GSTV
World

Cases
5058620
Active
6847690
Recoverd
560141
Death
INDIA

Cases
283407
Active
515386
Recoverd
22123
Death

ચીની રિસર્ચર્સનો દાવો- અસરકારક હશે તેમની Coronaની રસી, વર્ષનાં અંત સુધીમાં આવશે માર્કેટમાં

ચીનમાં વિકસાવાઇ રહેલી કોવિડ-૧૯ની રસી આ વર્ષના અંત સુધીમાં ઉપલબ્ધ બને તેવી શકયતાઓ છે. સરકારના સત્તાવાર વીચેટ એકાઉન્ટ પર પ્રકાશિત થયેલાં અહેવાલ અનુસાર  બિજિંગ ઇન્સ્ટિટયુટ ઓફ બાયોલોજીકલ પ્રોડક્ટસ  અને ચાઇના નેશનલ બાયોટેક ગ્પ કંપની દ્વારા સંયુક્ત રીતે વિકસાવવામાં આવી રહેલી આ રસીનું ફેઝ ટુ ટેસ્ટિંગ પુરુ થઇ ગયું છે. આ વર્ષના અંતે અથવા આવતા વર્ષની શરૂઆતમાં તેને બજારમાં મુકવામાં આવશે. 

શી જીન પિંગે આપ્યુ છે વચન

રસી માટેની પ્રોડકશન લાઇન સંપૂર્ણપણે ડિસઇન્ફેક્ટેડ છે અને શનિવારે ઉત્પાદન શરૂ કરવા માટે હાલ તે બંધ રખાઇ છે. આ પ્લાન્ટની ઉત્પાદનક્ષમતા વર્ષે ૧૦૦થી ૧૨૦ મિલિયન રસીનું દર વર્ષે ઉત્પાદન કરવાની છે. દુનિયામાં ૧૦૦ કરતાં વધારે સ્થળે રસી વિકસાવવામાં આવી રહી છે. પણ આખરી હ્યુમન કિલિનિકલ ટ્રાયલ સ્ટેજ પર બહું ઓછી રસી પહોંચી શકી છે. આ મામલે ચીની વિજ્ઞાનીઓ મોખરે છે. હાલ ચીની કંપનીઓ દ્વારા વિકસાવવામાં આવેલી પાંચ રસીઓનું માણસ પર ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. બિજિંગ ૨૪ કલાક કામ કરીને વિશ્વની પ્રથમ કોવિડ-૧૯ રસી વિકસાવવા માટે મચી પડયું છે. પ્રમુખ શી જિન પિંગે રસી જો સફળતાપૂર્વક વિકસાવવામાં આવે તો તેને આખી દુનિયા સાથે વહેંચવાનું વચન આપ્યું છે. પણ ચીની કંપનીઓ હજી ઘણાં પડકારોનો સામનો કરી રહી છે.

Corona

ચીનમાં Corona કેસોની સંખ્યા ઘટી રહી છે

ફેઝ ત્રણનું ટેસ્ટિંગ એવી જગ્યાએ થવું જોઇએ જ્યાં કોરોના ઝડપથી ફેલાઇ રહ્યો હોય. હવે ચીનમાં દરરોજ કેસની સંખ્યા ઘટી રહી છે. હાલ વિકસાવવામાં આવી રહેલી આ ઇનએક્ટિવેટેડ રસીમાં જે નોવેલ કોરોના વાઇરસ નામશેષ થયો છે તેનો ઉપયોગ રોગપ્રતિકારક પ્રતિભાવ પેદા કરવા માટે કરવામાં આવ્યો છે. આ પરંપરાગત રસીનું મોટાપાયે ઉત્પાદન કરવું શક્ય છે.

READ ALSO

Related posts

મનની મનમાં રહી જશે: કોંગ્રેસના આ ધારાસભ્યે એવું કહી દીધું કે, સચિન પાયલોટને છોડો, હવે સિંધિયાને પણ ઊંઘ નહીં આવે

Pravin Makwana

છેલ્લા પાંચ દાયકાથી બોલિવૂડ અને દર્શકોના દિલો ઉપર રાજ કરે છે શહેનશાહ, આ ફિલ્મોમાં જોવા મળશે અભિનય

Mansi Patel

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ગાંધીનગર લોકસભામાં આવતા આ 5 ગામોને લીધા દત્તક

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!