GSTV
News World ટોપ સ્ટોરી

ગલવાન ઘાટીમાં શહીદ થયેલા સૈનિકોને અમેરિકાએ શ્રદ્ધાંજલી આપતાં ડ્રેગનને થઈ અકળામણ, કરી આ આકરી ટીકા

ભારત અને અમેરીકાની વધતી નિકટતાથી ચીનની અકળામણ વધી રહી છે. અમેરીકાના વિદેશમંત્રી માઈક પોમ્પિયો અને રક્ષામંત્રી માર્ક એસ્પરે મંગળવારે ભારતની મુલાકાત કરી ચીન સામે ભારતને ખુલીને સમર્થન આપ્યું. અમેરીકાના વિદેશમંત્રીની મુલાકાતમાં ભારત-અમેરીકા વચ્ચે મહત્વપૂર્ણ સમજુતીઓ થઈ જેનાથી બંન્ને દેશો વચ્ચે રક્ષા ભાગીદારી વધુ મજબૂત થશે.

ગલવાન ઘાટીના શહીદોને આપી શ્રદ્ધાંજલી

મંગળવારે પોમ્પિયો અને માર્ક એસ્પરના 2+2 મંત્રીસ્તરિય સંવાદમાં ભારતના વિદેશમંત્રી એસ.જયશંકર અને રક્ષામંત્રી રાજનાથ સિંહ સામેલ થયાં. પોમ્પિયોએ આ બેઠક બાદ કહ્યું હતું કે સંપ્રભુતા અને સ્વતંત્રતા પર હુમલાની સ્થિતિમાં અમેરિકા ભારતના લોકો સાથે રહેશે. તેમણે કહ્યું, ચીન લોકતંત્ર, કાયદો, પારદર્શિતા, સ્વતંત્રતા અને ક્ષેત્રની સ્થિરતા સાથે કોઈ લેવાદેવાં નથી. ચીનની ટીકા કર્યા બાદ અમેરીકી વિદેશમંત્રીએ ગલવાન ઘાટીમાં ચીન સાથે હિંસક ઘર્ષણમાં શહીદ થયેલા ભારતીય સૈનિકોને શ્રદ્ધાંજલી આપવા પહોંચ્યા હતા. તેને લઈને ચીની મીડિયાની તીખી પ્રતિક્રિયા સામે આવી છે.

ડ્રેગનને થઈ અકળામણ

ચીનના અગ્રણી મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું કે, અમેરીકી વિદેશમંત્રી પોમ્પિયો અને રક્ષામંત્રી એસ્પરે ગલવાન ઘાટીના શહીદ સૈનિકોને શ્રદ્ધાંજલી આપી તો તમામ ભારતીયો અભિભૂત થયાં પરંતુ શું ભારતીયોએ વિચાર્યું કે આવું કેમ કરવામાં આવ્યું? અમેરીકાના સિનિયર અધિકારીઓએ કોરોનાના કારણે મરનારા 2 લાખ અમેરીકનોને શ્રદ્ધાંજલી આપી નહી અને હવે તે આવીને ભારતના સૈનિકોના શહીદ થવા પર શોક વ્યક્ત કરી રહ્યાં છે. આ છળથી ભરેલી ભેટ છે. ચીન શાંતિપૂર્ણ વિકાસના પથ પર આગળ વધી રહ્યું છે અને પોતાના હિતોની સુરક્ષા કરી રહ્યું છે. ચીન ના તો ભારત અને, ના તો અમેરીકાને દુશ્મન તરીકે જોવે છે. જો કેટલાંક લોકો ષડ્યંત્ર રચી રહ્યાં છે તો રચે, તેના પરિણામ તેમણે ભોગવવા પડશે.

ચીની વિદેશ મંત્રાલયે ઉઠાવ્યા સવાલ

ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા વાંગ વેનબિનને પોમ્પિયોના ભારત પ્રવાસ પર સવાલ કરવામાં આવ્યો તો તેમણે કહ્યું કે, અમારું માનવું છે કે દરેક દેશો સાથે સંબંધો ક્ષેત્રિય શાંતિ, સ્થિરતા અને વિકાસ પર કેન્દ્રિત થવા જોઈએ. અમેરીકાની ઈન્ડો-પેસિફિક રણનીતિ શીતયુદ્ધ માનસિકતાનું પ્રતિક છે અને ઘણાં દેશો વચ્ચે જુથવાદ અને દુશ્મનીને વધારે છે. આ એ વાતને દર્શાવે છે કે અમેરીકા દુનિયામાં પોતાનો દબદબો જાળવી રાખવા માંગે છે. અમે અમેરીકાના રાજનેતાઓને આ માનસિકતા છોડવાની અપીલ કરીએ છીએ. તેઓ ચીનના કથિત ખતરાને લઈને ડરાવવાનું બંધ કરે અને ક્ષેત્રમાં દેશો વચ્ચે વિવાદોનું બીજ રોપવાની આદત છોડે.

અમેરિકા જુદા જુદા જૂથોને લડાવવા માંગે છે: ચીની એમ્બેસી

તેમણે વધુમાં જણાવ્યું કે, ભારત-ચીન સીમા વિવાદનો મુદ્દો ભારત અને ચીન વચ્ચેનો મુદ્દો છે. હાલ સરહદે સ્થિતિ સ્થિર છે અને બંન્ને પક્ષકાર વાતચીત દ્વારા વિવાદને ઉકેલવાની કોશિશ કરી રહ્યાં છે. ભારત સ્થિત ચીન એમ્બેસીએ કહ્યું કે, અમેરીકા જુદાં-જુદાં જુથોને લડાવવા માંગે છે. ચીન અને ભારત પાસે કોઈ પણ પોતાની સમસ્યા ઉકેલવાનો વિવેક છે અને આ મામલે કોઈ પણ ત્રીજા પક્ષકારની જરૂર નથી.

ભારત-અમેરીકાની સૈન્ય સમજુતી પર ચીની મીડિયાનું રિએક્શ

ભારતે અમેરીકા સાથે મંગળવારે ‘બેસિક એક્સચેન્જ એન્ડ કો-ઓપરેશન એગ્રીમેન્ટ’ પર પણ હસ્તાક્ષર કર્યાં. આ સમજુતીથી બંન્ને  દેશો વચ્ચે સૈન્ય સહયોગ વધશે. આ સમજુતી બાદ અમેરીકન સેટેલાઈટના માધ્યમથી ભારત પોતાની સરહદો પર નજર રાખી શકશે. ભારત-અમેરીકા વચ્ચે થયેલી આ ડીસ પર ચીની મીડિયાનું રિએક્શન આવ્ય છે. અગ્રણી ચીની મીડિયાએ જણાવ્યું કે, 2+2 વાર્તા બાદ ભારત અને અમેરીકાએ BECA ડીલ કરી છે. કેટલીક મીડિયા સંસ્થાનો અને વિશ્લેશકોને લાગે છે કે અમેરીકા અને ભારત વચ્ચે સૈન્ય ભાગીદારી હવે એક નવો આકાર લેશે પરંતુ આ એક ભ્રમ છે.

ભારત-અમેરીકાનો મનૌવૈજ્ઞાનિક દબાવ નાખવાનો પ્રયાસ

તેમાં લખ્યું કે, ચીનને લઈને ભારતને હંમેશા સંદેહ રહ્યો છે અને હાલમાં બંન્ને દેશો વચ્ચે સરહદ વિવાદ બાગ અવિશ્વાસની ખાઈ વધારે ઊંડી થઈ છે. જોકે અમેરીકાની પાસે જઈને તે સરહદે ચીન સાથે ટકરાવવાની સ્થિતિમાં આવી શકશે નહી. ભારત-અમેરીકા પાસે જઈને ચીન પર મનૌવૈજ્ઞાનિક દબાવ લાવવાની કોશિશ કરી રહ્યું છે પરંતુ ગલવાન ઘાટીથી લઈને પેંગોંગ ઝીલ સુધી તેનો આ દબાવ કામમાં આવવાનો નથી.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

ભાવનગર / ચોરીના કેસમાં બે સોની વેપારી સહીત 8 આરોપીઓને 10 વર્ષની કેદની સજા

Hemal Vegda

ભારત જોડો યાત્રા / ભારે વરસાદ વચ્ચે પણ રાહુલ ગાંધીનું ભાષણ જારી, અમને કોઈ નહીં રોકી શકે

Hardik Hingu

બેટ દ્વારકા /  મેગા ડિમોલેશનમાં ડ્રગ ડીલર રમજાનનું મકાન કરાયું જમીનદોસ્ત

Hemal Vegda
GSTV