GSTV

ચીનમાં કોરોના પછી હવે બર્ડ ફ્લુનો હુમલો:શુઆંગ કિંગમાં 4,500 મરઘાંઓના મોતથી આશંકા

Last Updated on February 3, 2020 by Bansari

ચીનમાં કોરોના વાઇરસના કેર વચ્ચે હુનાન પ્રાંતના શુઆંગ કિંગ જિલ્લાના એક ફાર્મમાં ખતરનાક બર્ડ ફ્લુએ હુમલો કર્યો હોવાના અહેવાલ છે. હુબેઈ પ્રાંત કોરોના વાઈરસનું એપી સેન્ટર છે જ્યારે બર્ડ ફ્લુનું એપી સેન્ટર હુનાન પ્રાંત બન્યું છે.

ચીનના કૃષિ અને ગ્રામીણ બાબતોના મંત્રાલયના નિવેદન મુજબ આ ફાર્મમાં 7,850 મરઘીઓ છે, જેમાંથી 4,500નાં મોત થઈ ગયા છે. જોકે, એચ5એન1થી હજી કોઈ માણસ પર અસર થઈ હોવાનું જાણવા મળ્યું નથી. બર્ડ ફ્લુનો હુમલો એવા સમયે થયો છે જ્યારે ચીનના અધિકારીઓ કોરોના વાઇરસને ફેલાતો અટકાવવા સંઘર્ષ કરી રહ્યા છે.

બીજીબાજુ ચીનમાં કોરોના વાઇરસ એટલો બધો ભયાનક થઈ ગયો છે કે હવે ત્યાં રસ્તા પર લોકોના શબ મળી રહ્યા છે. લોકો હરતા ફરતા અચાનક પડી જાય છે. આ સિવાય સ્થિતિ એટલી ભયાનક છે કે લોકો હવે તેમના પાલતુ જાનવરોને મારીને ગલીઓમાં ફેંકી રહ્યા છે.

એક અખબાર ‘ધ સન’ના અહેવાલ મુજબ ચીનના કોરોનાથી પ્રભાવિત શહેરોમાં પાલતો જાનવરોના માલિકોએ તેમની બીલાડીઓ અને કૂતરાઓને ગલીઓમાં ફેંકી દીધા છે, જ્યાં તે મૃતઅવસ્થામાં મળી આવ્યા છે. પાલતુ જાનવરોથી પણ કોરોના ફેલાતો હોવાના ભયે લોકો તેમના પાલતુ જાનવરોને મારી રહ્યા છે.

Read Also

Related posts

કામનું/ SBI, HDFC કે પછી PNB? જાણો કઈ બેન્ક આપી રહી છે FD પર સૌથી વધુ વ્યાજ

Damini Patel

BJPમાં ફફડાટ: સત્તા વિરોધી લહેરથી ડરી ગઈ ભાજપ, હાલના ધારાસભ્યોમાંથી 50 ટકાને ઘરે બેસાડી દેશે, કામ કરશે તે ટકશે

Pravin Makwana

બાપ રે! મુન્દ્રા બંદરેથી ઝડપેલા હેરોઈનની કિંમત 200000000000 ને પાર, તાલિબાન-ISI કનેક્શનની આશંકા

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!