GSTV

નાપાક હરકત / એક જ કારણની શોધ, આ સ્વતંત્ર દેશ ઉપર તુરંત કબ્જો કરી લેશે ચીન, ગ્લોબલ ટાઈમ્સે આપી ધમકી

ચીનની કમ્યુનિસ્ટ પાર્ટી સાથે જોડાયેલા સમાચારપત્ર ગ્લોબલ ટાઈમ્સમાં આ વાતનો સ્વિકાર કરવામાં આવ્યો છે કે સેના તાઈવાન ઉપર કબ્જો મેળવવા માટે અભ્યાસ કરી રહી છે. ચીન સરકારના મુખપત્રથી ઓળખાતા આ છાપામાં કહેવામાં આવ્યું છે કે, શુક્રવારે યુદ્ધ વિમાનોની ડ્રીલ કોઈ ચેતવણી દેવા માટે ન હતી પરંતુ તાઈવાન ઉપર કબ્જો કરવા માટેનું રિહર્સલ હતું.

શુક્રવારે ચીનની પીપલ્સ લિબરેશન આર્મીએ તાઈવાનની પાસે યુદ્ધ વિમાન ઉડાવ્યાં હતાં. વિમાનોનું આવાગમન સવારે 7 વાગ્યાથી શરૂ થઈ ગયું હતું. એ કી સાથે ઘણા ચીનના યુદ્ધ વિમાનો ઉડ્યાં હતા અને તાઈવાનની પાસે પહોંચી ગયા હતાં. સમાચારોમાં જણાવ્યા પ્રમાણે તાઈવાનના રક્ષા વિભાગે ચીનના કુલ 18 વિમાનો ઉડાડ્યાં હોવાની જાણકારી આપી રહ્યાં છે.

ગ્લોબલ ટાઈમ્સનું કહેવું છે કે ચીની સેના હજુ પણ સંયમમાં છે. પરંતુ જ્યારે પણ અમેરિકાના કોઈ ઉચ્ચ અધિકારી તાઈવાન જાય છે ચીની સેનાના યુદ્ધ વિમાનો એક પગલુ વધારે આગળ આવે છે. જો અમેરિકી વિદેશમંત્રી તાઈવાન આવે છે તો ચીની સેનાએ દેશ ઉપરથી વિમાનને ઉડાડવું જોઈએ.

ગ્લોબલ ટાઈમ્સનું કહેવું છે કે, બસ એક રાજનીતિક કારણની શોધ છે. કારણ કે, તાઈવાનની સ્વતંત્ર શક્તિને પૂરી કરી શકાય. જો તાઈવાનના કોઈ અધિકારી આક્રમક બની રહે છે તો આવી સ્થિતિ નિશ્વિત રીતે આવી જ જશે.

ચીની અખબારે લખ્યું છે કે, ચીનની આપત્તિ અમેરિકા અને તાઈવાન સાંઠગાઠ સાથે છે. ગ્લોબલ ટાઈમ્સનું કહેવું છે કે, અમેરિકી અધિકારી કિથ જે કરાચના તાઈવાન પ્રવાસ અંગે કોઈ જાણકારી ન હતી. છતા પણ તેણે ઓછા સમયમાં ચીની સેનાના યુદ્ધ વિમાન તૈયાર કરીને મોકલી દીધા. એટલે કે, ચીનની સેના કોઈ પણ સમયે તાઈવાન ઉપર કબ્જો કરવા માટે તૈયાર છે.

ચીની અખબારનું કહેવું છે કે, અમેરિકા અને તાઈવાનની સ્થિતિ વિશે ખોટા અભિપ્રાય બનાવવા ન જોઈએ. તેણે ચીની સેનાના અભ્યાસને દેખાડો સમજવો જોઈએ નહી. જો તે તેના તરફથી ઉશ્કેરણી કરે છે તો નિશ્વિચ રૂપે યુદ્ધ થશે. જે લોકોએ હાલમાં ચીનના દ્રઢ સંકલ્પને ઓછું આંકવાની કોશિશ કરી છે તેને કિંમત ચુકવવી પડી છે.

ચીને તાજેતરમાં જ હોંગકોંગમાં રાષ્ટ્રીય સુરક્ષઆ કાયદો લાગુ કરી દીધો છે. જેના કારણે ત્યાં વિશાળ શક્તિ મળી ગઈ છે. તો ગ્લોબલ ટાઈમ્સમાં લખવામાં આવ્યું છે કે, તાઈવાન નાની જગ્યા છે. તેની પાસે સેના સાથે ભીડવાની સ્થિતિ નથી. તાઈવાનની આઝાદીનો એક અંત છે.

Related posts

બૉડીકૉન ડ્રેસમાં સુહાના ખાનનો સેક્સી અવતાર જોતા રહી જશો, વાયરલ થઇ રહી છે શાહરૂખની લાડલીની આ Hot તસવીરો

Bansari

તમામ દેશવાસીઓને કોરોનાની રસી ફ્રીમાં ઉપલબ્ધ કરાવશે સરકાર, કેન્દ્રીય મંત્રીએ કરી આ સ્પષ્ટતા

Mansi Patel

સાવધાન! એન્ડ્રોયડ યૂઝર્સ તમારા સ્માર્ટફોનનું ધ્યાન રાખજો, 21 એપ્સને લઈને ચેતવણી થઈ જાહેર

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!