ભારતે પાડોશી દેશોને કોરોનાની રસી મોકલવાની પહેલ કરી એને વેક્સિન ડિપ્લોમસી ગણાવીને ચીને પોતાના મુખપત્ર ગ્લોબલ ટાઇમ્સમાં કેટલાક આડાતેડા સવાલો કરવા માંડ્યા હતા.ભારતે અત્યાર સુધીમાં શ્રીલંકા, અફઘાનિસ્તાન અને પાકિસ્તાન સહિત saarcના તમામ સભ્ય દેશો્ને કોરોનાની રસી મોકલી ચૂક્યું છે. આથી સ્વાભાવિક રીતે જ ચીનના પેટમાં તેલ રેડાયું હતું. એને મન આ વેક્સિન ડિપ્લોમસી છે. ચીને પોતાના સરકારી મુખપત્ર ગ્લોબલ ટાઇમ્સમાં એલફેલ અહેવાલો પ્રગટ કરવા માંડ્યા હતા.

ચીને ભારતની કોરોના રસી ઉત્પાદન ક્ષમતા સામે સવાલ ઊઠાવ્યા
ખાસ કરીને પૂણેની સીરમ ઇન્સ્ટીટ્યુટમાં લાગેલી આગનો ઉલ્લેખ કરીને ભારતની કોરોના રસી ઉત્પાદન ક્ષમતા સામે સવાલ ઊઠાવ્યા હતા. 27 જાન્યુઆરીએ ભારત શ્રીલંકાને રસીના પાંચ લાખ ડૉઝ આપવાનું છે. એજ રીતે કાબુલને કોરોના રસી આપવાની બાબતમાં અગ્રતાક્રમ આપવામાં આવ્યો હતો.ગ્લોબલ ટાઇમ્સે એેવો દાવો કર્યો હતો કે ભારતે પાડોશી દેશોને રસી આપવાની બાબતમાં વધુ પડતી ઉતાવળ દેખાડી હતી. ભારતીય રસી બનાવનારાઓએ હજુ યોગ્ય ટેસ્ટિંગ કે અભ્યાસ કર્યો નહોતો.

ભારતમાં ચીની રસી આપવામાં આવી રહી હોવાનો ચીનનો દાવો
ચીને એવો પણ દાવો કર્યો હતો કે ભારતમાં ચીની રસી આપવામાં આવી રહી હતી. ચીન કેટલાક પાડોશી દેશોમાં આર્થિક મદદ આપવના બહાને પગપેસારો કરી રહ્યું હતું એવા સમયે ભારતની વેક્સિન ડિપ્લોમસી ચીનના પગપેસારાના પ્રયાસોને પ્રતિકૂળ અસર કરી શકે છે એવું ચીન માને છે. નેપાળની જ વાત કરીએ તો નેપાળના ડ્રગ કન્ટ્રોલરે ચીનની કોરોના રસીને હજુ સુધી નેપાળમાં માન્યતા આપી નથી. એજ રીતે માલદીવ્સમાં ચીનની કોરોના રસીને માન્યતા આપવાની ત્યાંના શાસકોની ઇચ્છા નથી.
બીજા તો ઠીક, ચીનના ખાસ મિત્ર ગણાતા કંબોડિયાએ પણ ભારતને વિનંતી કરી હતી કે અમને તમારી રસીનો લાભ આપો. જો કે કંબોડિયાએ અત્યાર અગાઉ ચીનની રસીના એક લાખ ડૉઝ મેળવ્યા હતા. એ રસી પોતાના નાગરિકોને કંબેા઼ડિયાએ આપી કે નહીં એ જાણવા મળ્યું નહોતું. ગ્લોબલ ટાઇમ્સે એવો દાવો કર્યો હતો કે ઘણા દેશોએ ગુણવત્તાની બાબતમાં શંકા હોવાથી ભારતની રસી હજુ સુધી ખરીદી કે ભેટ લીધી નથી.
Read Also
- BJPએ પૈસાથી સત્તા હાંસલ કરી હોવાનો ખુદ ભાજપના MLA નો બફાટ, જાણો કોને આપ્યું વિવાદાસ્પદ નિવેદન
- દુનિયાનો અસલી બાહુબલી: આ શખ્સ ઘોડા પર નથી બેસતો, ઘોડાને જ પોતાના ખભે બેસાડી લે છે !
- ગજબ! અહીં માત્ર બે કલાક માટે ખિલ્યું દૂર્લભ મૂન ફ્લાવર ફૂલ, વિશ્વમાં બચ્યા છે માત્ર 13 જ છોડ
- UGCનો માસ્ટરપ્લાન/ દેશમાં વિદ્યાર્થીઓ એક સાથે મેળવી શકશે 2 ડિગ્રીઓ, નવી શિક્ષણનીતિના થશે મોટા ફાયદાઓ
- ગુજરાત માધ્યમિક બોર્ડ દ્વારા ધો. 9થી 12ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરાયું પરીક્ષાનું શૈક્ષણિક કેલેન્ડર