કપટી ચીન છેલ્લા એક વર્ષથી વધુના સમયથી લાઈન ઓફ એક્ચુઅલ કંટ્રોલ (LAC) પર નાપાક હરકત લુચ્ચાઈથી આગળ આવી રહ્યું નથી. ચીન હવે સિક્કિમ (SIKKIM), પૂર્વ લદ્દાખ(EASTERN LADAKH)ની પાસે સૈનિકોમાટે સ્થાયી ઈમારતનું નિર્માણ કરી રહ્યું છે. તેનાથી તે ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે કે ચીન LAC પર ભારતીય ક્ષેત્રો પાસે લાંબા સમય સુધી રહેવાની તૈયારીઓ કરી રહ્યું છે.

ચીને પોતાના સૈનિકો માટે સ્થાયી કોંક્રિટની ઈમારતોનું નિર્માણ કરવાનું શરૂ કરી દીધું છે. ભારતીય એજન્સીઓએ સીમાતટીય ક્ષેત્રો પાસે સ્થાયી કોંક્રિટની ઈમારતોની સાથે નવા સૈન્ય શિબિરો પણ જોઈછે. તેનાથી સાફ છે કે કપટી ચીન પાછળ હટવાના મૂડમાં નથી.
સરકારી સૂત્રોના જણાવ્યા મુજબ આવીજ એક સૈન્ય શિબિર ઉત્તરી સિક્કિમના નાકુલા વિસ્તારથી થોડાક જ અંતર દૂર પર જોવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા મુજબ આ રીતની ઈમારતો પૂર્વી લદ્દાખની સાથે સાથે અરૂણાચલ પ્રેદશમાં ભારતીય ક્ષેત્રોની ઘણી નજીકના ક્ષેત્રોમાં બનાવવામાં આવી છે.

ચીને બોર્ડરના કિનારા વાળા માર્ગોને પણ કર્યા છે હાઈટેક
સેના માટે કોંક્રિટની ઈમારતોની સાથે સાથે ચીને માર્ગોના ઈન્ફાસ્ટ્રક્ચરને છેલ્લા ઘણા સમયની અંદર હાઈટેક કર્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ બોર્ડર ક્ષેત્રોના વિસ્તારોમાં આ સ્થાયી ઈન્ફ્રાસ્ટ્રક્ચરને બનાવવામાં કોઈપણ સ્થિતિ પર જવાબ આપવાની ચીની ક્ષમતામાં હવે ઘણો સુધારો આવ્યો છે. તેનાથી તે સ્પષ્ટ છે કે LAC પર ચીન પોતાની તાકાતમાં વધારો કરી રહ્યું છે.

કપટી ચીનની નાપાક ચાલ
ચીનની આ તમામ નાપાક ચાલો પર ભારતીય એજન્સીઓ નજર રાખી રહી છે. આ તમામ ઘટનાક્રમોઓના અનુરૂપ આકલન કરવામાં આવી રહ્યું છે. ભારત અને ચીન વચ્ચે lac પર ગત વર્ષના એપ્રિલ મહિનાથી સૈન્ય ઘર્ષણ યથાવત રહ્યું છે. બન્ને પક્ષોના સૈનિકો વચ્ચે ઘણી વખત હિંસક ઘર્ષણ પણ થઈ ગઈ છે. સાથે સાથે ભારત ચીન વચ્ચે ઘણા રાઉન્ડ઼ની વાતચીતો પણ થઈ હતી. પરંતુ હજુ પણ ઘર્ષણ યથાવત છે.
READ ALSO
- રિઝર્વ બેન્કનો મોટો નિર્ણય / હવે વિદેશથી આવતા મુસાફરો પણ કરી શકશે UPIથી પેમેન્ટ
- વિદ્યાર્થીઓ આનંદો! CBSE બોર્ડની ધોરણ 10અને 12ની પરીક્ષા આગામી 15 ફેબ્રુઆરીથી, વિદ્યાર્થીઓના એડમિટ કાર્ડ આવ્યા
- ઈ-રિક્ષા ડ્રાઈવરે રજૂ કરી ઈમાનદારીની મિસાલ, રસ્તા પર પડેલી 25 લાખ રૂપિયાથી ભરેલી બેગ પોલીસને સોંપી દીધી
- જાદુ તો તમને અમેઠીની જનતાએ બતાવ્યો હતો, આવું કેમ બોલ્યા કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની
- Health Tips/ ગાયનેકોલોજીસ્ટ પાસે જતા પહેલા જાણી લો આ બાબત, નહિ તો થઇ શકે છે પરેશાની