GSTV
Home » News » કેન્સર સહિત 28 દવાઓ ઉ૫રની આયાત ડ્યુટી ચીને હટાવી, ભારતીય કં૫નીઓને થશે ફાયદો

કેન્સર સહિત 28 દવાઓ ઉ૫રની આયાત ડ્યુટી ચીને હટાવી, ભારતીય કં૫નીઓને થશે ફાયદો

ચીને કેન્સરની દવાઓ સહીત કુલ 28 દવાઓ પર લગાવવામાં આવેલી ઈમ્પોર્ટ ડ્યૂટીને હટાવી દીધી છે. જેના કારણે ભારતીય દવા કંપનીઓને ફાયદો થશે. ઈમ્પોર્ટ ડ્યૂટી હટાવવાનો નિર્ણય પહેલી મેથી જ લાગુ થઈ ચુક્યો છે. ચીનના ભારત ખાતેના રાજદૂત લુઓ ઝાઓહુઈએ એક ટ્વિટમાં જણાવ્યું છે કે ચીને 28 દવાઓ પર લગાવાયેલી ઈમ્પોર્ટ ડ્યૂટી સમાપ્ત કરી દીધી છે. આ ભારતીય દવા ઉદ્યોગ અને દવાની નિકાસ માટે સારા સમાચાર છે. તેમણે ટ્વિટમાં ભરોસો વ્યક્ત કર્યો છે કે આનાથી ચીન અને ભારત વચ્ચે નજીકના ભવિષ્યમાં વ્યાપારીક અસંતુલન પણ ઘટશે.

વ્યાપારીક અસંતુલન દૂર કરવા ભારત દ્વારા આઈટી, દવાઓ અને કૃષિ ઉત્પાદનો જેવી વસ્તુઓ અને સેવાઓ માટે ચીનના બજાર ખોલવાની માગણી થતી રહી છે. અંગ્રેજી અખબારના અહેવાલ મુજબ આર્થિક સંબંધો, વ્યાપાર, વિજ્ઞાન-ટેક્નોલોજી પર ભારત-ચીન સંયુક્ત સમૂહની બેઠકમાં પણ વ્યાપારીક અસંતુલન પર વિગતાવર ચર્ચા કરવામાં આવી છે. ચીને વ્યાપારીક અસંતુલન દૂર કરવામાં સહયોગ કરવાનું વચન પણ આપ્યું છે. એપ્રિલથી ઓક્ટોબર 2017-18 દરમિયાન ચીન સાથે ભારતની વ્યાપારીક ખાદ્ય 36.73 અબજ ડોલર સુધી પહોંચી હતી.

જ્યારે 2016-17માં વ્યાપારીક ખાદ્ય 51 અબજ ડોલરની હતી. લુઓએ આશા વ્યક્ત કરી છે કે ચીન હજીપણ પોતાના કારોબારી માહોલમાં વધુ સુધારો કરશે. ચીનમાં કારોબાર શરૂ કરવાની મંજૂરીમાં લાગનારા સમયને ઘટાડીને અડધો કરવામાં આવશે. તેમણે કહ્યુ છે કે બહારની દુનિયા માટે ચીનના દરવાજા હવે વધુ ખુલી ગયા છે. ભારતીય કારોબારીઓનું સ્વાગત છે. ભારત પણ ચીનના રોકાણનું સ્વાગત કરી રહ્યું છે. ચીને ભારતમાં રોકાણ વધારવા માટે એક ઈન્ડસ્ટ્રીયલ પાર્ક બનાવવાની મંજૂરી માંગી છે.

Related posts

હિમાદાસ અને મોહમ્મદ અનસે ચેક ગણરાજ્યમાં લહેરાવ્યો તિરંગો, જીત્યા ગોલ્ડ મેડલ

Path Shah

ઈંગ્લેન્ડના દિગ્ગજ ફુટબોલર એશ્લે કોલે નિવૃત્તિની કરી ઘોષણા

Path Shah

ચીનમાં પ્રદર્શન પર ઉતર્યા લોકતંત્ર સમર્થક પ્રદર્શનકારી, લાખો લોકોએ રેલી કાઢી કર્યો વિરોધ

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!