GSTV

કપટી ડ્રેગને પ્રશાંત મહાસાગરના નાનકડા ટાપુ દેશમાં લગાવી હોળી, સોલોમન આઈલેન્ડ પર ભારે હિંસા!

Last Updated on November 25, 2021 by pratik shah

પ્રશાંત મહાસાગરના નાનકડા ટાપુ દેશ સોલોમન આઈલેન્ડ પર હિંસા ફાટી નિકળી છે અને તેનુ કારણ છે ચીન. દેશના વડાપ્રધાનને હટાવવા માટે છેલ્લા કેટલાક સમયથી આંદોલન કરી રહેલા દેખાવકારો હિંસક બન્યા હતા અને તેમણે બુધવારે સંસદની એક બિલ્ડિંગ અને પોલીસ મથકને આગ ચાંપી દીધી હતી.ભારે હિંસાના પગલે પોલીસે રબર બુલેટ ફાયર કરવી પડી હતી અ્ને ટિયર ગેસના સેલ પણ છોડવા પડ્યા હતા.સ્થિતિ પર કાબૂ મેળવવા માટે રાજધાનીમાં  36 કલાકનુ લોકડાઉન લાગુ કરી દેવાયુ છે.

સોલોમન ટાપુની સરકારે તાઈવાન સાથેના સબંધો તોડીને ચીન સાથે સબંધોની કરી શરુઆત

સોલોમન ટાપુની સરકાર દ્વારા 2019માં તાઈવાન સાથેના સબંધો તોડીને ચીન સાથે સબંધોની શરુઆત કરવામાં આવી હતી અને તેના કારણે લોકોમાં ભારે ગુસ્સો હતો.બીજી તરફ ઘરઆંગણાની સમસ્યાઓના કારણે પણ લોકોમાં ગુસ્સો છે.

રેકોર્ડ

લોકશાહી ઢબે ચૂંટાયેલી સરકારને પાડવાનો પ્રયાસ

દેશના પીએમ સોગાવરેએ કહ્યુ હતુ કે, લોકશાહી ઢબે ચૂંટાયેલી સરકારને પાડવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે.તે બહુ દુખદ બાબત છે.લોકડાઉન દરમિયાન હિંસા કરનારા લોકોની તપાસ કરવામાં આવશે. દેખાવકારોએ ઘણી દુકાનો પણ લૂંટી લીધી છે અને તેમાં ચીનના એક વ્યક્તિની દુકાનમાં પણ લૂંટફાટ કરાઈ હોવાનુ કહેવાઈ રહ્યુ છે.

READ ALSO

Related posts

ઈતિહાસ / 1885થી અત્યાર સુધી 64 એવી ઘટના બની જ્યારે કોંગ્રેસમાંથી અલગ થઈ નેતાઓએ બનાવ્યો પોતાનો અલગ પક્ષ, ઈન્દિરા ગાંધીએ પણ બે વખત છોડ્યો ‘હાથ’

Zainul Ansari

ગીર સોમનાથ / સફેદ માખીના રોગ સામે મળશે રક્ષણ: સુત્રપાડાના ખેડૂતે શોધ્યો રામબાણ ઈલાજ, નાળિયેરના ઉત્પાદનમાં પણ થશે વધારો

Zainul Ansari

ભારતીય રિઝર્વ બેન્કની નાણાકીય નીતિ સમિતિની બેઠકમાં દરોમાં થશે ફેરફાર? શું સામાન્ય નાગરીકોને થશે લાભ!

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!