાં. તેમના ઘરે જ મોત નિપજ્યાં. આ લોકોના નામ Corona વાયરસથી મૃત્યુ પામેલા લોકોની યાદીમાં ન હતાં.

મોતના આંકડા પર ટ્રમ્પે કાઢી હતી ચીનની ઝાટકણી

તેની પહેલાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારે જણાવ્યું હતું કે ઘણાં દેશ કોરોના વાયરસથી થતી મોતોની સંખ્યા છુપાવી રહ્યાં છે. ટ્રમ્પે કહ્યું કે શું તમને લાગે છે કે દુનિયાભરના કેટલાંક દેશો પોતાના ત્યાં થનારી મોતની જાણકારી પ્રામાણિકતાથી આપી રહ્યાં છે. શું કોઇ તે દેશોના મોતના આંકડા પર વિશ્વાસ કરી શકે છે.

તેમણે કહ્યું કે દુનિયાભરમાં કોરોના વાયરસના કારણે મોતમાં ફક્ત અમેરિકામાં જ 20 ટકા મોત થઇ છે જ્યારે અમેરિકાની વસ્તી દુનિયાના ફક્ત ચાર ટકા જ છે. ટ્રમ્પે સ્પષ્ટરૂપે ચીન પર નિશાન સાધતાં કહ્યું કે તે તે આ મામલે પ્રામાણિક નથી. ચીનના વુહાનથી સંક્રમણ ફેલાયુ અને ત્યાં મોતની સંખ્યા ઓછી છે. ટ્રમ્પે કહ્યું કે શું તમને લાગે છે કે ચીન પર કોઇએ આ મામલે ભરોસો કરવો જોઇએ.

Read Also

Gujarat Government Advertisement

Related posts

અનોખી ખેતી / કચ્છના નાના ગામમાં 15 ફૂટ સુધી ઊંચા થતા મોટા ઘાસનું વાવેતર, દુષ્કાળ જેવી સ્થિતિમાં પશુધન માટે અત્યંત ઉપયોગી

Damini Patel

ચોમાસામાં સાવધાની / મેલેરિયાનો ઉપદ્રવ ન વધે એટલા માટે પાલન કરો આ ગાઈડલાઈનનું, પાંચ મહિના ખુબ અગત્યના

Bansari

શરમજનક: મોદીની વાહવાહી કરવામાં શૈક્ષણિક સંસ્થાઓને પણ ન છોડી, પીએમ મોદીનો આભાર માનતા બૈનરો લગાવવા યુનિવર્સિટીઓને આપ્યા આદેશ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!