GSTV
Home » News » રશિયાના રાષ્ટ્રપ્રમુખ પુતિનને ચીન તરફથી ફ્રેન્ડશિપ મેડલ કરાયો એનાયત

રશિયાના રાષ્ટ્રપ્રમુખ પુતિનને ચીન તરફથી ફ્રેન્ડશિપ મેડલ કરાયો એનાયત

ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગે રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમિર પુતિનને પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઈના તરફથી પહેલો ફ્રેન્ડશિપ મેડલ પ્રદાન કર્યો છે. પુતિન આઠ જૂનથી દશમી જૂન સુધી ચીનની સત્તાવાર મુલાકાતે છે. રશિયાના રાષ્ટ્રપ્રમુખ તરીકે માત્ર એક વર્ષના ટૂંકા ગાળામાં પુતિન ત્રીજી વખત ચીનના મહેમાન બન્યા છે.

ચીનની રાજધાની બીજિંગ ખાતે ગ્રેટ હોલ ઓફ ધ પીપલ ખાતે એક સમારંભમાં જિનપિંગે ચીન તરફથી પુતિનને ફ્રેન્ડશિપ મેડલ એનાયત કર્યો હતો. આ સમારંભમાં સાતસો લોકો હાજર હતા. જિનપિંગે કહ્યું છે કે ફ્રેન્ડશિપ મેડલ વિદેશી મહાનુભાવોને આપવામાં આવતું ચીનનું સર્વોચ્ચ સમ્માન છે. આ સમ્માન ચીનના આધુનિકીકરણમાં યોગદાન આપવા બદલ અને વૈશ્વિક શાંતિમાં પ્રદાન બદલ વિદેશી મહેમાનને આપવામાં આવે છે. જિનપિંગે પુતિનને ફ્રેન્ડશિપ મેડલ એનાયત કરતી વખતે કહ્યું હતું કે ચીન અને રશિયાની વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો દુનિયાના બદલાતા પ્રવાહો વચ્ચે પણ અડગ રહ્યા છે.

પુતિને ફ્રેન્ડશિપ મેડલ એનાયત કરવા બદલ જિનપિંગનો આભાર માનતા ક્હ્યું છે કે તેઓ રશિયા અને ચીનની સમગ્ર વ્યૂહાત્મક ભાગીદારીના સંયોજનનું સમ્માન કરે છે. શુક્રવારે પુતિન અને જિનપિંગ દ્વારા રશિયા અને ચીનનું સંયુક્ત નિવેદન પણ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં પુતિન અને જિનપિંગે રશિયા અને ચીન વચ્ચે તમામ ક્ષેત્રોમાં સહયોગ માટે સંમતિ વ્યક્ત કરી હતી. બંને નેતાઓએ વધી રહેલી અસ્થિરતા વચ્ચે વ્યૂહાત્મક સુરક્ષાની દ્રષ્ટિએ ઘનિષ્ઠ સહયોગ સ્થાપિત કરવાનો પણ નિર્ણય કર્યો છે. રશિયા અને ચીનના સંબંધોના નવા અને ઉચ્ચસ્તરમાં લઈ જવા માટે પણ પુતિન અને જિનપિંગે સંયુક્ત નિવેદનમાં સંમતિ વ્યક્ત કરી છે. મહત્વપૂર્ણ છે કે ચીનના ચિંગદાઓ ખાતે 18મી શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશનની શિખર બેઠકમાં યોજાઈ રહી છે.

Related posts

તમિલ અભિનેત્રીના આરોપથી સાઉથમાં ખળભળાટ, કમલ હાસન પાસે માફી મગાવી રહ્યા છે યૂઝર્સ

Pravin Makwana

સ્વાઈન ફ્લૂની પકડમાં સુપ્રિમ કોર્ટનાં 6 જજ, કોર્ટમાં માસ્ક લગાવીને કરી રહ્યા છે સુનાવણી

Mansi Patel

ભાજપ કોર્પોરેટરના પુત્રના સામે હોમગાર્ડ જવાનનું અપહરણ કરી માર માર્યાની ફરિયાદ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!