GSTV
Gujarat Government Advertisement

ડ્રેગનનો નવો પેંતરો / કોરોનાકાળમાં પણ ચીનની અવળચંડાઇ યથાવત, પેંગોંગ નજીક એકઠાં કર્યા અનેક હથિયારો

Last Updated on May 16, 2021 by Dhruv Brahmbhatt

એક તરફ ભારતમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. તો બીજી તરફ લદ્દાખમાં ચીને ફરી પોત પ્રકાશ્યું છે. લદ્દાખના પેંગોંગ ત્સો લેકની ફિંગર ચારથી લઇને ફિંગર આઠ સુધી સેનાને પાછળ હટાવી રહેલા ચીને નજીકમાં જ સ્થિત પોતાના સૈન્ય ઠેકાણા રુટોગમાં મોટા પાયે હથિયારો અને સૈનિકોને એકઠા કર્યા છે. ચીની તૈયારીઓથી સ્પષ્ટ નજરે પડી રહ્યું છે કે, જો તેને ભારત તરફથી સરહદે કંઇ પણ સૈન્ય હલચલ થઇ તો ચીન તુરંત મોટા પાયે સૈનિકો અને હથિયારોને પેંગોંગ લેક નજીક મોકલી શકે છે.

ધ ઇન્ટેલિજન્સ તરફથી લેવામાં આવેલી સેટેલાઇટ તસ્વીરોમાં જણાઇ રહ્યું છે કે, ચીનના રુટોગમાં યુદ્ધ વાહન, હથિયારોનો જખીરો, જવાનોને ગરમ રાખવા માટેના ટેંટ લગાવી રાખ્યા છે.

ચીને એવા ઘણાં બેરેક પણ બનાવ્યાં છે કે જેને ઉપરથી ઢાંકી રખાયા છે કે જેથી સેટેલાઇટની તેના પર નજર ન પડે. નિષ્ણાંતોનું કહેવું છે કે, આ બેરેકની અંદર ચીને મોટી માત્રામાં હથિયારો છૂપાવીને રાખ્યા છે.

સેટેલાઇટ તસ્વીરોથી જાણવા મળ્યું કે અક્સાઇ ચીન વિસ્તારમાં ચીન નવા હેલીપોર્ટ અને બેરેક બનાવી રહ્યું છે

માત્ર પેંગોંગ લેક જ નહીં ચીન પોતાના કબ્જા હેઠળના અક્સાઇ ચીન વિસ્તારમાં પણ ઘણાં ઝડપથી આધારભૂત માળખાને મજબૂત કરવામાં લાગ્યું છે. સેટેલાઇટ તસ્વીરોથી જાણવા મળ્યું કે અક્સાઇ ચીન વિસ્તારમાં ચીન નવા હેલીપોર્ટ અને બેરેક બનાવી રહ્યું છે. એટલું જ નહીં ચીન ભારતને અડીને આવેલા વિસ્તારોમાં રસ્તાઓ અને સૈનિકોની અવર જવર માટે જરૂરી માળખાને મજબૂત કરવામાં લાગ્યું છે. સેટેલાઇટમાં ચીનની આ શૈતાની પકડાઇ ગઇ છે.

ચીને ભારતની સાથે સૈનિકોને હટાવવા અંગે કરેલી સમજૂતી બાદ પણ તેણે દેપસાંગ પ્લેન, ગલવાન ખીણ, હોટ સ્પ્રિંગ અને પેંગોંગ લેકની આસપાસ મોટી સંખ્યામાં સૈનિકોનો જમાવડો કર્યો છે. એટલું જ નહીં ચીન હવે દેપસાંગ, હોટ સ્પ્રિંગ, ગોગરા પોસ્ટમાંથી સેના હટાવવાના આશ્વાસનમાંથી પાછળ હટી રહ્યું છે.

ભારત અને ચીનની વચ્ચે ઘણાં તબક્કાની મંત્રણા થઇ ચુકી છે. પરંતુ હજુ સુધી તેનો કોઇ ઉકેલ આવ્યો નથી. તાજેતરમાં જ સેના પ્રમુખ જનરલ એમ.એમ. નરવણેએ કહ્યું હતું કે પેંગોંગ લેકની આસપાસના વિસ્તારોમાં સૈનિકોના પાછળ હટવાથી ભારત પરનો ખતરો થોડો ઓછો તો થયો છે પરંતુ હજુ સુધી ખતમ થયો નથી.

ગલવાન ઘર્ષણ બાદ બંને દેશોએ મોટી સંખ્યામાં સેના અને હથિયારોનો જમાવડો કરી દેતા યુદ્ધનું સંકટ ઉભુ થયું હતુ.. પરંતુ અનેક સ્તરની મંત્રણા બાદ બંને દેશોની સેના ગત ફેબ્રુઆરીમાં પેંગોંગ લેકના કેટલાક વિસ્તારોમાં સૈનિકો અને હથિયારોને પાછળ હટાવવા માટે તૈયાર થઇ હતી.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને  કેસ ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

‘જમ્મુ-કાશ્મીરમાં ઝડપથી થાય સીમાંકન, જેથી ચૂંટણી યોજાઇ શકે’, સર્વપક્ષીય બેઠક પછી PM મોદીએ કરી ટ્વીટ

Zainul Ansari

વડોદરામાં લવ જેહાદનો વધુ એક કિસ્સો: બળજબરીપૂર્વક ધર્મ પરિવર્તન કરાવ્યો હોવાનો આરોપ, લગ્નથી 3 મહિનાનો બાળક

Zainul Ansari

જમ્મુ-કાશ્મીર બેઠક / મેહબૂબા મુફ્તીએ PM મોદી સાથેની બેઠકમાં ઉઠાવ્યો પાકિસ્તાનનો મુદ્દો, કહ્યુ- તેની સાથે પણ વાતચીત કરવી જોઇએ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!