GSTV

લદાખ નજીક ચીન તૈયાર તૈયાર કરી રહ્યું છે નવું એરબેઝ, ડ્રેગનની દરેક ચાલ પર ભારતની નજક

Last Updated on July 19, 2021 by Zainul Ansari

પૂર્વ લદ્દાખમાં ચીનની સાથે ચાલી રહેલા સૈન્ય ગતિરોધની વચ્ચે ભારતીય એજન્સી શકચેમાં એક ચીની એરબેઝ પર થઇ રહેલા ડેવલપમેન્ટ પર નજર રાખી રહી છે. એક વખત પૂર્ણ રીતે તૈયાર થઇ ગયા બાદ આ સૈન્ય મથક એલએસી પર ચીનને મજબૂત કરી શકે છે.

એક રિપોર્ટ મુજબ વરિષ્ઠ સરકારી સૂત્રોએ જણાવ્યું કે શકચે એરબેઝને ઝડપથી એક સૈન્ય એરબેઝમાં પરિવર્તિત કરવામાં આવી રહ્યો છે. જે યુદ્ધ અભિયાનો માટે યોગ્ય છે. આ ઘટનાક્રમ ગત વર્ષે ભારતીય સેના અને ચીનની સેનાની વચ્ચે સૈન્ય ગતિરોધથી પહેલા થયો હતો.

ચીનને આ વાતની જાણકારી છે કે ભારતીય વાયુસેના ચીનની એરફોર્સની તુલનામાં ઘણી વધુ ઝડપથી સંઘર્ષવાળા વિસ્તારોમાં પહોંચવામાં સક્ષમ છે. માનવામાં આવે છે કે તેના કારણે જ ચીની એરફોર્સને શકચેમાં એરપોર્ટનો વિકાસ કરવો પડી રહ્યો છે.. ચીની વાયુસેનાના યુદ્ધ અભિયાનોને સરળ બનાવવા માટે ચીન કથિત રીતે કાશગર અને હોગનની વચ્ચે એક નવું એરબેઝ બનાવી રહ્યું છે.

સૂત્રો મુજબ ભારત ગત વર્ષ મે મહિનાથી PLA વાયુ સેનાના સાત ઠેકાણા પર નજર રાખી રહ્યો છે. ચીને તાજેતરના વર્ષોમાં તેમાથી કેટલાક ઠેકાણાંને અપડેટ કર્યા છે, જેમા આશ્રયસ્થાનો બનાવવા, રનવેના વિસ્તરણ અને વધારાના સૈન્ય તૈનાતી સામેલ છે, પરંતુ તે અહીંયા સુધી જ મર્યાદિત નથી.

ભારત લદ્દાખ પૂર્વની સામે PLA વાયુસેનાના ઠેકાણાં- કાશ્ગાર, હોતન અને નાગરી ગુંસા પર બાજ નજર રાખી રહ્યું છે. ભારતીય એજન્સીઓના રડાર પરના અન્ય ચીની એરબેઝમાં શિગાત્સે, લ્હાસા ગોંગકર, નીંગચી અને ચામડો પંગતાનો સમાવેશ થાય છે. સરકારના ઉચ્ચ સૂત્રોએ જણાવ્યું હતું કે ઝિંજિયાંગ અને તિબેટ સ્વાયત સૈન્ય ક્ષેત્રમાં સ્થિત સાત ચીની સૈન્ય મથકો પર નજર રાખવા માટે ઉપગ્રહો અને સર્વેલન્સના અન્ય પ્રકારોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

Read Also

Related posts

Girls Problems / દરેક ટીનેજ ગર્લ્સને અનુભવાતી આ સમસ્યાની સરળ માહિતી માટે અમદાવાદી ટીનેજરે શોધ્યો આ ઉકેલ

Zainul Ansari

દુ:ખદ: એમટીવી લવ સ્કૂલ ફેમ જગનૂર અનેજાનું થયું નિધન, ઈજીપ્તમાં લીધા અંતિમ શ્વાસ

pratik shah

પેન્શનરો ધ્યાન આપે! આ અધિકારીઓ રેકોર્ડ કરી શકે છે તમારું જીવન પ્રમાણપત્ર, સરકારે કરી નિયુક્તિ

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!